Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 49:13 - પવિત્ર બાઇબલ C.L.

13 હે આકાશો, આનંદ કરો! હે પૃથ્વી, હર્ષનાદ કર! હે પર્વતો, જયજયકાર કરો! કારણ, પ્રભુએ પોતાના લોકને દિલાસો આપ્યો છે. તેમણે પોતાના દુ:ખી લોક પર દયા દાખવી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, આનંદ કર; પર્વતો, તમે જયઘોષ કરવા માંડો, કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, પોતાના દુ:ખી માણસો પર દયા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હે આકાશો, ગાઓ અને હે પૃથ્વી, આનંદ કર; હે પર્વતો, તમે જયઘોષ કરવા માંડો! કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે અને તે પોતાના દુ:ખી લોકો પર દયા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, તું આનંદ કર; હે પર્વતો, તમે જયઘોશ કરવા માંડો, કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, અને પોતાની દુ:ખી પ્રજા પર કરુણા દર્શાવી છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 49:13
32 Iomraidhean Croise  

આકાશો આનંદ કરો, પૃથ્વી હર્ષ પામો, અને પ્રજાઓ સમક્ષ જાહેર કરો કે, “પ્રભુ રાજ કરે છે!”


પર્વતો અને સર્વ ડુંગરાઓ; ફળવૃક્ષો અને સર્વ ગંધતરુઓ;


ઘાસનાં બીડો ટોળાંઓથી ઢંકાઈ જાય છે, ખીણપ્રદેશો ધાન્યથી આચ્છાદિત બને છે; તેઓ હર્ષનાદ કરે છે અને આનંદથી ગાય છે.


આકાશ અને પૃથ્વી ઈશ્વરનું સ્તવન કરો, સમુદ્રો અને તેમાંનાં સર્વ જળચરો તેમની સ્તુતિ કરો;


તમે મને હજુ વધુ માનવંત બનાવશો, અને તમે મને પુન: સાંત્વન આપશો.


તમારો ભુજ બળવાન છે, તમારો ડાબો હાથ વિજયી અને જમણો હાથ ઉગામેલો છે.


તે દિવસે તમે ગાશો: “હે પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, પણ હવે તમારો રોષ શમી ગયો છે અને તમે મને દિલાસો આપો છો.


પ્રભુ ફરીથી યાકોબના વંશજો પર દયા કરશે; હા, તે ઇઝરાયલને પોતાના લોક તરીકે ફરીથી પસંદ કરશે. તે તેમને ફરીથી પોતાના વતનમાં વસાવશે. પરદેશીઓ પણ ત્યાં આવીને યાકોબના વંશજોની સાથે સાથે રહેશે.


હે પૃથ્વીનાં ઊંડાણો, તમે જયઘોષ કરો! હે પર્વતો અને વન તથા તેમાંનાં બધાં વૃક્ષો, તમે આનંદનાં ગીત ગાવા માંડો! કારણ, પ્રભુએ યાકોબનો ઉદ્ધાર કર્યો છે અને ઇઝરાયલમાં પોતાનો મહિમા પ્રગટ કર્યો છે.


બેબિલોનમાંથી નીકળી જાઓ, ખાલદીઓથી નાસી છૂટો. હર્ષનાદ સહિત જાહેર કરો અને પૃથ્વીના છેડે છેડે આ સંદેશો પહોંચાડો કે, “પ્રભુએ પોતાના સેવક યાકોબનો ઉદ્ધાર કર્યો છે.”


પણ સિયોનનગરી તો કહે છે, “પ્રભુએ મને તજી દીધી છે, અમારા માલિક અમને વીસરી ગયા છે.”


પ્રભુ કહે છે, “હું તમને હૈયાધારણ આપું છું તો પછી મર્ત્ય માનવથી, ઘાસ જેવા નાશપાત્ર માણસોથી શા માટે બીઓ છો?


“હું સિયોનને અને તેનાં ખંડિયેરોમાં વસતા સૌને આશ્વાસન આપીશ. હું તેના વેરાનપ્રદેશને એદન જેવો અને તેના સૂકાપ્રદેશને ‘પ્રભુની વાડી’ જેવો બનાવી દઈશ. તેમાં આનંદોત્સવ થશે અને ગાનતાન સાથે મારાં સ્તુતિગીત ગવાશે.


હે યરુશાલેમનાં ખંડિયેરો, તમે સૌ સાથે મળી આનંદનાં ગીતો ગાવા લાગો! કારણ, પ્રભુએ પોતાના શહેરનો ઉદ્ધાર કરીને પોતાના લોકને આશ્વાસન આપ્યું છે.


“મેં તને પળવાર તજી દીધી હતી. પણ અપાર પ્રેમથી હું તને પાછી બોલાવીશ.


મારા ક્રોધાવેશમાં હું તારાથી ક્ષણભર વિમુખ થયો હતો પણ હું અવિરત પ્રેમથી તારા પર કરુણા દાખવીશ.” તારો ઉદ્ધાર કરનાર પ્રભુ એવું કહે છે.


“તમે બેબિલોનમાંથી આનંદસહિત નીકળી જશો. તમને સહીસલામત દોરી જવામાં આવશે. તમારી આગળ પર્વતો અને ડુંગરો આનંદથી ગાવા માંડશે અને વૃક્ષો હર્ષનાદથી તાળી પાડવા લાગશે.


ત્યારે યુવતીઓ આનંદથી નૃત્ય કરશે, યુવાનો અને વૃદ્ધો આનંદ કરશે; કારણ, તેમના શોકને હું આનંદમાં પલટી નાખીશ, અને તેમનું દુ:ખ દૂર કરીને તેમને સાંત્વન અને હર્ષ આપીશ.


ઉત્તર તરફથી આવેલા લોકોના હાથે બેબિલોનનું પતન થશે. તેનો વિનાશ થશે ત્યારે આકાશ અને પૃથ્વી અને તેમાં આવેલા સૌ કોઈ જયજયકાર કરશે. હું પ્રભુ આ બોલું છું.


પ્રભુ પરમેશ્વર કહે છે કે, હું પણ એવો ઉજ્જડ અને વેરાન બનાવી દઈશ કે આખી દુનિયા તારા પતનથી હરખાશે.


એ જ પ્રમાણે હું તમને કહું છું કે, “પસ્તાવો કરતા એક પાપીને લીધે ઈશ્વરના દૂતો આનંદ કરે છે.”


પણ દયભંગિતોને દિલાસો આપનાર ઈશ્વરે તિતસના આગમન દ્વારા અમને પ્રોત્સાહન આપ્યું.


Lean sinn:

Sanasan


Sanasan