Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 5:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તમારી મિજબાનીઓમાં સિતાર, વીણા, ખંજરી, વાંસળી અને દ્રાક્ષાસવ હોય છે. પણ તમને પ્રભુનાં કાર્યો માટે માન નથી અને તેમનાં હાથનાં કામો માટે આદર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 વળી તેમની ઉજાણીઓમાં સિતાર, વીણા, ડફ, વાંસળી તથા દ્રાક્ષારસ છે; પણ તેઓ યહોવાના કામ પર લક્ષ આપતા નથી, અને યહોવાના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેઓની ઉજવણીઓમાં સિતાર, વીણા, ખંજરી, વાંસળી, અને દ્રાક્ષારસ છે, પણ તેઓ યહોવાહ જે કામ કરે છે તે પર લક્ષ આપતા નથી અને યહોવાહના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તમારી ઉજવણીઓમાં હંમેશા સારંગી અને વીણા, ખંજરી અને વાંસળી, તથા દ્રાક્ષારસના પાન સાથે મોજમજા સંકળાયેલી હોય છે. પણ યહોવા જે કરી રહ્યા છે તેની તેઓને ખબર નથી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 5:12
20 Iomraidhean Croise  

શા માટે તું મને છેતરીને છાનોમાનો નાસી આવ્યો? જો તેં મને કહ્યું હોત તો હું તને ગીતો તથા ખંજરી અને વીણાના વાદન સાથે આનંદપૂર્વક ન વળાવત?


હું એંસી વર્ષનો છું અને મને કશામાં રસ રહ્યો નથી. હું જે ખાઉંપીઉં છું તેનો આસ્વાદ માણી શક્તો નથી. હું ગાયક- ગાયિકાનો સાદ સાંભળી શક્તો નથી. હું યરુશાલેમ આવીને આપને શા માટે બોજારૂપ થાઉં?


કારણ, તેમણે ઈશ્વરને અનુસરવાનું મૂકી દીધું, અને તેમનાથી વિમુખ થઈને તેમના માર્ગોની ઉપેક્ષા કરી.


હે પ્રભુ, તેઓ તમારાં કાર્યો, એટલે તમારા હાથનાં કાર્યો ધ્યાનમાં લેતા નથી; તેથી તમે તેમને તોડી પાડો અને ફરીથી સ્થાપન ન કરો.


પણ તમે તો તેને બદલે આનંદોત્સવ કર્યો છે. તમે ખાવાને માટે ઢોર અને ઘેટાં કાપ્યાં. તમે માંસ ખાધું અને દારૂ પીધો. તમે કહ્યું, “આપણે ખાઈએ અને પીઈએ! કારણ, આવતી કાલે તો આપણે મરી જવાના છીએ!”


ખંજરીનો રણકાર અને વીણાનો ઝણકાર બંધ પડયા છે. આનંદપ્રમોદ કરનારાઓનો ઘોંઘાટ બંધ થઈ ગયો છે.


અરે, વેદી, ઈશ્વરની વેદી યરુશાલેમ! તારું આવી બન્યું જાણ! હે દાવિદની છાવણીના નગર! તારી દુર્દશા થવાની છે! વર્ષોવર્ષ પર્વોત્સવનું ચક્ર ચાલ્યા કરે છે.


તમે કહો છો, “પ્રભુએ જે કરવા ધાર્યું હોય તે જલદી કરે, જેથી અમે તે જોઈએ; ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર તેમની યોજના પાર પાડે, જેથી અમે તેમનું મન જાણીએ.”


એ દારૂડિયા કહે છે, “ચાલો, દ્રાક્ષાસવ લાવીએ અને દારૂ ઢીંચીએ. આવતી કાલ પણ આજના જ જેવી, બલ્કે એથીય વધારે આનંદની થશે.”


હું તારાં ગાયનોનો આલાપ બંધ કરાવીશ અને તારી વીણાના સૂરો ફરી કદી સંભળાશે નહિ.


તમે આકાશના પ્રભુની વિરુદ્ધ વર્ત્યા છો. તેમના મંદિરમાંથી લાવવામાં આવેલા પ્યાલા અને વાટકાઓમાં તમે, તમારા ઉમરાવોએ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓએ દ્રાક્ષાસવ પીધો છે, અને જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે કંઈ સમજી શકે નહિ એવાં સોના, ચાંદી, તાંબુ, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલાં દેવદેવીઓની સ્તુતિ કરી છે. પણ જેમના હાથમાં તમારા જીવન-મરણનો નિર્ણય છે અને જે તમારાં સર્વ કાર્યોનું નિયંત્રણ કરે છે એવા ઈશ્વરને તમે માન આપ્યું નથી.


“એક શ્રીમંત હતો. તે ખૂબ કિંમતી કપડાં પહેરતો અને હંમેશાં ભારે મોજશોખમાં જીવતો હતો. લાઝરસ નામે એક ગરીબ માણસ હતો. તેને આખા શરીરે ગૂમડાં થયેલાં હતાં.


જો સંગીતનાં બધાં સાધનોનો એક સરખો સૂર વાગે તો પછી વાંસળી વાગે છે કે વીણા વાગે છે એની કોઈને કેવી રીતે ખબર પડે?


તેઓ તમારી સંગતના ભોજન સમારંભમાં કલંકરૂપ છે અને શરમ વગર ખાયપીએ છે. તેઓ ફક્ત પોતાની જ કાળજી રાખે છે. તેઓ પવનથી ઘસડાતાં નક્માં નિર્જળ વાદળ જેવા છે. વળી, તેઓ મોસમમાં ફળ નહિ આપનાર, બિલકુલ મરી ગએલાં તથા મૂળમાંથી ઉખાડી નાખવામાં આવેલા વૃક્ષ જેવા છે.


પ્રભુનો ભય રાખો અને તમારા પૂરા દયથી તેમની વિશ્વાસુપણે સેવા કરો.


Lean sinn:

Sanasan


Sanasan