Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 50:6 - પવિત્ર બાઇબલ C.L.

6 મને ફટકારનારની આગળ મેં મારી પીઠ અને મારી દાઢી ફાંસી નાખનારની આગળ મારા ગાલ ધર્યા છે. અપમાન કરનારા કે થૂંકનારાથી મેં મારું મોં છુપાવ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 મેં મારનારની આગળ મારી પીઠ, તથા વાળ ખેંચી કાઢનારાની આગળ મારા ગાલ ધર્યા; અપમાન તથા થૂ કરતા છતાં મેં મારું મુખ ઢાંકી દીધું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 મેં મારા મારનારની આગળ મારી પીઠ તથા વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા; અપમાનિત તથા થૂંકાવા છતાં મેં મારું મુખ સંતાડ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 મારનાર તરફ મેં પીઠ ધરી છે અને વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા છે. અપમાન કરનાર અને થૂંકનારથી મેં મારુ મુખ સંતાડ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 50:6
20 Iomraidhean Croise  

મેં એ માણસોને ઠપકો આપ્યો, તેમને શાપ આપ્યો, તેમને માર્યા અને તેમના વાળ ફાંસી નાખ્યા. પછી મેં તેમને ઈશ્વરના નામે શપથ લેવડાવ્યા કે તેઓ કે તેમનાં સંતાનો ફરી કદી વિધર્મી પરપ્રજા સાથે આંતરલગ્ન નહિ કરે.


લોકો મારી સામે મોં વકાસીને તાકી રહ્યા છે; ગાલ પર લપડાક મારતા હોય તેમ તેઓ મને મહેણાં મારે છે; તેઓ મારી વિરુદ્ધ એકઠા થયા છે.”


તેઓ મારી ધૃણા કરે છે અને મને ટાળે છે, અરે, મને જોઈને તેઓ થૂંકે છે!


જેમ કોઈ હળથી ખેતરમાં લાંબા ચાસ પાડે તેમ તેમણે મારી પીઠ પર ફટકાના ઊંડા ઘા પાડયા.’


તમારે લીધે મેં નિંદા વેઠી છે; મારું મુખ શરમથી છવાઈ ગયું છે.


હું મારા ભાઈઓ માટે અજાણ્યા જેવો અને મારા માજણ્યાઓ માટે પરદેશી જેવો બન્યો છું.


પણ તે આપણા અપરાધોને લીધે વીંધાયો અને આપણા અન્યાયને લીધે કચડાયો. તેને થયેલી સજાથી આપણું કલ્યાણ થયું છે અને તેના ઘાથી આપણને સાજાપણું મળ્યું છે.


તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો અને પીડા દેવામાં આવી. પણ તે તેના મુખે એક શબ્દ પણ બોલ્યો નહિ. હલવાનને ક્તલખાને લઈ જવામાં આવે તેમ તેને લઈ જવામાં આવ્યો અને ઘેટું તેનું ઊન કાતરનારની આગળ મૂંગું રહે, તેમ તે પોતાને મુખે એક શબ્દ પણ બોલ્યો નહિ.


આપણે મારનારને ગાલ ધરવો જોઈએ અને અપમાન સહી લેવાં જોઈએ.


હે યરુશાલેમના લોકો, તમારાં લશ્કરીદળો એકત્ર કરો. શત્રુઓએ આપણને ઘેરી લીધા છે. તેઓ ઇઝરાયલના રાજ્યર્ક્તાના મોં પર સોટી મારશે.


પ્રભુએ જવાબ આપ્યો, “જો તેનો પિતા તેના મુખ પર થૂંક્યો હોત તો તેણે સાત દિવસ સુધી શરમ વેઠવી પડત. તેથી સાત દિવસ સુધી તેને પડાવની બહાર રાખો અને ત્યાર પછી તેને પાછી લાવવામાં આવે.”


પછી તેઓ તેમના મુખ પર થૂંક્યા અને તેમને માર માર્યો. તેમણે તેમને તમાચા માર્યા અને કહ્યું,


ત્યાર પછી પિલાતે તેમને માટે બારાબાસને છોડી મૂકાયો, જ્યારે ઈસુને ચાબખા મરાવીને ક્રૂસે જડવા માટે સોંપી દીધા.


તેમણે કહ્યું, યહૂદીઓના રાજા, અમર રહો! તેઓ તેમના પર થૂંક્યા અને લાકડી લઈને તેમના માથામાં ફટકારી.


પણ હવે હું તમને કહું છું: જો કોઈ તમને નુક્સાન કરે તો વેર વાળશો નહિ. જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારે તો તેને ડાબો ગાલ પણ ધરો.


કેટલાક ઈસુ પર થૂંકવા લાગ્યા, અને તેમણે તેમનું મુખ ઢાંકીને માર માર્યો, અને પૂછયું, “તું સંદેશવાહક હોય તો શોધી કાઢ કે તને કોણે માર્યો?” સંરક્ષકો પણ તેમના પર તમાચા મારતાં તૂટી પડયા.


તેમણે તેમના માથા પર સોટી ફટકારી, તેમના પર થૂંક્યા અને ધૂંટણે પડી તેમને નમન કર્યું.


ઈસુએ એ કહ્યું ત્યારે ત્યાં ઊભેલા એક સંરક્ષકે તેમને તમાચો મારીને કહ્યું, “પ્રમુખ યજ્ઞકાર સાથે તું આવું બોલવાની હિંમત કરે છે!”


જેમના પર આપણા વિશ્વાસનાં આરંભ અને તેની પરિપૂર્ણતા આધારિત છે તે ઈસુ પર આપણે આપણી દૃષ્ટિ સ્થિર રાખીએ. પોતાની સમક્ષ રહેલા આનંદને કારણે તેમણે ક્રૂસ પરનું નામોશીભર્યું મરણ સહન કર્યું, અને હાલમાં ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.


Lean sinn:

Sanasan


Sanasan