Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 51:14 - પવિત્ર બાઇબલ C.L.

14 કારણ, કચડાયેલાઓ બહુ જલદી મુક્ત થશે, તેઓ બંદીખાનામાં જ મોત પામશે નહિ કે તેમને અન્‍નની તંગી વર્તાશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 જે દબાયેલો છે તે જલદીથી મુક્ત થશે; તે મરશે નહિ ને કબરમાં ઊતરશે નહિ, વળી તેનું અન્ન ખૂટશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જે દબાયેલા છે તે જલદીથી મુકત થશે, યહોવાહ ઉતાવળે તેને છોડાવશે; તે મરશે નહિ અને કબરમાં ઊતરશે નહિ, વળી તેનું અન્ન ખૂટશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જેઓ બંધનમાં છે તેઓ જલદીથી મુકત થશે, તેઓ કબરમાં મરવા નહિ પામે. તેમ તેમને કદી રોટલાની ખોટ નહિ પડે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 51:14
12 Iomraidhean Croise  

ત્યારે યહૂદા અને બિન્યામીનના કુળના ગોત્રોના આગેવાનો, યજ્ઞકારો, લેવીઓ તથા જેમના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી એવા સૌ કોઈ યરુશાલેમમાંના પ્રભુના મંદિરને ફરીથી બાંધવા માટે જવા તૈયાર થયા.


પ્રભુ તમને સંકટરૂપી રોટલી અને વિપત્તિરૂપી પાણી આપશે. છતાં એવા સમયોમાં તમારો શિક્ષક સંતાયેલો રહેશે નહિ, પણ તે તમારી આંખોની સામે જ રહેશે.


તે સર્વ સમયે પોતાના લોકનો અડગ આધાર બની રહેશે. તે તેમને માટે ઉદ્ધાર, જ્ઞાન અને ડહાપણનો સમૃદ્ધ ખજાનો બની રહેશે. પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ એ જ તેમનો ખજાનો છે.


બેબિલોનમાંથી નીકળી જાઓ, ખાલદીઓથી નાસી છૂટો. હર્ષનાદ સહિત જાહેર કરો અને પૃથ્વીના છેડે છેડે આ સંદેશો પહોંચાડો કે, “પ્રભુએ પોતાના સેવક યાકોબનો ઉદ્ધાર કર્યો છે.”


તેમને ફરી કદી ભૂખ કે તરસ લાગશે નહિ. વળી, રણની લૂ કે સૂર્યનો તાપ લાગશે નહિ. કારણ, તેમના પર કરુણા કરનાર તેમનો દોરનાર થશે. તે તેમને પાણીના ઝરણાં પાસે લઈ જશે.


તો પ્રભુ જવાબ આપે છે, “હા, તે જ પ્રમાણે બનવાનું છે. યોદ્ધાઓ પાસેથી બંદીવાનો છોડાવી લેવાશે અને જુલમગાર પાસેથી લૂંટ પચાવી પડાશે. તારી વિરુદ્ધ લડનારા સામે હું લડીશ અને તારાં બાળકોને બચાવીશ.


હે યરુશાલેમ, તારી ધૂળ ખંખેરી નાખ અને ઊઠીને રાજ્યાસન પર બિરાજમાન થા. હે સિયોનના બંદીવાન લોકો, તમારી ગરદન પરની જંજીરોથી મુક્ત થાઓ.


યર્મિયાને તે મકાનના ભોંયરાના એક પોલાણમાં પૂરવામાં આવ્યો અને ત્યાં તે લાંબો સમય રહ્યો.


પ્રભુ કહે છે, “બલિદાનના રક્તથી મુદ્રિત કરેલા તમારી સાથેના મારા કરારને લીધે હું તમને, મારા લોકને, દેશનિકાલીના નિર્જળ ખાડામાંથી મુક્ત કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan