Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 48:13 - પવિત્ર બાઇબલ C.L.

13 મેં મારે હાથે પૃથ્વીના પાયા નાખ્યા હતા અને મારા જમણા હાથથી આકાશોને પ્રસાર્યાં હતાં. હું આકાશ અને પૃથ્વીને હાકલ કરું એટલે તેઓ તરત મારી સમક્ષ હાજર થઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વળી મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો, ને મારે જમણે હાથે આકાશોને પ્રસાર્યાં; હું તેમને બોલાવું છું, એટલે તેઓ એકત્ર ઊભાં થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હા, મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો અને મારે જમણે હાથે આકાશોને પ્રસાર્યાં; જ્યારે હું તેઓને બોલાવું છું ત્યારે તેઓ એકસાથે ઊભા થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 મેં મારે પોતાને હાથે આ પૃથ્વીનો પાયો નાખ્યો હતો, અને આ આકાશને પાથર્યું હતું. હું જ્યારે તેમને બોલાવું છું ત્યારે તેઓ ઉભા થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 48:13
18 Iomraidhean Croise  

ઈશ્વરની જેમ તું પણ ગાળેલી ધાતુના ચમકદાર અરીસાના જેવું મજબૂત આકાશ પ્રસારી શકે ખરો?


પ્રાચીન કાળમાં તમે પૃથ્વીની સ્થાપના કરી, અને તમારા પોતાને હાથે આકાશોને રચ્યાં.


તેમણે પ્રત્યેક નક્ષત્રમાં તારાની સંખ્યા નિશ્ર્વિત કરી છે; તે દરેક નક્ષત્રને તેના નામથી બોલાવે છે.


મેં પ્રભુએ છ દિવસમાં પૃથ્વી, આકાશ, સમુદ્ર તથા તેમાંનું સર્વસ્વ બનાવ્યું; પરંતુ સાતમે દિવસે મેં આરામ કર્યો. મેં પ્રભુએ સાબ્બાથદિનને આશિષ આપીને પવિત્ર ઠરાવ્યો.


શું કોઈ પોતાના ખોબાથી દરિયાનાં પાણી માપી શકે? અથવા પોતાની વેંતથી આકાશોને માપી શકે? શું કોઈ પૃથ્વીની ધૂળને માપિયામાં સમાવી શકે? અથવા કોઈ પર્વતો અને ડુંગરોને ત્રાજવામાં તોલી શકે?


શું તમને ખબર નથી? શું તમે સાંભળ્યું નથી? શું તમને તે આરંભથી કહેવામાં આવ્યું નથી? પૃથ્વીને તેના પાયા પર કેવી રીતે જડવામાં આવી છે તેનો શું તમને ખ્યાલ નથી?


પ્રભુ તો પૃથ્વીથી ઊંચે, આકાશના ધુમ્મટની ઉપર રાજ્યાસન પર બિરાજે છે. તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તીડ જેવા છે. તે પડદાની માફક આકાશોને વિસ્તારે છે અને રહેવાના તંબુની જેમ તેમને પ્રસારે છે.


તમારી દષ્ટિ આકાશ તરફ ઊંચી કરી નિહાળો! આ બધાંને કોણે બનાવ્યા છે? તે બધાં નક્ષત્રોને તેમની નિયત સંખ્યા પ્રમાણે સૈન્યની જેમ દોરે છે અને પ્રત્યેક નક્ષત્રને નામ દઈને બોલાવે છે. તેમનાં મહાન સામર્થ્ય અને અગાધ શક્તિને લીધે બોલાવેલા નક્ષત્રોમાંથી એક પણ તારો ખૂટતો નથી.


ઈશ્વરે આકાશો ઉત્પન્‍ન કરીને તેમને પ્રસાર્યાં છે; તેમણે પૃથ્વીને તેમ જ તેમાં થતી નીપજને વિસ્તાર્યાં છે. તેમણે પૃથ્વીના બધા લોકમાં અને તેની પરના બધા સજીવોમાં પ્રાણ પૂર્યો છે. એ જ ઈશ્વર પ્રભુ પોતાના સેવકને કહે છે:


તને ગર્ભસ્થાનમાં ઘડનાર, તારા ઉદ્ધારક પ્રભુ આમ કહે છે: હું પ્રભુ છું. હું સકળ સૃષ્ટિનો સર્જનહાર છું. મેં એકલાએ આકાશોને પ્રસાર્યાં છે. મેં જાતે જ પૃથ્વીને વિસ્તારી છે.


પૃથ્વીનું સર્જન કરનાર અને માનવજાતને ઉત્પન્‍ન કરીને તેમાં વસાવનાર તો હું છું. મેં મારે હાથે આ આકાશોને પ્રસાર્યાં છે. હું તેનાં નક્ષત્રમંડળોને નિયંત્રિત કરું છું.


આકાશોને ઉત્પન્‍ન કરનાર એ જ એક માત્ર ઈશ્વર છે. પૃથ્વીને ઘડનાર અને બનાવનાર પણ તે જ છે; તેમણે જ એને સ્થાપન કરી છે. તેમણે એને નિર્જન રહેવા દેવા નહિ, પણ માણસોને વસવા માટે બનાવી છે. એવા પ્રભુ કહે છે, “હું પ્રભુ છું અને મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.


પણ તમે તો આકાશોને પ્રસારનાર અને પૃથ્વીના પાયા નાખનાર તમારા સર્જનહારને વીસરી ગયા છો. તેથી તો તમે તમારા જુલમગારોને લીધે આખો દિવસ સતત ભયમાં રહો છો. પણ તમારા જુલમગારોનો કોપ ક્યાં છે?


પ્રભુએ પોતાના સામર્થ્યથી પૃથ્વીની રચના કરી, પોતાના જ્ઞાનથી તેમણે તેને સંસ્થાપિત કરી; અને પોતાની પ્રજ્ઞાથી આકાશને વિસ્તાર્યું છે.


ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે.” એ રીતે અબ્રાહામ આપણો આત્મિક પિતા છે. જે મૂએલાંઓને સજીવન કરે છે અને જેમની આજ્ઞા દ્વારા બિનહયાત વસ્તુ અસ્તિત્વમાં આવે છે, તે જ ઈશ્વર ઉપર અબ્રાહામે વિશ્વાસ રાખ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan