27 તેમનામાંનો કોઈ થાક્તો નથી કે કોઈ ઠોકર ખાતો નથી કે કોઈ ઝોકાં ખાતો નથી કે ઊંઘતો નથી. તેમનામાંના કોઈનો કમરપટ્ટો છૂટી ગયો નથી કે કોઈનું પગરખું તૂટી ગયું નથી.
“વળી, તું જાણે છે કે સરુયાના પુત્ર યોઆબે ઇઝરાયલી સૈન્યના બે સેનાપતિઓ એટલે, નેરના પુત્ર આબ્નેરને અને યેથેરના પુત્ર અમાસાને મારી નાખીને મારા પ્રત્યે કેવું વર્તન દાખવ્યું છે. તેણે તેમને શાંતિના સમયમાં મારી નાખીને યુદ્ધમાં માર્યા ગયેલા માણસોનું વેર લીધું. તેણે નિર્દોષ જનનાં ખૂન કર્યાં એની જવાબદારી હવે મારે શિર છે અને મારે તેનાં પરિણામો ભોગવવાં પડે છે.
પ્રભુ રાજ કરે છે, તેમણે ભવ્યતા પરિધાન કરી છે; પ્રભુ વિભૂષિત છે, તેમણે પરાક્રમે કમર ક્સી છે. સાચે જ તેમણે પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે; તે વિચલિત થશે નહિ.
પ્રભુ કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે. પ્રજાઓ તેને તાબે કરવા અને રાજાઓની સત્તા આંતરી લેવા મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે.તેની આગળ હું બધાં નગરોના દરવાજા ખોલી દઈશ; એક પણ બંધ નહિ રહે.”