Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 48:6 - પવિત્ર બાઇબલ C.L.

6 મેં તને અગાઉ જે જણાવેલું તે તેં સાંભળ્યું હતું અને હવે એ બધું બન્યું છે તે તું જોઈ શકે છે. પણ હવે હું અગાઉ જાહેર નહિ કરેલા ભાવિના નવા બનાવો વિષે કહીશ: જેના વિષે તું જાણતો નથી એવા છૂપા બનાવો અંગે કહીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેં તે સાંભળ્યું છે; આ સર્વ જો; અને શું તમે તે વિષે સાક્ષી પૂરશો નહિ? હવેથી નવી ને ગુપ્ત રાખેલી બિનાઓ કે જે તેં જાણી નથી, તે હું તને કહી સંભળાવું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તમે તે સાંભળ્યું છે; આ સર્વ પુરાવા જુઓ; અને શું તમે એ સ્વીકારશો નહિ કે મેં જે કહ્યું તે સત્ય છે? હવેથી હું તમને નવી અને ગુપ્ત રાખેલી બિનાઓ કે જે તમે જાણી નથી, તે તમને કહી સંભળાવું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “તમે મારા ભવિષ્યકથનો વિષે સાંભળ્યું છે અને તેમને પરિપૂર્ણ થતાં પણ જોયા છે. છતાં તેની સાથે સહમત થવાની તેં સંમત્તિ દર્શાવી નથી. હવે હું તને નવી બાબતો વિષે કહું છું જે મેં અગાઉ કહ્યું નથી, હું તને એક ગુપ્ત બાબત કહું છું જે તેં પહેલા સાંભળી નથી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 48:6
29 Iomraidhean Croise  

જે જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે, અને માણસો પ્રભુની ભલાઈનાં કાર્યો પર વિચાર કરશે.


તમારા મુખનાં સર્વ ચુકાદા હું મારા હોઠોથી મુખપાઠ કરીશ.


હે મારા ઇઝરાયલી લોકો, ઘઉંને ખળામાં ઝૂડવામાં આવે તેમ તમને ઝૂડવામાં આવ્યા હતા. પણ હવે હું તમને ઇઝરાયલના ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ તરફથી મળેલ શુભસમાચાર પ્રગટ કરું છું.


તેં ઘણી બાબતો જોઈ છે, પણ તે પર લક્ષ આપ્યું નથી. તારા કાન ખુલ્લા છે, પણ તું કંઈ સાંભળતો નથી.”


હું યાહવે છું; એ જ મારું નામ છે. હું મારા મહિમામાં અન્ય દેવોને અને મારી સ્તુતિમાં મૂર્તિઓને ભાગીદાર થવા દઈશ નહિ.


જે બાબતો મેં અગાઉ કહી હતી તે હવે સાચી પડી છે. હવે બીજી નવી બાબતો બને તે પહેલાં હું તને તે કહી સંભળાવું છું.”


જુઓ, હું નવું કાર્ય કરું છું. હવે તે પ્રગટ થઈ રહ્યું છે. શું તમે તે જોઈ શક્તા નથી? હું વેરાનપ્રદેશમાં માર્ગ તૈયાર કરું છું અને રણપ્રદેશમાં નદીઓ વહેતી કરું છું.


એ બનાવો ભૂતકાળના નથી, પણ તાજેતરમાં થનાર છે. આજદિન સુધી તેં એ વિષે ક્યારેય સાંભળ્યું નથી. તેથી તું એ જાણે છે એવો દાવો તું કરી શકે તેમ નથી.


“અરે, ઇઝરાયલના લોકો, મારો સંદેશો ધ્યનથી સાંભળો. શું હું તમારે માટે ઉજ્જડ રણપ્રદેશ કે ઘોર અંધકારના પ્રદેશ સમાન છું? તો પછી તમે મારા લોક શા માટે એમ કહો છો કે ‘અમે તો મુક્ત છીએ; અને અમે કદી તમારી પાસે પાછા ફરીશું નહિ?’


તે કહે છે, “મને પોકાર કર, એટલે હું તને ઉત્તર આપીશ અને જે મહાન અને ગહન બાબતો વિષે તું કશું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ.


“બધા દેશોમાં આ સમાચાર પ્રગટ કરો, તેની ઘોષણા કરો, વજા ફરકાવીને જાહેરાત કરો; અને છુપાવશો નહિ: ‘બેબિલોનને જીતી લેવામાં આવ્યું છે; તેનો દેવ બેલ લજ્જિત થયો છે અને તેના દેવ મારદૂકના ભુક્કા બોલી ગયા છે. તેની મૂર્તિઓ બદનામ થઈ છે અને તેના ધૃણાસ્પદ દેવોનાં પૂતળા ભાંગી પડયાં છે.


શહેરમાં રણભેરી વાગે અને લોકો ભયભીત ન થાય એવું બને ખરું? પ્રભુના મોકલ્યા વિના કોઈ નગર પર આપત્તિ આવી પડે ખરી?


પ્રભુનો ડર રાખવો એમાં ડહાપણ છે. તે શહેરને હાંક મારે છે: “હે નગરજનો, સજાની સોટી અને એનું નિર્માણ કરનારને લક્ષમાં લો અને ચેતો.


હું તમને અંધકારમાં જે જણાવું છું તે તમે દિવસના પૂર્ણ પ્રકાશમાં જાહેર કરો; અને તમે ખાનગીમાં જે સાંભળો છો તે ઘરના ધાબા પરથી પોકારો.


હવેથી હું તમને નોકર ગણતો નથી; કારણ, પોતાનો શેઠ શું કરે છે, તેની નોકરને ખબર હોતી નથી. એથી ઊલટું, હું તો તમને મિત્રો કહું છું; કારણ, જે કંઈ પિતા પાસેથી મેં સાંભળ્યું, તે બધું જ મેં તમને જણાવી દીધું છે.


પણ જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્યથી ભરપૂર થશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી બનશો.”


શાસ્ત્રમાં લખેલું છે, “માનવીએ જે વાનાં કદી જોયાં નથી, જેના વિષે કદી સાંભળ્યું નથી, અને જેના વિષે કલ્પનાયે કરી ન હોય, તે વાનાં ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓ માટે સિદ્ધ કર્યાં છે.”


તો હવે તું જે જુએ, એટલે જે બને છે અને હવે પછી જે જે બનવાનું છે તે લખી નાખ.


તે પછી મેં બીજું સંદર્શન જોયું, મેં સ્વર્ગમાં એક દ્વાર ખુલ્લું થયેલું જોયું! અને પહેલાં સાંભળ્યો હતો તેવા રણશિંગડાના જેવા જ અવાજે મને કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે બનાવો અવશ્ય બનવાના છે તે હું તને બતાવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan