Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 49:20 - પવિત્ર બાઇબલ C.L.

20 દેશનિકાલ દરમ્યાન જન્મેલાં તારાં બાળકો તને કહેશે, ‘આ તો બહુ સાંકડી જગ્યા છે, અમને વસવાને વિશાળ જગ્યા કરી આપ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જે પુત્રો તારાથી છૂટા પડયા હતા તેઓ ફરીથી તારા સાંભળતાં કહેશે, ‘અમને સંકડાશ છે; અમારે માટે જગા કર કે, અમે રહી શકીએ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તારા વિરહના સમયમાં જન્મેલા બાળકો તારા સાંભળતાં કહેશે, ‘આ જગા અમારે માટે ખૂબ સાંકડી છે, અમારે માટે જગા કર કે અમે રહી શકીએ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 દેશવટાના દિવસોમાં જન્મ ધારણ કરનારાં બાળકો પાછાં આવશે અને તેને કહેશે, ‘અમારે વધારે જગાની જરૂર છે! કેમ કે આ જગા તો ખીચોખીચ ભરાઇ ગઇ છે!’

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 49:20
11 Iomraidhean Croise  

એક દિવસે એલિશા હસ્તકના સંદેશવાહકોના સંઘે તેની આગળ રજૂઆત કરી, “આપણે રહેવાની જગા ઘણી સાંકડી છે!


કારણ, યાકોબનાં સંતાન તેમની વચમાં કરાયેલાં મારાં હાથનાં કાર્યો જોશે ત્યારે તેઓ મારા પવિત્ર નામનું સન્માન કરશે. તેઓ મારો યાકોબના પવિત્ર ઈશ્વર તરીકે સ્વીકાર કરશે અને ઇઝરાયલના ઈશ્વર તરીકે મારો આદરપૂર્વક ડર રાખશે.


“હું સિયોનને અને તેનાં ખંડિયેરોમાં વસતા સૌને આશ્વાસન આપીશ. હું તેના વેરાનપ્રદેશને એદન જેવો અને તેના સૂકાપ્રદેશને ‘પ્રભુની વાડી’ જેવો બનાવી દઈશ. તેમાં આનંદોત્સવ થશે અને ગાનતાન સાથે મારાં સ્તુતિગીત ગવાશે.


તારી નજર ઊંચી કરીને ચારે તરફ જો. તારા લોક એકઠા થઈ રહ્યા છે; તેઓ તારી પાસે આવે છે. તારા પુત્રો દૂરદૂરથી આવશે અને તારી પુત્રીઓને કેડે બેસાડીને લાવવામાં આવશે.


ઇઝરાયલના લોકો દરિયાની રેતી સમાન અગણિત અને અમાપ થશે. અત્યારે પ્રભુ તેમને આમ કહે છે: “તમે મારા લોક નથી.” પણ એવો દિવસ આવે છે જ્યારે તે તેમને કહેશે, “તમે જીવતા ઈશ્વરના પુત્રો છો.”


હું તેમને ઇજિપ્તમાંથી અને આશ્શૂરમાંથી તેમના વતનમાં પાછા લાવીશ અને તેમને ગિલ્યાદ અને લબાનોનમાં વસાવીશ. આખો દેશ વસ્તીથી ભરપૂર થઈ જશે.


પહેલા દૂતે બીજાને કહ્યું, “જા, દોડ, પેલા માપદોરીવાળા યુવાનને કહે કે યરુશાલેમમાં એટલા બધા લોકો, અને ઢોરઢાંક થવાનાં છે કે તેનો કોટ રાખી ન શકાય એટલું મોટું તે બનવાનું છે.


’અબ્રાહામ અમારો પૂર્વજ છે,’ એમ કહીને બહાનું ન કાઢશો. હું તમને કહું છું કે ઈશ્વર તો આ પથ્થરોમાંથી પણ અબ્રાહામને માટે સંતાનો ઉત્પન્‍ન કરી શકે તેમ છે!


Lean sinn:

Sanasan


Sanasan