Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 52:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પણ હવે પછી પ્રજાઓ તેને જોઈને આભી બની જશે; રાજાઓ પણ વિસ્મિત થઈને અવાકા બની જશે; કારણ, તેમને પહેલાં કહેવામાં આવ્યું ન હોય એવું તેઓ જોશે અને તેમણે પહેલાં સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેમ તે ઘણા દેશોને થથરાવી નાખશે, તેને લીધે રાજાઓ પોતાનાં મુખ બંધ રાખશે; કારણ કે અગાઉ તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે; અને અગાઉ જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેથી ઘણા દેશો તેને જોઈને આશ્ચર્યચકિત થશે; રાજાઓ તેને કારણે પોતાના મુખ બંધ રાખશે. કારણ કે તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે અને જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પરંતુ હવે અનેક પ્રજાઓ તેને જોઇને આશ્ચર્યચકિત થઇ જશે. અને રાજાઓ આશ્ચર્ય પામીને સ્તબ્ધ થઇ જશે. કારણ કે અગાઉ કોઇએ કહ્યું ના હોય એવું તેઓ જોશે, અને પહેલાં કદી સાંભળ્યું ન હોય એવું નજરે ભાળશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 52:15
24 Iomraidhean Croise  

મને જોઈને અચંબો પામો; મુખ પર હાથ મૂકીને અવાકા બની જાઓ.


“પ્રભુ, મારી શી વિસાત કે હું તમને ઉત્તર આપું? મારા મુખ પર હાથ મૂકીને હું મૌન ધારણ કરું છું.


રાજાઓ તેમના પિતા સમાન અને તેમની રાણીઓ તેમની ધાવ સમાન બનશે. તેઓ તને ભૂમિ સુધી લળી લળીને પ્રણામ કરશે અને તારી ચરણરજ ચાટશે. ત્યારે તને ખ્યાલ આવશે કે હું પ્રભુ છું અને મારા પર આધાર રાખનાર કદી નિરાશ થતા નથી.”


જેના પ્રત્યે માણસોને ધિક્ક ાર છે અને પ્રજાઓને નફરત છે અને જે રાજર્ક્તાઓનો દાસ છે તેને માટે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર અને ઉદ્ધારક કહે છે: “રાજાઓ ઊભા થઈને તને માન આપશે અને રાજદરબારીઓ તને જોઈને તારી આગળ નમન કરશે.” પ્રભુ પોતાનું વચન પાળવામાં અડગ છે અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરે પોતાના એ સેવકને પસંદ કર્યો છે તેને લીધે એવું બનશે.


“મારા વિજયનો સમય પાસે છે અને મારો ઉદ્ધાર પ્રગટ થવામાં છે. મારો ભુજ પ્રજાઓ પર રાજ ચલાવશે. ટાપુઓ પોતાના રક્ષણ માટે મારા ભુજની પ્રતીક્ષામાં મારી તરફ તેમની મીટ માંડશે.


જુઓ, જે પ્રજાઓ વિષે તમે જાણતા નથી તેમને તમે બોલાવશો; જે પ્રજાઓ તમને ઓળખતી નહોતી તેઓ તારી સાથે સંબંધ બાંધવાને દોડતી આવશે. હું તમારો ઈશ્વર પ્રભુ છું; ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું અને મેં તમને ગૌરવી બનાવ્યા છે તેને લીધે એમ થશે.”


હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


પ્રભુની સમક્ષતામાં સૌ શાંત થઈ જાઓ; કારણ, તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી પ્રવૃત્ત થયા છે.


પછી કોઈ શુદ્ધ વ્યક્તિએ ઝુફો લઈને પાણીમાં બોળી તંબૂ ઉપર, તેમાંનાં બધાં વાસણો ઉપર તથા તેમાંનાં બધાં માણસો ઉપર તે છાંટવું. અથવા જેણે માણસના હાડકાંનો, શબનો કે કબરનો સ્પર્શ કર્યો હોય તેના ઉપર તે છાંટવું.


તેમના પર શુદ્ધિકરણનું પાણી છાંટવું. ત્યાર પછી તેઓ પોતાના આખા શરીરના વાળ ઊતરાવે, પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, અને ત્યારે તેઓ વિધિગત રીતે શુદ્ધ થયેલા ગણાશે.


એટલે તમે જાઓ, બધી જાના લોકોને મારા શિષ્યો બનાવો. ઈશ્વરપિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે તેમને બાપ્તિસ્મા આપતા જાઓ;


“ઈશ્વરની જમણી તરફ ઈસુને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. પોતાના પિતાએ આપેલા વરદાન પ્રમાણે ઈસુએ તેમની પાસેથી પવિત્ર આત્મા મેળવ્યો છે; અને તે પવિત્ર આત્માથી અમારો અભિષેક કર્યો છે. અત્યારે તમે જે જુઓ તથા સાંભળો છો તે તેનું પરિણામ છે.


તેથી, દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે નિષ્ઠાવાન હૃદય અને સંપૂર્ણ નિશ્ર્વયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની પાસે આવીએ.


વિશ્વાસ દ્વારા જ તેણે પાસ્ખાપર્વની સ્થાપના કરી, તથા ઇઝરાયલીઓના પ્રથમજનિત પુત્રોને મરણનો દૂત મારી ન નાખે તે માટે તેણે દરવાજા પર રક્તનો છંટકાવ કરવાની આજ્ઞા કરી.


તમે નવા કરારના વ્યવસ્થાપક ઈસુ પાસે તથા છંટાયેલ રક્ત, જે હાબેલના રક્ત કરતાં વિશેષ સારી બાબતો વિષે બોલે છે તેની પાસે આવ્યા છો.


ઈસુ ખ્રિસ્તને આધીન થવા અને તેમના રક્તની મારફતે શુદ્ધ થવા માટે તમને ઈશ્વરપિતાના ઇરાદા પ્રમાણે પસંદ કરવામાં આવ્યા અને તેમના પવિત્ર આત્માની મારફતે પવિત્ર લોક બનાવવામાં આવ્યા. તમારા પર ઈશ્વરની કૃપા અને શાંતિ ભરપૂરપણે રહો!


Lean sinn:

Sanasan


Sanasan