Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 50:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હું નિર્ગત થઈ ગયેલાઓને પ્રોત્સાહનના શબ્દો કહું તે માટે પ્રભુ પરમેશ્વરે મને કેળવાયેલી વાણી ઉચ્ચારતી જીભ આપી છે. તે દર સવારે મને જાગૃત કરે છે. જેથી હું કાન માંડીને તેમનું શિક્ષણ સંપાદન કરી શકું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હું થાકેલાઓને શબ્દથી આશ્વાસન આપતાં જાણું, માટે પ્રભુ યહોવાએ મને ભણેલાની જીભ આપી છે. તે દર સવારે [મને] જાગૃત કરે છે, તે મારા કાનને જાગૃત કરે છે કે હું ભણેલાની જેમ સાંભળું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હું થાકેલાઓને આશ્વાસનના શબ્દો બોલી શકું માટે, પ્રભુ યહોવાહે મને શીખેલાની જીભ આપી છે. તે દર સવારે મને જગાડે છે અને મારા કાનને ઉઘાડે છે કે હું શીખેલાની જેમ સાંભળું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 યહોવા મારા દેવે મને શું કહેવું તે શીખવીને મોકલ્યો છે, તેથી હું થાકેલાને ઉત્સાહના વેણ કહી શકું. પ્રતિ પ્રભાતે તે મને ઊંઘમાંથી ઊઠાડે છે અને તેમની ઇચ્છાને સમજવાનું સાર્મથ્ય મને આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 50:4
31 Iomraidhean Croise  

તારા શબ્દોએ ઠોકર ખાનારાઓને ટેકો આપ્યો છે; લથડતા ધૂંટણોવાળાને તેં સહારો આપ્યો છે.


પ્રભાત થયા પહેલાં ઊઠીને મેં તમને અરજ કરી; કારણ, હું તમારું કથન પૂર્ણ થવાની આશા રાખું છું.


દર પ્રભાતે મને તમારા પ્રેમ વિષે જણાવો; કારણ, હું તમારા પર ભરોસો રાખું છું. મારે જે માર્ગે ચાલવું જોઈએ તે મને દર્શાવો; કારણ, મારું અંતર તમારામાં જ લાગેલું છે.


તેથી મેં કહ્યું, “હું આ રહ્યો. નિયમશાસ્ત્રના પુસ્તકમાં મારે શું કરવું તે લખાયેલું છે.


તમે સર્વ પુરુષોથી અધિક સુંદર છો; તમારા હોઠોથી માધુર્ય ટપકે છે; કારણ, ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે.


હે પ્રભુ, મારી પરોઢની પ્રાર્થના રજૂ કરું છું, અને તમારા ઉત્તરની પ્રતીક્ષા કરું છું.


હે પ્રભુ, હું તમને અરજ કરું છું; રોજ સવારે મારી પ્રાર્થના તમારી હજૂરમાં પહોંચો.


મનની ચિંતા માણસને હતાશ કરે છે, પણ પ્રોત્સાહનના શબ્દો તેને આનંદિત કરે છે.


પોતાની હાજરજવાબીથી માણસને આનંદ થાય છે, અને સમયોચિત વાણી કેવી યથાર્થ લાગે છે!


પ્રસંગને અનુસરીને યોગ્ય રીતે બોલાયેલો શબ્દ રૂપાની ટોપલીમાં સોનાના ફળ જેવો છે.


તે દર સવારે, દિવસ અને રાત તમારા પર વારંવાર વીંઝાશે અને દર વખતે તે તમને તેની ઝપટમાં લેશે. એના ભયના ભણકારા માત્રથી તમે ધ્રૂજી ઊઠશો.


તેઓ મારે વિષે ફરિયાદ કરતાં કહે છે, “આ કોને શિક્ષણ આપી રહ્યો છે? કોને તેના સંદેશાની જરૂર છે?


ત્યારે અંધજનોની આંખો ઊઘડી જશે અને બહેરાઓના કાન ખૂલી જશે.


તે નિર્ગત થઈ ગયેલાને બળ આપે છે, અને કમજોરને તાક્તવાન બનાવે છે.


તમારામાં પ્રભુથી ડરીને ચાલનાર કોણ છે? તેમના સેવકના શબ્દોને આધીન થનાર કોણ છે? જે કોઈ હોય તે પોતાની પાસે પ્રકાશ ન હોવાથી અંધકારમાં ચાલતી વખતે પોતાના ઈશ્વર યાહવેના નામ પર ભરોસો મૂકે અને તેમના પર આધાર રાખે.


હું પ્રભુ પોતે તારા લોકને શિક્ષણ આપીશ અને તેમને પુષ્કળ સમૃદ્ધ કરીશ.


“હે મારા શિષ્યો, તમારી વચમાં હું આ સાક્ષી બાંધી દઉં છું અને આ સંદેશા પર મહોર મારું છું.”


પછી પ્રભુએ પોતાનો હાથ લંબાવીને મારા મુખને સ્પર્શ કરતા મને કહ્યું, “જો મારો સંદેશ મેં તારા મુખમાં મૂક્યો છે.


નિર્ગત જનોને હું તાજગી પમાડીશ અને નિર્બળોને હું તૃપ્ત કરીશ.”


પ્રભુ કહે છે: “પ્રતિદિન ખોડખાંપણ વિનાનું એક વર્ષની વયનું હલવાન પ્રભુ સમક્ષ દહનબલિ તરીકે ચડાવવું. દર સવારે એ બલિ ચડાવવો.


ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો, અને હું તમને આરામ આપીશ.


ત્યાંના ભજનસ્થાનમાં તેમણે શિક્ષણ આપ્યું અને જેમણે તેમને સાંભળ્યા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછયું, આ બધું જ્ઞાન તેની પાસે ક્યાંથી આવ્યું? અને તે કેવી રીતે ચમત્કારો કરે છે?


કોઈ ઈસુને જવાબ આપી શકાયું નહિ, અને તે દિવસથી ઈસુને પ્રશ્ર્નો પૂછવાની કોઈની હિંમત ચાલી નહિ.


કારણ, હું તમને એવા શબ્દો અને ડહાપણ આપીશ કે તમારા શત્રુઓમાંનો કોઈ તમે જે કંઈ કહેશો તેનો વિરોધ કે નકાર કરી શકશે નહિ.


એ બધા પર તેમની ઘેરી છાપ પડી અને તેમની માુર વાણીથી તેઓ મુગ્ધ થઈ ગયા. તેમણે કહ્યું, “શું તે યોસેફનો પુત્ર નથી?”


સંરક્ષકોએ જવાબ આપ્યો, “આ માણસના જેવું કદી કોઈ બોલ્યું નથી!”


પ્રભુએ પણ મને કહ્યું હતું કે, ‘તેમની માગણી વાજબી છે.


હું તેમને માટે તેમના લોકોમાંથી જ તારા જેવો સંદેશવાહક ઊભો કરીશ. હું તેના મુખમાં મારો સંદેશ મૂકીશ અને હું તેને ફરમાવું તે સંદેશ તે લોકને આપશે.


Lean sinn:

Sanasan


Sanasan