Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 5:9 - પવિત્ર બાઇબલ C.L.

9 સર્વસમર્થ પ્રભુએ મને જણાવ્યું છે: “આ બધાં મોટાં ઘર ઉજ્જડ બની જશે અને સુંદર હવેલીઓ નિર્જન બની જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 મારા કાનમાં સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “બેશક ઘણાં ઘરો પાયમાલ થશે, હા, મોટાં અને સારાં ઘરો વસતિ વિનાનાં થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 સૈન્યોના ઈશ્વરે મને કહ્યું, ઘણા ઘરો પાયમાલ થશે, હા, મોટાં અને પ્રભાવશાળી ઘરો, વસ્તી વિનાનાં થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પરંતુ સૈન્યોનો દેવ યહોવાએ વચન આપ્યું છે કે, “તમે અણધારી આપત્તિઓ વેઠશો. મારા પોતાના કાનોથી મેં તેમને આમ બોલતા સાંભળ્યાં છે. ધણાં સુંદર ઘરો ઉજ્જડ પડ્યાં રહેશે, કારણ કે તેના માલિકો કાંતો માર્યા જશે અથવા ઘર છોડીને જતાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 5:9
14 Iomraidhean Croise  

અને એમ પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા ભાખેલું ભવિષ્ય પૂરું થયું: “દેશ માટે પાળવામાં નહિ આવેલ સાબ્બાથોની સરભર કરવા માટે દેશ સિત્તેર વર્ષ ઉજ્જડ રહીને તેટલો વિશ્રામ ભોગવશે.”


પણ તે ઉજ્જડ થયેલાં નગરોમાં, વસવાટ માટે સદંતર અયોગ્ય અને ખંડેર થવાની તૈયારીમાં હોય તેવા ઘરોમાં રહેશે.


તેની ભૂખ આગળ કશું બાકી રહેવા પામ્યું નથી, તેથી તેની સમૃદ્ધિ ટકશે નહિ.


અન્યાયી માર્ગે નફો કરનાર પોતાના જ પરિવાર પર આફત લાવે છે, પણ લાંચ નકારનાર આબાદીમાં જીવશે.


સર્વસમર્થ પ્રભુએ પોતે મને કહ્યું છે, “આ લોકોના જીવતાં તો એમની દુષ્ટતાનું પ્રાયશ્ર્વિત થઈ શકે તેમ નથી. હું સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”


કિલ્લાવાળું શહેર ઉજ્જડ બન્યું છે. તે તજાયેલા વસવાટ સમું અને નિર્જન રણ જેવું બન્યું છે. ત્યાં વાછરડાઓ ચરે છે અને આરામ કરે છે.


હું તેને ઉજ્જડ કરી નાખીશ. હું તેની કાપકૂપ કરીશ નહિ કે તેની જમીન ખેડીશ નહિ. તેમાં કાંટાઝાંખરા ઊગી નીકળશે અને વાદળો તેના પર વરસે નહિ એવી હું તેમને આજ્ઞા કરીશ.


સાચે જ, પોતાના સેવકો સંદેશવાહકો સમક્ષ પોતાની રહસ્યમય યોજના પ્રગટ કર્યા વગર પ્રભુ પરમેશ્વર કંઈ જ કરતા નથી.


તમે ગરીબો પર અત્યાચાર કરો છો અને બળજબરીથી તેમનું અનાજ પચાવી પાડો છો. તમે ઘડેલા પથ્થરોનાં ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં રહેવા પામશો નહિ. તમે મનોરંજક દ્રાક્ષવાડીઓ તો રોપી છે, પણ તેનો દ્રાક્ષાસવ પીવા પામશો નહિ.


પ્રભુ આજ્ઞા કરે કે મોટાં મકાનોના ચૂરેચૂરા બોલી જશે અને નાનાં ઘરોનો ભાંગીને ભૂકો થઈ જશે.


આથી રાજા ખૂબ જ ગુસ્સે થયો. તેણે પોતાના સૈનિકોની ટુકડી મોકલી. સૈનિકોએ પેલા ખૂનીઓને મારી નાખ્યા અને તેમનું શહેર પણ બાળી નાખ્યું.


જુઓ, તમારું ઘર ત્યજી દેવાયેલું અને ઉજ્જડ છે.


તમારા ખેતરોમાંના મજૂરોને હજી સુધી તમે વેતન આપ્યું નથી. તેમની ફરિયાદો સાંભળો! તમારા ખેતમજૂરોની બૂમ સર્વસમર્થ ઈશ્વર પ્રભુને કાને પહોંચી છે.


Lean sinn:

Sanasan


Sanasan