Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 47:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેં કહ્યું, ‘હું તો સદાસર્વદા રાણી તરીકે રહીશ.’ પણ તેં આ બધી વાતો ધ્યાનમાં લીધી નહિ અને એનો આખરી અંજામ શો આવશે તેનો વિચાર કર્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 વળી તેં કહ્યું, ‘હું સર્વકાળ સુધી રાણી રહીશ.’ માટે તેં એ વાત ધ્યાનમાં ન લીધી, અને તેનું પરિણામ શું આવશે તે લક્ષમાં લીધું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેં કહ્યું, “હું સર્વકાળ સુધી રાણી તરીકે શાસન કરીશ.” તેં કદી એ વાત ધ્યાનમાં લીધી નહિ અને તેનું પરિણામ શું આવશે એ લક્ષમાં લીધું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેં કહ્યું, ‘હું સદાસર્વદા સમ્રાજ્ઞી રહીશ.’ તેં કદી આ બધું ધ્યાનમાં ન લીધું અને એનું પરિણામ શું આવશે એનો કદી વિચાર ન કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 47:7
18 Iomraidhean Croise  

પછી ફેરો ત્યાંથી પાછો પોતાને ઘેર ગયો. છતાં આ વાત વિષે તેણે વિચાર સરખોય કર્યો નહિ,


તેથી તેમણે પોતાનો ઉગ્ર ક્રોધ વરસાવ્યો છે અને યુદ્ધની આફત ઉતારી છે. જ્વાળાઓ આપણને વીંટાઈ વળી, પણ આપણે સમજ્યા નહિ. આપણે આગમાં સળગી ગયા, પણ તેમાંથી કંઈ બોધપાઠ લીધો નહિ.


પ્રભુ બેબિલોનને કહે છે, “છાનીમાની અંધારામાં બેસી રહે; કોઈ તને હવે રાજ્યોની રાણી કહેશે નહિ.


સદાચારીઓ માર્યા જાય છે અને તે પર કોઈ ધ્યાન દઈને વિચારતું નથી. નિષ્ઠાવાન માણસો મરણ પામે છે પણ કોઈ સમજતું નથી કે તેમને ભાવિ વિપત્તિમાંથી ઉપાડી લેવામાં આવે છે.


તું કોનાથી ગભરાય છે ને ડરે છે કે તું મારી સાથે કપટથી વર્તે છે, અને મને સંભારતીય નથી કે મારો વિચાર સરખોય કરતી નથી? મેં લાંબા સમયથી મૌન સેવ્યું છે એટલે તને મારો ડર લાગતો નથી?


“સંદેશવાહકો જૂઠો સંદેશ પ્રગટ કરે છે, યજ્ઞકારો પણ સંદેશવાહકોના કહ્યા પ્રમાણે લોકો પર જોહુકમી ચલાવે છે, અને મારા લોકોને એ બધું ગમે છે! પણ આખરે તેઓ શું કરશે?”


તેની મલિનતા તેનાં વસ્ત્ર પર ચોંટેલી છે. છતાં તેણે પોતાની આખરી અવસ્થાનો વિચાર કર્યો નહિ. તેનું પતન ભયાનક હતું, તેને દિલાસો દેનાર કોઈ નહોતું. તેના દુશ્મનોનો વિજય થયો છે અને તે દયા માટે પ્રભુને પોકારે છે.


“હે મનુષ્યપુત્ર, તૂરના શાસકને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: તું તારા મનના અભિમાનમાં ‘દેવ’ હોવાનો દાવો કરે છે. તું કહે છે કે કે ‘હું મધદરિયે ઈશ્વરની જેમ સિંહાસન પર બેઠો છું.’ તું પોતાને ઈશ્વર જેવો જ્ઞાની માની બેઠો છે. છતાં તું મનુષ્ય જ છે, દેવ નથી.


તેને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: હે ઇજિપ્તના રાજા ફેરો, નાઇલ નદીમાં પડી રહેનાર રાક્ષસી મગર, હું તારી વિરુદ્ધ છું. તું કહે છે કે નાઇલ નદી મારી છે; તેં તારે માટે એને બનાવી છે.


“હે મનુષ્યપુત્ર, પ્રભુ પરમેશ્વર ઇઝરાયલ દેશને કહે છે કે, અંત નજીક છે, આખા દેશનો અંત આવી પહોંચ્યો છે.


એક વર્ષ પછી તે બેબિલોનના તેના રાજમહેલની અગાસીમાં ફરતો હતો.


“હું મારા રાજમહેલમાં એશઆરામથી રહેતો હતો અને ભારે વૈભવ માણતો હતો.


જો, તેઓ શાણા અને સમજુ થયા હોત તો તેમણે પોતાના આખરી અંજામનો વિચાર કર્યો હોત.


તેણે જેટલો વૈભવવિલાસ ભોગવ્યો છે તેટલાં જ દુ:ખ અને વેદના તેને આપો. કારણ, તે મનમાં એમ માને છે કે હું કંઈ વિધવા નથી, પણ ગાદીએ બિરાજેલી રાણી છું અને હું કદી શોક કરીશ નહિ!


Lean sinn:

Sanasan


Sanasan