Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 49:21 - પવિત્ર બાઇબલ C.L.

21 ત્યારે તું તારા મનમાં કહીશ, “આ બધાં બાળકોને કોણે જન્મ આપ્યો? મને તો સંતાનવિયોગ થયેલો અને બીજાં સંતાનની તો આશા નહોતી! મને તો દેશનિકાલમાં ઘસડી જવામાં આવી હતી અને તજી દેવામાં આવી હતી. તો એમને કોણે ઉછેર્યાં? હું તો એકલીઅટૂલી હતી, તો પછી આ બધાં આવ્યાં ક્યાંથી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ત્યારે તું તારા મનમાં કહેશે, ‘મારે માટે તેઓને કોણે જન્મ આપ્યો છે? કેમ કે હું પુત્રહીન ને વાંઝણી છું, બંદીવાન તથા આમતેમ ભટકનારી છું. તેઓને કોણે ઉછેર્યા છે? હું એકલી રહેતી હતી. તેઓ ક્યાં હતા?’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પછી તું તારા મનમાં કહેશે, ‘મારે માટે આ બાળકોને કોણે જન્મ આપ્યો છે? હું તો નિરાધાર તથા નિઃસંતાન, બંદીવાન તથા છૂટાછેડા પામેલી છું. આ બાળકોને કોણે ઉછેર્યાં છે? જુઓ, હું એકલી રહેતી હતી; આ બાળકો ક્યાંથી આવ્યાં?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પછી તું મનમાં વિચાર કરશે, હું તો સંતાન વિહોણી ત્યકતા હતી, આ બધા બાળકો મને થયા શી રીતે? ‘હું તો એકલીઅટૂલી હતી, ત્યારે એમને ઉછેર્યા કોણે? એ આવ્યાં ક્યાંથી?’”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 49:21
21 Iomraidhean Croise  

ફક્ત સિયોનનગરી એટલે યરુશાલેમ જ બાકી છે અને તેને પણ ઘેરો ઘાલવામાં આવ્યો છે. તેની હાલત દ્રાક્ષવાડીમાંની ચોકીદારની ઝૂંપડી જેવી અને ક્કડીની વાડીમાંની છાપરી જેવી છે.”


કિલ્લાવાળું શહેર ઉજ્જડ બન્યું છે. તે તજાયેલા વસવાટ સમું અને નિર્જન રણ જેવું બન્યું છે. ત્યાં વાછરડાઓ ચરે છે અને આરામ કરે છે.


કારણ, યાકોબનાં સંતાન તેમની વચમાં કરાયેલાં મારાં હાથનાં કાર્યો જોશે ત્યારે તેઓ મારા પવિત્ર નામનું સન્માન કરશે. તેઓ મારો યાકોબના પવિત્ર ઈશ્વર તરીકે સ્વીકાર કરશે અને ઇઝરાયલના ઈશ્વર તરીકે મારો આદરપૂર્વક ડર રાખશે.


શહેરના દરવાજા શોકવિલાપ કરશે, બલ્કે તે ઉજ્જડ બની જમીનદોસ્ત થઈ જશે.


તેથી સમજણને અભાવે તમને બંદિવાનો તરીકે લઈ જવામાં આવશે. તમારા આગેવાનો ભૂખે મરશે અને આમજનતા તરસે મરશે.


હે યરુશાલેમ, તારી ધૂળ ખંખેરી નાખ અને ઊઠીને રાજ્યાસન પર બિરાજમાન થા. હે સિયોનના બંદીવાન લોકો, તમારી ગરદન પરની જંજીરોથી મુક્ત થાઓ.


“તારામાં થઈને કોઈ પસાર પણ ન થાય એવી તું તજાયેલી અને ધિક્કારાયેલી હોવા છતાં હું તને કાયમને માટે વૈભવી બનાવીશ અને તું હરહમેશનું રમણીય સ્થળ બની રહેશે.


વાદળની જેમ તથા પોતાના ગોખમાં પાછાં ફરી રહેલાં કબૂતરોની જેમ આવી રહેલાં આ વહાણો કોનાં છે?


તું ફરીથી ‘અઝુબા’ ચત્યક્તધૃકહેવાશે નહિ, તેમ જ તારો દેશ ‘શમામા’ ચવેરાનૃકહેવાશે નહિ; પણ તું ‘હેફસીબા’ ચમારો આનંદૃકહેવાશે અને તારો દેશ ‘બેઉલા’ ચપરિણીતધૃકહેવાશે. કારણ, પ્રભુ તારા પર પ્રસન્‍ન છે, અને તારા દેશને માટે તે પતિ જેવા બની રહેશે.


તમારાં પવિત્ર શહેરો રણ જેવાં બની ગયાં છે. સિયોન પણ વેરાન છે; યરુશાલેમ ઉજ્જડ બન્યું છે.


કેટલાકને તલવારથી મારી નાખવામાં આવશે, અને બીજાઓને અન્ય દેશોમાં કેદીઓ તરીકે લઈ જવામાં આવશે, અને બિનયહૂદીઓનો સમય પૂરો થાય ત્યાં સુધી તેઓ યરુશાલેમને ખૂંદશે.


તમ બિનયહૂદીઓ જંગલી ઓલિવ વૃક્ષની ડાળીઓ જેવા છો, અને ઉછેરવામાં આવેલ ઓલિવ વૃક્ષ સાથે તમને કુદરતની વિરુદ્ધ જોડવામાં આવ્યા છે. યહૂદીઓ આ ઉછેરેલા વૃક્ષની ડાળીઓ જેવા છે. ઈશ્વરને માટે એ અસલ ડાળીઓને તેમના મૂળ ઓલિવ વૃક્ષમાં કલમ કરવાનું ક્મ કેટલું સરળ છે!


જો તમે ખ્રિસ્તના છો, તો તમે અબ્રાહામના વંશજ પણ છો, અને ઈશ્વરે આપેલા વરદાન પ્રમાણે તમે વારસો પણ પ્રાપ્ત કરશો.


Lean sinn:

Sanasan


Sanasan