Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 5:5 - પવિત્ર બાઇબલ C.L.

5 “તો હવે હું મારી દ્રાક્ષવાડીનું શું કરીશ તે સાંભળો: હું તેની વાડ કાઢી નાખીશ. અને તેની રક્ષણની દીવાલ તોડી પાડીશ એટલે જંગલી પ્રાણીઓ તેને ભેલાડી દેશે અને તેને ખૂંદી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હવે હું મારી દ્રાક્ષાવાડીનું શું કરવાનો છું, તે હું તમને જણાવું:તેની વાડ હું કાઢી નાખીશ, જેથી તે ભેલાઈ જશે; તેની ભીંત હું પાડી નાખીશ, જેથી તે ખુંદાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હવે હું મારી દ્રાક્ષવાડીનું શું કરવાનો છું, તે હું તમને જણાવું; હું તેની વાડ કાઢી નાખીશ; જેથી તે ભેલાઈ જશે; તેનો કોટ હું પાડી નાખીશ, જેથી તે કચડાઈ જશે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “માટે હવે સાંભળો, મારી દ્રાક્ષનીવાડીનું હું શું કરીશ તે તમને કહું છું: હું એના વાડાઓ કાઢી અને તેનો નાશ થવા દઇશ, હું એના વાડાઓ તોડી નાખીશ, તેને પગ નીચે કચડાવી દઇશ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 5:5
31 Iomraidhean Croise  

પછી તેમણે કહ્યું, “ચાલો, આપણે પોતાને માટે એક શહેર બાંધીએ અને જેની ટોચ આકાશ સુધી પહોંચે એવો બુરજ બાંધીએ, જેથી આપણી નામના થાય અને આપણે પૃથ્વી પર વિખેરાઈ ન જઈએ.”


ચાલો, આપણે નીચે જઈને તેમની ભાષા ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા સમજે નહિ.”


મેં જવાબ આપ્યો, “હે રાજા, અમર રહો. જ્યાં મારા પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે તે શહેર આજે ખંડિયેર હાલતમાં છે અને તેના દરવાજાઓ બાળી નાખવામાં આવ્યા છે. તો પછી મને દુ:ખ ન થાય?”


તમે તેના નગરની દીવાલો છેદી નાખી છે, અને તમે તેના દૂર્ગને ખંડેર બનાવી દીધો છે.


ત્યાંથી પસાર થનારા તેને લૂંટે છે; તેના પડોશી દેશના લોકો તેની નિંદા કરે છે.


ત્યાં બધે કાંટાઝાંખરાં છવાઈ ગયાં હતાં; નકામા છોડ ઊગી નીકળ્યા હતા; અને પથ્થરની વાડ તૂટી પડી હતી.


ઘા કરવાનો સમય અને સાજા કરવાનો સમય, તોડવાનો સમય અને બાંધવાનો સમય,


મને કોપાયમાન કરનાર અધર્મી પ્રજા પર આક્રમણ કરવા હું આશ્શૂરને મોકલીશ. તેમને લૂંટી લેવા, તેમની સંપત્તિ પચાવી પાડવા અને તેમને શેરીઓ ક્દવની જેમ ખૂંદી નાખવા હું આશ્શૂરને આજ્ઞા આપીશ.”


પ્રભુ પોતાના હાથ પ્રસારી સિયોન પર્વતનું રક્ષણ કરશે. પણ મોઆબના લોકોને તો તે જેમ ઘાસ ઉકરડામાં ખૂંદાય છે તેમ ખૂંદશે.


મરણ સાથેનો તમારો કરાર તૂટી જશે અને મૃત્યુલોક શેઓલ સાથેની તમારી સંધિ રદ થશે. તમારા પર વિનાશનો ચાબુક વીંઝાશે અને તેના પ્રહારથી તમે પડી જશો.


એફ્રાઈમના છાકટાઓના ગૌરવરૂપ મુગટ પગ નીચે ખૂંદાશે.


હમણાં તમે સહીસલામતી અનુભવો છો, પણ આવતે વર્ષે આ સમયે તમે ધ્રૂજવા માંડશો. કારણ, દ્રાક્ષનો પાક નિષ્ફળ જવાનો છે; એટલે, દ્રાક્ષો વીણવાનો સમય આવશે નહિ.


તેથી યહૂદિયાના લોકોને તથા યરુશાલેમ- વાસીઓને કહે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: હું તમારી વિરુદ્ધ એક આફત લાવવાની પેરવી કરું છું અને તમારી વિરુદ્ધ યોજના ઘડું છું. તેથી તમે દરેક પોતાનું દુષ્ટ આચરણ તજી દો અને તમારું સમગ્ર વર્તન અને તમારાં કાર્યો સુધારો.”


‘હે રાજા, કોટ બહાર નગરને ઘેરો ઘાલીને પડેલા બેબિલોનના રાજા અને તેના ખાલદી સૈનિકોની સામે તમે જે શસ્ત્રોથી લડો છો, તેમને હું પાછા પાડીશ, અને હું એ લોકોને નગરની મધ્યે લઈ આવીશ.


તારી અને મારી પહેલાં પ્રાચીનકાળમાં થઈ ગયેલા સંદેશવાહકોએ ઘણા દેશો અને મહાન પ્રજાઓ વિરુદ્ધ યુદ્ધ વિપત્તિ અને રોગચાળાની આગાહી કરી હતી.


તેથી પ્રભુ તને આ પ્રમાણે કહે છે: “અલબત્ત, મેં જે બાંધ્યું છે તે હું તોડી પાડું છું અને મેં જે રોપ્યું છે તે ઉખેડી નાખું છું; અને સમગ્ર દેશમાં તે પ્રમાણે થશે.


“પ્રભુએ મારા સૌ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા યુવાનોનો સંહાર કરવા તેમણે સૈન્ય મોકલ્યું. દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદાય તેમ તેમણે મારા લોકને કચડી નાખ્યા છે.


જ્યાં અમે તેમનું ભજન કરતા હતા તે મંદિરના તેમણે ભુકા બોલાવી દીધા છે. તે પવિત્ર દિવસો અને સાબ્બાથોનો અંત લાવ્યા છે. પોતાના ક્રોધાવેશમાં તેમણે રાજા અને યજ્ઞકારોનો તિરસ્કાર કર્યો છે.


દુશ્મનો ચઢાઈ કરીને યરુશાલેમના દરવાજાઓમાં પ્રવેશ કરશે એવું પરદેશી પ્રજાઓના રાજાઓ કે બીજા કોઈએ પણ માન્યું નહોતું.


ત્યારે મેં એક દૂતને બીજા દૂતને પૂછતાં સાંભળ્યો, “દર્શનમાં જે જે જોયું તે ક્યાં સુધી ચાલુ રહેશે? દરરોજનાં બલિદાનોને બદલે પાપાચાર ક્યાં સુધી ચાલશે? અને આકાશી સૈન્ય અને મંદિરને પગ તળે છૂંદવાનું ક્યાં સુધી ચાલશે?”


તેના દ્રાક્ષવેલા અને અંજીરીઓ જેઓ વિષે તેણે કહ્યું કે એ તો મારા આશકો પાસેથી વેતન તરીકે મળેલાં છે તેમનો હું વિનાશ કરીશ. હું તેની દ્રાક્ષવાડીઓ અને તેના બાગ બગીચાઓને વેરાન કરી નાખીશ, અને વન્ય પ્રાણીઓ તેમને ભેલાડી મૂકશે.


“એ માટે હું તેને ભોળવી પટાવીને ફરીથી વેરાનપ્રદેશમાં લઈ જઈશ ને તેને પ્રેમાળ શબ્દોથી જીતી લઈશ.


કેટલાકને તલવારથી મારી નાખવામાં આવશે, અને બીજાઓને અન્ય દેશોમાં કેદીઓ તરીકે લઈ જવામાં આવશે, અને બિનયહૂદીઓનો સમય પૂરો થાય ત્યાં સુધી તેઓ યરુશાલેમને ખૂંદશે.


પરંતુ મંદિરની બહારનો ચોક મૂકી દઈને માપ લે. કારણ, એ ચોક વિધર્મીઓને સોંપેલો છે, તેઓ બેંતાળીસ મહિના સુધી પવિત્ર શહેરને ખૂંદશે.


Lean sinn:

Sanasan


Sanasan