Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 5:24 - પવિત્ર બાઇબલ C.L.

24 તેથી જેમ અગ્નિ તણખલાને ભરખી જાય છે અને સૂકું ઘાસ જવાળામાં હોમાઈ જાય છે તેમ તમારાં મૂળ કોહવાઈ જશે અને તમારાં ફૂલ ધૂળની જેમ ઊડી જશે. કારણ, ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુના નિયમની તમે અવગણના કરી છે અને તેમના સંદેશનો તિરસ્કાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તેથી જેમ અગ્નિની જીભ ખૂંપરાને ચાટી જાય છે, અને સૂકું ઘાસ ભડકામાં બેસી જાય છે; તેમ તેઓની જડ કોહી જશે, ને તેઓના મોર ધૂળની જેમ ઊડી જશે; કેમ કે તેઓએ સૈન્યોના [ઈશ્વર] યહોવાનું નિયમશાસ્ત્ર તજ્યું છે, ને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] નું વચન તુચ્છકાર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેથી જેમ અગ્નિની જીભ ઠૂંઠાને સ્વાહા કરી જાય છે; અને સૂકું ઘાસ ભડકામાં બળી જાય છે, તેમ તેઓનાં મૂળ સડી જશે અને તેઓના મોર ધૂળની જેમ ઊડી જશે; કેમ કે તેઓએ સૈન્યોના યહોવાહના નિયમ તજ્યા છે અને ઇઝરાયલના પવિત્રના વચનનો અનાદર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 તેથી હવે જેમ વરાળ અને સૂકું ઘાસ અગ્નિમાં બળીને ભસ્મિભૂત થઇ જાય છે, તેમ તમારાં મૂળ સડી જશે અને તમારાં ફૂલ ચીમળાઇને ખરી પડશે. કારણ તમે સૈન્યોનો દેવ યહોવાના ઇસ્રાએલના પરમ પવિત્ર દેવના વચનોનો અનાદર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 5:24
44 Iomraidhean Croise  

તું કોનું અપમાન કે મશ્કરી કરે છે તે તું જાણે છે? તેં મારું, એટલે ઇઝરાયલના પવિત્ર ઈશ્વરનું અપમાન કર્યું છે.


પણ તમારા લોકોએ તમારી વિરુદ્ધ બળવો કર્યો અને તમારી આજ્ઞા પાળી નહિ; તમારા નિયમશાસ્ત્રથી તેઓ વિમુખ થયા. તેમને ચેતવણી આપવાને તેમજ તમારી તરફ પાછા ફરવાનું કહેવાને તમે જે સંદેશવાહકો મોકલ્યા, તેમને તેમણે મારી નાખ્યા. તેમણે અવારનવાર તમારું અપમાન કર્યું.


નીચે તેનાં મૂળ સુકાઈ રહ્યાં છે, અને ઉપર તેની ડાળીઓ કરમાઈ રહી છે.


તે પોતાનાં મૂળિયાં ખડકની આજુબાજુ વિંટાળે છે, અને પથ્થરોના ઢગલાને પણ જકડી લે છે.


કારણ, તમે તો શિસ્તને ધિક્કારો છો, અને મારી આજ્ઞાઓનો અનાદર કરો છો.


ભવ્ય વિજયમાં તમે તમારા શત્રુઓને પાયમાલ કરી નાખો છો; તમારો કોપ ભભૂકી ઊઠે છે અને તેઓ ભૂસાની જેમ ભસ્મ થઈ જાય છે.


તેથી લોકો પરાળની શોધ કરી તે એકઠું કરવા માટે આખા ઇજિપ્ત દેશમાં ફરી વળ્યા.


બળવાન માણસ કચરા જેવો અને તેનું કામ તણખલાં જેવું થશે. એ બન્‍ને સાથે જ બાળી નંખાશે અને આગ હોલવનાર કોઈ હશે નહિ.


“હે પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાયેલા લોક, દુરાચારીઓની ઓલાદ, વંઠી ગયેલાં છોકરાં! તમે પ્રભુનો ત્યાગ કર્યો છે; ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વરનો તિરસ્કાર કર્યો છે, અને તમે તેમનાથી વિમુખ થઈ ગયા છો.


તેથી ઈશ્વરે આપેલો શાપ પૃથ્વીને ભરખી જાય છે. આમ, પૃથ્વીના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ જાય છે. બહુ થોડા લોકો જીવતા રહે છે.


તમારા દુશ્મનોને સજા કરવાને તમે તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ તે જાણતા નથી. તમારા લોક પ્રત્યેનો તમારો અદમ્ય પ્રેમ જોઈને તેઓ શરમાઈ જાઓ અને તમારા શત્રુઓ માટે અનામત રાખેલો અગ્નિ તેમને ભરખી જાઓ.


તેથી ઇઝરાયલના પવિત્ર ઈશ્વર આ પ્રમાણે કહે છે: “તમે મારા સંદેશને અવગણ્યો છે અને જુલમ તથા કપટ પર આધાર રાખ્યો છે.”


આ લોકો તો બંડખોર, જૂઠાબોલા અને પ્રભુની શિખામણની ઉપેક્ષા કરનારા છે.


અરે, તેઓ તો તણખલા જેવા છે અને આગમાં બળીને ખાક થઈ જશે. તેઓ એ આગની જ્વાળાઓમાંથી પોતાને બચાવી શકશે નહિ; કારણ, એ કંઈ પાસે બેસીને તાપવાનું તાપણું કે સગડી નથી.


ઇઝરાયલનું પાટનગર સમરૂન છે અને પેકા સમરૂનનો રાજા છે. “તમે વિશ્વાસમાં અડગ રહેશો નહિ, તો તમે ટકી શકશો નહિ.”


તેમણે કહ્યું, “આ લોકોએ શિલોઆના મંદમંદ વહેતા ઝરણાને ત્યજી દીધું છે, અને તેઓ રસીન અને રમાલ્યાના પુત્ર પેકાથી રાજી છે.


લોકોની દુષ્ટતા આગની જેમ ભભૂકી ઊઠી છે અને તેમાં કાંટાઝાંખરાં સળગી જશે. એ આગ ગાઢ જંગલને પણ ભડકે બાળે છે અને તેના ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ચડે છે.


સર્વસમર્થ પ્રભુનો કોપ આખા દેશમાં ભભૂકી ઊઠયો છે અને લોકો એમાં બળતણ જેવા બન્યા છે. કોઈ પોતાના ભાઈ પર દયા રાખતો નથી.


હે પૃથ્વીના લોકો સાંભળો: આ લોકોની કુયુક્તિઓના ફળસ્વરૂપે હું તેમના પર આફત લાવવાનો છું. કારણ, તેમણે મારા સંદેશ તરફ લક્ષ આપ્યું નથી, અને મારા નિયમશાસ્ત્રની અવજ્ઞા કરી છે.


જ્ઞાનીજનો શરમાઈ ગયા છે. મૂંઝવણમાં પડી ગયા અને ફસાઈ ગયા છે. તેમણે તો મારા સંદેશની અવગણના કરી છે; પછી તેમની પાસે જ્ઞાન ક્યાંથી હોય?


આથી પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “જેમ વનનાં વૃક્ષોમાંથી દ્રાક્ષાવેલાનાં લાકડાં અગ્નિ પેટાવવાને વપરાય છે તેમ હું યરુશાલેમના લોકોને સજા ફટકારીશ.


હું મારા કોપમાં તમને સજા કરીશ નહિ, હું એફ્રાઈમનો બીજીવાર નાશ કરીશ નહિ; કારણ, હું ઈશ્વર છું, માણસ નહિ. હું, પવિત્ર ઈશ્વર તમારી સાથે છું; તમારી પાસે હું કોપાયમાન થઈને આવીશ નહિ.


હું એફ્રાઈમના લોકોને ઊધઈની જેમ અને યહૂદિયાના લોકોને કીડાની જેમ કોરી ખાઈશ.


એફ્રાઇમના લોકો તો સુકાઈ ગયેલા મૂળવાળા ફળહીન છોડ જેવા છે. તેમને બાળકો નથી અને કદાપિ તેમને બાળકો થાય તો તેમનાં પ્રિય બાળકોનો હું સંહાર કરીશ.”


પર્વતોનાં શિખરો પર કૂદકા મારતાં તેઓ રથોના ગડગડાટ જેવો અવાજ કરે છે, સળગતા સૂકા ઘાસની જેમ તેઓ તડ તડ અવાજ કરે છે. યુદ્ધને માટે સજ્જ સૈન્યની જેમ તેઓ હારબંધ રહે છે.


પ્રભુ કહે છે: “યહૂદિયાના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે મારા નિયમશાસ્ત્રનો અનાદર કર્યો છે અને મારા વિધિઓ પાળ્યા નથી. તેમના પૂર્વજોની જેમ તેઓ પણ જૂઠા દેવોની પાછળ ભટકી ગયા છે.


“તેમ છતાં, મેં ગંધતરુ જેવા ઊંચા અને ઓકવૃક્ષ જેવા મજબૂત અમોરીઓનો તેમની આગળથી નાશ કર્યો. મેં ટોચ પરથી તેમનાં ફળનો અને તળિયેથી તેમના મૂળનો સદંતર નાશ કર્યો.


ભેગાં કરેલાં ઝાંખરા અને ખૂંપરાની જેમ તેમને બાળી નાખવામાં આવશે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે સર્વ ગર્વિષ્ઠ અને દુષ્ટ લોકો ખૂંપરાની જેમ બળી જશે. તે દિવસે તેઓ બળીને ખાખ થઈ જશે અને તેમનું નામનિશાન રહેશે નહિ.


તેમના હાથમાં સૂપડું છે. તે ઘઉં પોતાના કોઠારમાં એકઠા કરશે, પણ છોતરાંને તો તે સતત સળતા અગ્નિમાં બાળી નાખશે.


ઈસુએ શિષ્યોને કહ્યું, “જે તમારું સાંભળે છે, તે મારું સાંભળે છે; જે તમારો અસ્વીકાર કરે છે, તે મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે, તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે.”


અનાજ ઝૂડીને ઘઉં પોતાના ભંડારમાં ભરવાને ઊપણવાનું સૂપડું તેમની પાસે છે; પણ ભૂસાને તો તે કદી હોલવાઈ ન જનાર અગ્નિમાં બાળી નાખશે.”


પણ ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ તો યોહાનથી બાપ્તિસ્મા લેવાની ના પાડી ને તેમના માટેના ઈશ્વરના હેતુનો ઇનકાર કર્યો.


જો કોઈ મારો ઇન્કાર કરે છે અને મારો સંદેશ સ્વીકારતો નથી, તો જે શબ્દો હું બોલ્યો છું તે તેને છેલ્લે દિવસે સજાપાત્ર ઠરાવશે.


‘ઓ નિંદકો, જુઓ, આશ્ર્વર્ય પામો અને આઘાત પામો! કારણ, તમારા સમયમાં હું એવું કાર્ય કરવાનો છું કે તે તમને કોઈ સમજાવે તો પણ તમે તે માનશો નહિ!”


તમારો નાશ થઈ જાય ત્યાં સુધી પ્રભુ તમારા પર આકાશમાંથી ધૂળ અને ભૂકો વરસાવ્યા કરશે.


તેથી જે કોઈ આ શિક્ષણનો અનાદર કરે છે તે માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે.


તેમની વિરુદ્ધ બંડ કરવું તે જાદુવિદ્યાના પાપ જેવું જ ખરાબ છે અને અભિમાન મૂર્તિપૂજા જેવું જ ભૂંડું છે. તેં પ્રભુની વાણી નકારી છે માટે તેમણે તને રાજા તરીકે નકાર્યો છે.”


શમુએલે કહ્યું, “હું તારી સાથે પાછો નહિ આવું. તેં પ્રભુની આજ્ઞા પાળી નથી અને તેમણે તને ઇઝરાયલના રાજા તરીકે નકાર્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan