Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 51:23 - પવિત્ર બાઇબલ C.L.

23 ‘જમીન પર ઊંધા મોંએ સૂઈ જાઓ કે અમે તમારા પર ચાલીએ, એવું તમારા જુલમગારો તમને કહેતા. તમારી પીઠ પણ ભૂમિ જેવી અથવા ચાલવાની શેરી જેવી થઈ પડી હતી. હું પેલો કોપનો પ્યાલો તમારા એ જુલમગારોના હાથમાં મૂકીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 હું તેને તારા પર જુલમ કરનારાઓના હાથમાં મૂકીશ કે, જેઓએ તારા જવને કહ્યું હતું કે, ‘ઊંધો પડ કે, જેથી અમે તારા ઉપર થઈને જઈએ’; અને તેં તારી પીઠ ભૂમિની જેમ, અને વટેમાર્ગુઓને માટે રસ્તાની જેમ રાખી હતી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હું તેને તારા પર જુલમ કરનારાઓનાં હાથમાં મૂકીશ, જેઓ તને કહેતાં હતાં કે, ‘ઊંધો પડ કે, અમે તારા ઉપર થઈને ચાલીએ;’ તેં તારી પીઠ જમીન જેવી અને તેઓને ચાલવાના રસ્તા જેવી બનાવી દીધી હતી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 હું તારા ત્રાસગારોના હાથમાં તે આપીશ, જેઓ તને કહેતાં હતાં કે, જમીન પર મોઢું નીચે કરીને સૂઇ જા કે, જેથી અમે તારા ઉપર થઇને જઇએ; તેં તારી પીઠને સપાટ જમીન જેવી અને તેમને ચાલવાના રસ્તા જેવી બનાવી દીધી હતી.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 51:23
15 Iomraidhean Croise  

જેમ કોઈ હળથી ખેતરમાં લાંબા ચાસ પાડે તેમ તેમણે મારી પીઠ પર ફટકાના ઊંડા ઘા પાડયા.’


તમે અમારાં શિર ઘોડેસવારોની પાસે કચડાવ્યાં. અમારે અગ્નિ તથા પાણીમાં થઈને પસાર થવું પડયું. છતાં આખરે તમે અમને વિપુલતાના પ્રદેશમાં પહોંચાડયા.”


સદાચારી સંકટમાંથી ઉગરી જાય છે, પણ દુષ્ટ એ સંકટમાં સપડાય છે.


નેકજનો પર જે વિપત્તિ લાવવાનો દુષ્ટો પ્રયત્ન કરશે, તે વિપત્તિ આખરે તેમના પર જ આવી પડશે.


મારા લોકે મારા પવિત્ર પર્વત પર સજાનો કડવો પ્યાલો પીધો છે; પણ પડોશની અન્ય સઘળી વિદેશી પ્રજાઓ એથીય વધુ કડવો પ્યાલો પીશે; તેઓ તે ગટગટાવશે અને તેમનું અસ્તિત્વ ભૂંસાઈ જશે.


ત્યારે મારી દુશ્મન પ્રજા શરમિંદી બની જશે અને “તારો ઈશ્વર પ્રભુ ક્યાં છે” એવું પૂછનારને હું પરાજિત થયેલ અને શેરીના ખૂંદાતા ક્દવની જેમ ખૂંદાતા જોઈશ.


તે કહે છે, “હું યરુશાલેમને લથડિયાં ખવડાવનાર દ્રાક્ષાસવના પ્યાલા જેવું કરીશ; તેની આસપાસની પ્રજાઓ એ પીને પીધેલાની માફક લથડિયાં ખાતી થશે. તેઓ યરુશાલેમને ઘેરો ઘાલે ત્યારે યહૂદિયામાં બીજાં નગરો પણ ઘેરાવમાં આવી જશે.”


તેમને યહોશુઆ પાસે લઈ ગયા એટલે યહોશુઆએ ઇઝરાયલના સર્વ માણસોને એકત્ર કર્યા અને તેની સાથે લડાઈમાં ગયેલા લશ્કરી અમલદારોને આવો આદેશ આપ્યો, “આગળ આવો, અને આ રાજાઓની ગરદન પર તમારા પગ મૂકો!” તેથી તેઓ આગળ આવ્યા અને પોતાના પગ તેમની ગરદન પર મૂકયા.


પરંતુ મંદિરની બહારનો ચોક મૂકી દઈને માપ લે. કારણ, એ ચોક વિધર્મીઓને સોંપેલો છે, તેઓ બેંતાળીસ મહિના સુધી પવિત્ર શહેરને ખૂંદશે.


જે સ્ત્રી તેં જોઈ તે તો પૃથ્વીના રાજાઓ પર શાસન ચલાવનાર મહાનગરી છે.


Lean sinn:

Sanasan


Sanasan