Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 50:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પણ મને તો પ્રભુનો સાથ છે તેથી હું ઝંખવાણો પડવાનો નથી કે લજવાવાનો નથી. કારણ, મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું દઢ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ પ્રભુ યહોવા મને મદદ કરશે; તેથી હું ઝંખવાયો નથી; તેથી મેં તો મારું મુખ ચકમકના પથ્થર જેવું [કઠણ] કર્યું છે, હું જાણું છું કે મારી બદનામી થવાની નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 કેમ કે પ્રભુ યહોવાહ મારી સહાય કરશે; તેથી હું ફજેત થનાર નથી; તેથી મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું કર્યું છે, કેમ કે હું જાણું છું કે હું લજ્જિત થઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પરંતુ યહોવા મારા માલિક મારી સહાયમાં ઊભા છે, તેથી કોઇ અપમાન મને નડતું નથી. મેં મારું મુખ પથ્થર જેવું દ્રઢ અને મજબૂત કર્યું છે; મને ખાતરી છે કે મારી લાજ નહિ જાય.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 50:7
21 Iomraidhean Croise  

યાહવેએ મારા માલિક રાજાને કહ્યું, “તારા શત્રુઓને હરાવીને હું તેમને તારું પાયાસન બનાવું, ત્યાં સુધી તું મારે જમણે હાથે સન્માનમાં બિરાજ.”


હું તમને આનંદપૂર્વક બલિદાનો ચડાવીશ; હે પ્રભુ, હું તમારા નામની આભારસ્તુતિ કરીશ, કારણ, તમે ભલા છો.


તેથી અબ્રાહામનો ઉદ્ધાર કરનાર પ્રભુ યાકોબના વંશજોને કહે છે, “હે મારા લોક, હવે તમારે શરમાવાનો વારો આવશે નહિ અને તમારો ચહેરો ફિક્કો પડી જશે નહિ.


પ્રભુ કહે છે, “આ મારો સેવક છે; હું તેને ધરી રાખું છું. મેં તેને પસંદ કર્યો છે; હું તેના પર પ્રસન્‍ન છું. મેં તેને મારા આત્માથી ભરપૂર કર્યો છે અને તે બધા દેશોમાં ન્યાય પ્રવર્તે તેવું કરશે.


પણ પ્રભુ સાર્વકાલિક ઉદ્ધારથી ઇઝરાયલનો બચાવ કરશે; સદાસર્વદા તેઓ ક્યારેય લજવાશે કે શરમાશે નહિ.


રાજાઓ તેમના પિતા સમાન અને તેમની રાણીઓ તેમની ધાવ સમાન બનશે. તેઓ તને ભૂમિ સુધી લળી લળીને પ્રણામ કરશે અને તારી ચરણરજ ચાટશે. ત્યારે તને ખ્યાલ આવશે કે હું પ્રભુ છું અને મારા પર આધાર રાખનાર કદી નિરાશ થતા નથી.”


પ્રભુ પોતાના ઇઝરાયલી લોકને કહે છે, “મારી કૃપા દાખવવાના નિયત સમયે હું તારું સાંભળીશ અને મુક્તિના દિવસે તને સહાય કરીશ. હું તારું રક્ષણ કરીશ અને લોકો સાથેના મારા કરાર તરીકે તારી નિમણૂક કરીશ. હું દેશનો પુનરોદ્ધાર કરીશ અને ઉજ્જડ થઈ પડી રહેલાં વતનોને વહેંચી આપીશ.


પ્રભુ પરમેશ્વર પોતે મારો બચાવ કરશે, તો પછી મને કોણ દોષિત ઠરાવશે? મારા બધા પ્રતિવાદીઓ કીડાઓએ કોરી ખાધેલા વસ્ત્રની જેમ ક્ષીણ થઈ જશે.


તું બીશ નહિ; તું ફરી લજ્જિત થવાની નથી. તું ગભરાઈશ નહિ; તું ફજેત થવાની નથી. તું તારા યૌવનનું લાંછન ભૂલી જશે, અને તને તારા વૈધવ્યનું કલંક ફરી યાદ આવશે નહિ.


તું તેમની સામે કિલ્લેબંધ નગર, લોખંડી સ્તંભ અને તાંબાના કોટ જેવો થઈ પડીશ.


હે સર્વ પ્રજાઓ, સાંભળો, પૃથ્વીના સર્વ રહેવાસીઓ આ વાત પર કાન દો. પ્રભુ પરમેશ્વર તમારી વિરુદ્ધ જુબાની આપશે. સાંભળો, તે પોતાના પવિત્ર મંદિરમાંથી બોલે છે.


ઈસુને આકાશમાં લઈ લેવાના દિવસો નજીક આવ્યા એટલે તેમણે યરુશાલેમ જવા મનમાં નિર્ધાર કર્યો.


આ વાત મેં તમને એટલા માટે કહી કે મારી સાથેના જોડાણથી તમને શાંતિ મળે. દુનિયા તમને દુ:ખ આપશે; પરંતુ હિંમત ન હારશો, દુનિયા પર મેં વિજય મેળવ્યો છે.”


શુભસંદેશ વિષે હું શરમાતો નથી. કારણ, એ તો દરેક વિશ્વાસ કરનારને બચાવનારું ઈશ્વરનું સામર્થ્ય છે - પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને.


તેથી આપણે નિર્ભય બનીને કહીએ, “પ્રભુ મારા મદદગાર છે, હું ડરીશ નહિ. માણસ મને શું કરી શકશે?”


ખ્રિસ્તે શારીરિક દુ:ખ સહન કર્યું હોવાથી તમારે પણ તેવી જ મનોવૃત્તિથી સજ્જ થવું જોઈએ. કારણ, શારીરિક રીતે સહન કરનાર પાપથી મુક્ત થયો છે.


પણ ખ્રિસ્તી હોવાને લીધે તમે સહન કરતા હો તો શરમાશો નહિ, પણ તમે ખ્રિસ્તનું નામ ધારણ કર્યું છે માટે ઈશ્વરનો આભાર માનો.


Lean sinn:

Sanasan


Sanasan