Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 48:16 - પવિત્ર બાઇબલ C.L.

16 મારી પાસે આવીને મારું સાંભળો: હું તો શરૂઆતથી જ કંઈ ગુપ્તમાં બોલ્યો નથી અને એ પ્રમાણે બને ત્યારે ય ત્યાં મારી હાજરી હોય છે.” હવે પ્રભુ પરમેશ્વરે મને તેમના આત્માનો સાથ આપી મોકલ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 મારી પાસે આવો, આ સાંભળો; પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું. અને હવે પ્રભુ યહોવાએ પોતાના આત્મા સહિત મને મોકલ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 મારી પાસે આવો, આ સાંભળો; પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું; અને હવે પ્રભુ યહોવાહે મને અને તેમના આત્માને મોકલ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 મારી નજીક આવો, અને આ સાંભળો, શરુઆતથી જ હું જાહેરમાં જે થવાનું છે તે સ્પષ્ટ શબ્દોમાં કહેતો આવ્યો છું અને આ બધું બન્યું તે બધો સમય હું હાજર હતો.” અને હવે મારા માલિક યહોવાએ મને પોતાના આત્મા સાથે મોકલ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 48:16
13 Iomraidhean Croise  

હે સર્વ પ્રજાઓ, પાસે આવીને સાંભળો! હે લોકો, લક્ષ દો! આખી પૃથ્વી અને તેમાંનું સર્વસ્વ, આખી દુનિયા અને તેના રહેવાસીઓ સૌ કોઈ સાંભળો!


ઈશ્વર કહે છે, “હે ટાપુઓ, મારી આગળ શાંત થાઓ! પ્રજાઓ પોતાની તાક્ત એકઠી કરે! તેઓ આગળ આવીને પોતાનો દાવો રજૂ કરે. આવો, અદાલતમાં એકત્ર થઈ તેનો નિકાલ લાવીએ.”


હું જ ઈશ્વર છું; હું અનાદિ ઈશ્વર છું. મારા હાથમાંથી કોઈ છોડાવી શકે તેમ નથી. મારા કાર્યને કોઈ નિરર્થક કરી શકતું નથી.”


હું ગુપ્તમાં કે કોઈ અંધારા ખૂણામાં છાનોછપનો બોલ્યો નથી. મેં ઇઝરાયલ લોકને મારી શોધ કરવા કારણ વિના કહ્યું નથી. હું પ્રભુ છું અને હું સત્ય બોલું છું; જે સાચું છે તે હું જણાવું છું.”


પણ તમે જાદુગરણના પુત્રો, વ્યભિચારિણી અને વેશ્યાનાં સંતાન, તમે અહીં પાસે આવો.


“પ્રભુનો આત્મા મારા પર છે; કારણ, ગરીબોને શુભસંદેશનો ઉપદેશ આપવા તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા અને અંધજનોને દૃષ્ટિ પાછી મળવાની જાહેરાત કરવા, કચડાયેલાઓને મુક્ત કરવા


ઈસુએ જવાબ આપ્યો, “હું બધાની સાથે જાહેરમાં બોલ્યો છું; મારું બધું શિક્ષણ મેં ભજનસ્થાનો અને મંદિર, જ્યાં સઘળા યહૂદીઓ એકઠા થાય છે, ત્યાં આપ્યું હતું. હું કોઈ વાત ખાનગીમાં બોલ્યો નથી.


જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરની વાણી બોલે છે, કારણ, ઈશ્વર તેને પોતાનો આત્મા ભરપૂરીથી આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan