Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 49:24 - પવિત્ર બાઇબલ C.L.

24 શું કોઈ યોદ્ધા પાસેથી લૂંટ ખૂંચવી શકે? શું તું જુલમી માલિક પાસેથી બંદીવાનને છોડાવી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 શું પરાક્રમી પાસેથી લૂંટ ખૂંચવી લઈ શકાશે? શું જુલમીના હાથમાંથી ન્યાયી બંદીવાન છોડાશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 શું શૂરવીર પાસેથી લૂંટ છીનવી શકાય અથવા શું જુલમીના હાથમાંથી બંદીવાનોને છોડાવી શકાય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 શકિતશાળી માણસના હાથમાંથી શિકારને કોણ પાછો ઝૂંટવી શકે? અત્યાચારી રાજવી પાસે બંદીવાનોને મુકત કરાવવાની માગણી કોણ કરી શકે?

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 49:24
17 Iomraidhean Croise  

“આ બધું બન્યા પછી અને અમારા અપરાધ અને પાપની સજા ભોગવ્યા પછી હે અમારા ઈશ્વર, અમે જાણીએ છીએ કે અમને થવી જોઈએ એના કરતાં ઘણી થોડી શિક્ષા તમે અમને કરી છે અને આટલા લોક બચાવ્યા છે.


કારણ, અમે તો ગુલામ હતા, પણ અમારી ગુલામી અવસ્થામાં તમે અમને તજી દીધા નહિ. તમે ઇરાનના રાજાઓના મનમાં અમારા પ્રત્યે દયાભાવ ઉત્પન્‍ન કર્યો, એટલે તેમણે અમને જીવતદાન આપ્યું છે. તેમજ તમારા ખંડિયેર બની ગયેલા મંદિરને ફરીથી બાંધવાની પરવાનગી આપી છે, અને અમને યહૂદિયા તથા યરુશાલેમમાં સલામતી બક્ષી છે.


અમને શિક્ષા કરવામાં તમે વાજબી રીતે વર્ત્યા છો; અમે પાપ કર્યું હોવા છતાં તમે વિશ્વાસુ રહ્યા છો.


તેઓ અમારો અને અમારાં ઢોરઢાંકનો તેમને ફાવે તેવો ઉપયોગ કરે છે, અને અમે ભારે વિપત્તિમાં છીએ!”


પણ તેમના લોક તો ખુવાર થયા છે અને લૂંટાયા છે. તેઓ ખાડામાં ફસાયા છે અને કેદખાનામાં પૂરાયા છે. તેઓ શિકાર થઈ પડયા છે અને તેમની વહારે આવનાર કોઈ નથી. તેઓ લૂંટરૂપ થઈ પડયા છે, અને ‘તેમને છોડી દો’ એવું કહેનાર કોઈ નથી.


તેમના સૈનિકોની ગર્જના સિંહની ત્રાડ જેવી છે. તેઓ સિંહનાં બચ્ચાની માફક ગર્જના કરશે અને ધૂરકશે. તેઓ શિકાર પકડીને ખેંચી જશે અને તેને છોડાવનાર કોઈ મળશે નહિ.


તેથી હું મહાપુરુષો સાથે તેને હિસ્સો આપીશ અને તે બળવાનો સાથે લૂંટ વહેંચશે. કારણ, છેક મરણ પામતાં સુધી તેણે પોતાનો આત્મા રેડી દીધો અને અપરાધીઓ સાથે તેની ગણના થઈ. પણ તેણે તો ઘણાંનાં પાપ ઉઠાવ્યાં અને અપરાધીઓ માટે મયસ્થી કરી.


ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના સમગ્ર વંશજો આ હાડકાં જેવાં છે. તેઓ કહે છે કે, ‘અમારાં હાડકાં સૂકાઈ ગયાં છે, અમારી આશા નાશ પામી છે. અમારે કોઇ ભવિષ્ય નથી.’


પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું આ હાડકાં પાછાં જીવતાં થઇ શકે?” મેં કહ્યું: “પ્રભુ પરમેશ્વર, એ તો માત્ર તમે જ જાણો છો.”


સર્વશક્તિમાન પ્રભુ કહે છે, “હું તારો દુશ્મન છું! હું તારા રથો બાળી નાખીશ. તારા સૈનિકો યુદ્ધમાં ખપી જશે. તેં જે બીજાઓ પાસેથી પચાવી પાડયું છે, તે બધું હું તારી પાસેથી લઈ લઈશ. તારા રાજદૂતોની માગણી કોઈ સાંભળશે નહિ.”


બળવાન માણસના ઘરમાં જઈને કોઈ તેને લૂંટી શકતું નથી. તેમ કરતાં પહેલાં તેણે પેલા બળવાન માણસને બાંધી દેવો પડે છે, અને ત્યાર પછી જ તે લૂંટ ચલાવી શકે છે.


“બળવાન માણસને પ્રથમ બાંયા વિના તેના ઘરમાં જઈને કોઈ તેની માલમિલક્ત લૂંટી શકતું નથી. તેને બાંયા પછી જ તેનું ઘર લૂંટી શકાય છે.


Lean sinn:

Sanasan


Sanasan