Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 48:9 - પવિત્ર બાઇબલ C.L.

9 મારા નામને ખાતર મેં કોપ કરવામાં વિલંબ કર્યો છે અને મારી પ્રતિષ્ઠાને અર્થે મેં તેને રોકી રાખ્યો છે, જેથી તારો નાશ ન થઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 મારા પોતાના નામની ખાતર હું મારો કોપ શમાવીશ, ને મારી સ્તુતિને અર્થે તારા પ્રત્યે મારા [રોષને] હું કબજામાં રાખીશ કે, જેથી હું તને નાબૂદ ન કરું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 મારા નામની ખાતર હું મારો કોપ મુલતવી રાખીશ અને મારા સન્માનની ખાતર હું તારો નાશ કરવામાં ધીરજ રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “મારા નામની માટે મેં મારા ક્રોધને રોકી રાખ્યો હતો, મારી પ્રતિષ્ઠાને માટે મેં સંયમ રાખ્યો હતો, તમારો નાશ નહોતો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 48:9
22 Iomraidhean Croise  

છતાં પોતાના નામની ખાતર, અને પોતાનું પરાક્રમ દર્શાવવા ઈશ્વરે તેમને ઉગાર્યા.


તમારા નામને ખાતર મને જીવંત રાખો; તમારી ઉદ્ધારક શક્તિથી મારા પ્રાણને સંકટમાંથી બહાર કાઢો.


હે પ્રભુ, તમારા નામની ખાતર મારા મોટા અપરાધની મને ક્ષમા આપો.


છતાં રહેમદિલ ઈશ્વરે તેમનાં પાપ માફ કર્યાં, અને તેમનો વિનાશ કર્યો નહિ. વારંવાર ઈશ્વરે પોતાના ક્રોધને અંકુશમાં રાખ્યો, અને પોતાના પ્રકોપને પૂરેપૂરો ભભૂકવા દીધો નહિ,


હે અમારા ઉદ્ધારર્ક્તા ઈશ્વર! તમારા નામના ગૌરવને ખાતર અમને સહાય કરો; તમારા નામની ખાતર અમને ઉગારો ને અમારાં પાપોની ક્ષમા કરો.


શાણો માણસ પોતાના ક્રોધને અંકુશમાં રાખે છે; અન્યના અપરાધની દરગુજર કરવી એમાં તેની શોભા છે.


છતાં પ્રભુ તમારા પર દયા કરવાને આતુર છે અને તમારા પર કરુણા દાખવવા તત્પર છે. કારણ, તે ન્યાયી ઈશ્વર છે અને જેઓ તેમની અપેક્ષા સેવે છે તેવા સૌને ધન્ય છે.


મારા પોતાના માનને લીધે અને મારા સેવક દાવિદને આપેલા વચનને લીધે હું આ નગરની રક્ષા કરીને તેનો બચાવ કરીશ.”


છતાં મારી પોતાની ખાતર તમારા અપરાધ ભૂંસી નાખનાર હું જ છું. હું તમારાં પાપ તમારી વિરુદ્ધમાં સંભારીશ નહીં.


હું આ બધું મારે પોતાને ખાતર કરું છું. હું મારા નામને કલંક લાગવા દઈશ નહિ અને મારા મહિમામાં બીજા કોઈને ભાગીદાર થવા દઈશ નહિ.”


પ્રભુ કહે છે, “દ્રાક્ષના ઝૂમખામાં હજી રસ મળી શકે તેમ હોય ત્યાં સુધી લોકો કહે છે, ‘એનો નાશ ન કરશો; હજી એમાં આશિષ બાકી રહ્યો છે.’ હું પણ મારા સેવકોના સંબંધમાં એવું જ કરીશ. હું તેમનો સૌનો નાશ કરીશ નહિ.


લોકો મને પ્રભુને વિનંતી કરે છે: ‘જો કે અમારાં પાપ અમને દોષિત ઠરાવે છે, તોપણ તમારી નામનાને ખાતર અમને મદદ કરો! અમે વારંવાર તમારો ત્યાગ કર્યો છે અને તમારી જ વિરુદ્ધ અમે પાપ કર્યાં છે.


પણ જે પ્રજાઓના દેખતાં મેં તેમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા તેમની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે એ રીતે હું વર્ત્યો.


પણ મેં તેમ કરવાથી મારા હાથ પાછો રાખ્યો. જે પ્રજાઓનાં દેખતાં મેં તેમને મુક્ત કર્યા હતા, તેમની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે એ રીતે હું વર્ત્યો.


હે ઇઝરાયલ, જ્યારે હું તમારી સાથે તમારાં દુષ્ટ અને અધમ આચરણ અનુસાર નહિ વર્તતાં મારા નામને શોભે એવો વર્તાવ કરીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


પણ તેઓ જે લોકોની વચ્ચે વસતા હતા અને જેમના દેખતાં મેં તેમને ઇજિપ્તદેશમાંથી મુક્ત કરીને પોતાને પ્રગટ કર્યો એ ઇજિપ્તી લોકોની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે તે રીતે હું વર્ત્યો.


પણ મને તો મારા પવિત્ર નામની પરવા છે, કારણ, જ્યાં જ્યાં ઇઝરાયલીઓ ગયા ત્યાં ત્યાં તેમણે તેને કલંક લગાડયું છે.”


કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ આ વિષે સાંભળશે એટલે તેઓ અમને ઘેરી લઈને અમારું નામનિશાન ભૂંસી નાખશે, ત્યારે તમારા મહાન નામનું ગૌરવ જાળવવા તમે શું કરશો?”


પ્રભુ પોતાના નામની પ્રતિષ્ઠાને લીધે તમને તજી દેશે નહિ. કારણ, તેમણે તમને પોતાના લોકો બનાવવાનો નિર્ધાર કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan