Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 50:8 - પવિત્ર બાઇબલ C.L.

8 મારો બચાવ કરવાને ઈશ્વર મારા પક્ષમાં છે. તો મારી વિરુદ્ધ કોઈ આક્ષેપ મૂકનાર છે? જો હોય, તો સામે આવે. મારા પર કોઈ આરોપ મૂકનાર છે? જો હોય તો મારો પ્રતિકાર કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મને ન્યાયી ઠરાવનાર પાસે છે; કોણ મારી સાથે તકરાર કરશે? આપણે એકઠા ઊભા રહીએ; મારો પ્રતિવાદી કોણ છે? તે મારી પાસે આવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મને ન્યાયી ઠરાવનાર પાસે છે. કોણ મારો વિરોધ કરશે? આવો આપણે સાથે ઊભા રહીને એક બીજાની સરખામણી કરીએ. મારા પર આરોપ મૂકનાર કોણ છે? તેને મારી પાસે આવવા દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 મને ન્યાય આપનાર નજીકમાં છે; હવે મારી સામે યુદ્ધ કરવાની હિંમત કોણ કરી શકે? ક્યાં છે મારા દુશ્મનો? તેમને મારી સામે આવવા દો!

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 50:8
16 Iomraidhean Croise  

મારી સામે કોઈ આરોપ મૂકનાર છે? તો હું ચૂપ રહેવા અને મરવા તૈયાર છું.


પરંતુ, હે પ્રભુ, તમે નિકટ છો; તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.


“મિલક્ત અંગેના વિવાદમાં, પછી તે ઢોરઢાંક, ગધેડાં, ઘેટાં, વસ્ત્રો અથવા ખોવાયેલી બીજી કોઈપણ વસ્તુ સંબંધીનો હોય અને બે વ્યક્તિઓ તે મિલક્ત સંબંધી દાવો કરતી હોય તો તેમને પવિત્રસ્થાનમાં ઈશ્વર સમક્ષ લાવવામાં આવે. ઈશ્વર જેને દોષિત જાહેર કરે તે વ્યક્તિ બીજી વ્યક્તિને બમણું પાછું આપે.


પ્રભુ કહે છે, “ચાલો, આપણે વિવાદનો નિકાલ કરી નાખીએ. પાપને લીધે તમારા પર લાલ ડાધ પડયા છે, પણ હું તમને ધોઈને બરફના જેવા શ્વેત કરીશ. જો કે તમારા પાપના ડાઘ રાતા હોય તો પણ તમે ઊનના જેવા સફેદ થશો.


ઈશ્વર કહે છે, “હે ટાપુઓ, મારી આગળ શાંત થાઓ! પ્રજાઓ પોતાની તાક્ત એકઠી કરે! તેઓ આગળ આવીને પોતાનો દાવો રજૂ કરે. આવો, અદાલતમાં એકત્ર થઈ તેનો નિકાલ લાવીએ.”


પ્રભુ, યાકોબનો રાજા, આ પ્રમાણે કહે છે: “હે પ્રજાઓના દેવો, તમારો દાવો રજૂ કરો.”


તો હવે મને મારી વિરુદ્ધના તમારા આક્ષેપોની યાદ તાજી કરાવો કે જેથી આપણે સામસામી દલીલ કરીએ. તમારો દાવો રજૂ કરો અને પોતાને નિર્દોષ પુરવાર કરો.


પણ ઇઝરાયલનાં સર્વ સંતાનો તો પ્રભુમાં વિજયી બનશે અને તેઓ સૌ તેમનો જયજયકાર કરશે.”


તેથી તારી વિરુદ્ધ વાપરવા ઘડેલું કોઈપણ હથિયાર સાર્થક થશે નહિ. ન્યાય તોળતી વખતે તારી વિરુદ્ધ કરવામાં આવેલા કોઈપણ આક્ષેપોને તું જુઠ્ઠા પુરવાર કરીશ. એ જ મારા તરફથી મારા સેવકોને મળતો વારસો છે; હું જ તેમના બચાવપક્ષે છું,” એવું પ્રભુ કહે છે.


જો કોઈ માણસ તારી વિરુદ્ધ ફરિયાદ કરે અને તને કોર્ટમાં ઘસડી જાય, તો કોર્ટમાં હાજર થવાનું થાય ત્યાં સુધીમાં તેની સાથે સમાધાન કરી લે. કારણ, એકવાર ત્યાં ગયા પછી તે તને ન્યાયાધીશને સોંપી દેશે. ન્યાયાધીશ તને પોલીસને સોંપી દેશે અને પોલીસ તને જેલમાં ધકેલી દેશે.


તો એ બન્‍ને પક્ષકારોએ પ્રભુની સમક્ષ તે સમયે પદ ધરાવવતા યજ્ઞકારો અને ન્યાયાધીશો પાસે હાજર થવું.


બેશક આપણા ધર્મનું રહસ્ય મહાન છે: તે માનવી સ્વરૂપમાં આવ્યા, પવિત્ર આત્માએ તેમને સાચા ઠરાવ્યા, અને દૂતોએ તેમનાં દર્શન કર્યાં, પ્રજાઓ મયે તેમની વાત જાહેર કરવામાં આવી, દુનિયાભરમાં તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, અને તેમને મહિમાસહ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા.


પછી સ્વર્ગમાં મેં એક મોટી વાણી આમ બોલતાં સાંભળી, “હવે આપણા ઈશ્વરે વિજય પ્રાપ્ત કર્યો છે, હવે ઈશ્વરનું રાજ આવ્યું છે. હવે તેમના અભિષિક્તે પોતાનો અધિકાર સ્થાપિત કર્યો છે. કારણ, ઈશ્વરની સમક્ષ આપણા ભાઈઓ પર રાતદિવસ દોષારોપણ કરનારને સ્વર્ગમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan