Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 47:6 - પવિત્ર બાઇબલ C.L.

6 હું મારા લોક પર રોષે ભરાયો હતો અને મેં મારી એ સંપત્તિરૂપ પ્રજાને અપમાનિત કરી હતી. મેં તેમને તમારા હાથમાં સોંપ્યા હતા અને તમે તેમના પર લગારે ય દયા દાખવી નહિ. વયોવૃદ્ધ માણસો પર પણ તમે ભારે ઝૂંસરી લાદી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હું પોતાના લોકો ઉપર કોપાયમાન થયો, મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો ને તેમને તારા હાથમાં સોંપ્યા; તેં તેમના પર દયા રાખી નહિ; તેં ઘરડા ઉપર તારી ઝૂંસરી અતિ ભારે કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હું મારા લોકો ઉપર કોપાયમાન થયો; મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો અને તેઓને તારા હાથમાં સોંપ્યા, પરંતુ તેઁ તેઓના પ્રત્યે દયા રાખી નહિ; તેઁ વૃદ્ધો ઉપર તારી અતિ ભારે ઝૂંસરી મૂકી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “કારણ કે બાબિલ, હું મારા ઇસ્રાએલી લોકો ઉપર રોષે ભરાયો હતો. તેં તેમનું અપમાન કર્યુ હતું, મેં તેમને તારા હાથમાં સોંપ્યા હતા. પરંતુ તેઁ તેમના પ્રત્યે દયા ન બતાવી, તેઁ વૃદ્ધો ઉપર પણ તારી ઝૂંસરીનો ભાર નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 47:6
28 Iomraidhean Croise  

દાવિદે કહ્યું, “હું વિકટ પરિસ્થિતિમાં આવી પડયો છું, પણ અમે માણસો દ્વારા શિક્ષા પામીએ એ કરતાં પ્રભુ પોતે જ અમને શિક્ષા કરે એ સારું છે. કારણ, પ્રભુ દયાળુ છે.”


તેમને કહેજો, ‘મારા પિતાએ તમારા પર ભારે બોજ નાખ્યો, તો હું એ બોજ એથીય ભારે કરીશ. તે તેમને કોરડાથી શિક્ષા કરતા હતા, તો હું તમને ઘોડાના ચાબુકથી શિક્ષા કરીશ!’ ”


સમરૂન નગરમાં ઓદેદ નામે પ્રભુનો એક સંદેશવાહક હતો. સમરૂનમાં પાછું આવેલ ઇઝરાયલી સૈન્ય યહૂદિયાના કેદીઓ લઈ શહેરમાં પ્રવેશી રહ્યું હતું ત્યારે ઓદેદે તેમને મળીને કહ્યું, “તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ યહૂદિયા પર કોપાયમાન થઈને તમારી આગળ તેમને હાર પમાડી, પણ તમે ખુન્‍નસમાં આવી જઈને તેમનો જે કારમો સંહાર કર્યો છે તે તેમણે લક્ષમાં લીધો છે.


તેથી પ્રભુએ ખાલદીઓના રાજા દ્વારા તેમના પર ચડાઈ કરાવી. તેણે યહૂદિયાના જુવાનોને પ્રભુના મંદિરમાં જ મારી નાખ્યા અને યુવાન કે યુવતી અથવા વૃદ્ધ કે અશક્ત કોઈના પર દયા રાખી નહિ. ઈશ્વરે તેમને સૌને તેના હાથમાં સોંપી દીધા હતા.


પછી યુદ્ધમાં બચી ગયેલા સૌને તે બેબિલોન લઈ ગયો, જ્યાં ઈરાની રાજ્યના ઉદય સુધી તેમણે તેની અને તેના વંશજોની તેમના ગુલામ તરીકે સેવા કરી.


અમારા પૂર્વજોનાં કાર્યોથી આકાશના ઈશ્વર કોપાયમાન થયા હોવાથી તેમણે તેમને બેબિલોનના સમ્રાટ નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધા હતા. મંદિરનો નાશ કરી દેવાયો અને લોકો બેબિલોનમાં કેદી બનાવી લઈ જવાયા.


કારણ, જેને તમે શિક્ષા કરી છે, તેના પર તેઓ જુલમ કરે છે; અને જેને તમે ઘાયલ કર્યો છે, તેની પીડા વિષે તેઓ ખુશ થઈને ગુસપુસ વાતો કરે છે.


મને કોપાયમાન કરનાર અધર્મી પ્રજા પર આક્રમણ કરવા હું આશ્શૂરને મોકલીશ. તેમને લૂંટી લેવા, તેમની સંપત્તિ પચાવી પાડવા અને તેમને શેરીઓ ક્દવની જેમ ખૂંદી નાખવા હું આશ્શૂરને આજ્ઞા આપીશ.”


તેમનાં બાળકોને તેમની આંખો આગળ પછાડીને તેમના ટુંકડા કરી નાખશે, તેમનાં ઘર લૂંટાશે અને તેમની સ્ત્રીઓ પર બળાત્કાર કરાશે.”


શું આ જ માણસે દુનિયાને ઉજ્જડ બનાવી હતી અને તેનાં શહેરોનો નાશ કર્યો હતો? પોતાના કેદીઓને છટકીને ઘેર નાસી જવા ન દેનાર તે શું આ જ માણસ છે?’


તમારા રાજાઓએ મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું છે, તેથી હું ઇઝરાયલ પર વિનાશ લાવ્યો છું અને મારા પોતાના લોકને મેં નિંદાપાત્ર થવા દીધા છે.”


તેમણે પોતાનાં ધનુષ્ય અને તલવાર ધારણ કર્યા છે. તેઓ ક્રૂર તથા ઘાતકી છે. તેઓ ગરજતા સમુદ્રની જેમ ઘોડાઓ પર સવાર થઈને ધસી આવે છે. હે બેબિલોનના લોકો, તેઓ તમારી વિરુદ્ધ લડાઈ માટે સજ્જ થયેલા છે.


“તેમણે મારાં બધાં પાપ લક્ષમાં લીધાં અને તેમને એક સાથે બાંધ્યાં. પછી તેમણે તે મારી ગરદન પર લટકાવ્યાં અને તેના ભારથી હું નિર્બળ થઈ ગઈ. પ્રભુએ મને મારા શત્રુઓના હાથમાં સોંપી દીધી અને હું નિ:સહાય બની ગઈ.


“મારા નિસાસા સાંભળો; કોઈ મને દિલાસો દેતું નથી. તમે મારા પર આપત્તિ લાવ્યા છો સાંભળીને મારા દુશ્મન હર્ષ પામે છે. તમારા આપેલા વચન પ્રમાણે એ દિવસ લાવો કે જ્યારે મારી માફક તેમને પણ દુ:ખ પડે.


પ્રભુએ યહૂદિયાનાં બધાં ગામોનો નિર્દયપણે નાશ કર્યો છે, અને દેશના સંરક્ષક કિલ્લાઓ તોડી પાડયા છે. તેમણે રાજા અને તેમના અધિકારીઓને બદનામ કર્યા છે.


પ્રભુએ તેમની કંઈ દરકાર રાખી નથી. તેમણે જ તેમને વેરવિખેર કર્યા છે. તેમણે યજ્ઞકારો અને આગેવાનો પર કંઈ દયા રાખી નથી.


અમારા આગેવાનોને લટકાવી દેવામાં આવ્યા છે અને વૃદ્ધોનું કોઈએ માન રાખ્યું નથી.


તું ઇઝરાયલીઓને આ સંદેશ આપ: ‘પ્રભુ પરમેશ્વર કહે છે કે તમને મંદિરની મજબૂતી માટે ગર્વ છે, તે તમારી આંખોને પ્રિય છે, અને તમે તેની મુલાકાતની ઝંખના રાખો છો. પણ એ મંદિરને હું અશુદ્ધ કરીશ. તમારાં જે પુત્રપુત્રીઓને તમે યરુશાલેમમાં છોડી આવ્યા છો તે યુદ્ધમાં માર્યાં જશે.


તારો વેપાર વધી ગયો હોવાથી તું હિંસક બન્યો અને પાપ કરવા લાગ્યો. તેથી મેં તને પતિત ગણીને મારા પવિત્ર પર્વત પરથી હાંકી કાઢયો, તારું રક્ષણ કરનાર દૂતે પણ તને ઝળહળતાં રત્નોમાંથી હાંકી કાઢયો.


“તેં યાકોબના વંશજો, તારા ભાઈઓને લૂંટી લઈ તેમને મારી નાખ્યા હોઈ તને સદાને માટે બટ્ટો લાગશે અને તારો સદંતર નાશ થશે.


મારા લોકે મારા પવિત્ર પર્વત પર સજાનો કડવો પ્યાલો પીધો છે; પણ પડોશની અન્ય સઘળી વિદેશી પ્રજાઓ એથીય વધુ કડવો પ્યાલો પીશે; તેઓ તે ગટગટાવશે અને તેમનું અસ્તિત્વ ભૂંસાઈ જશે.


પછી દૂતે કહ્યું, “સર્વસમર્થ પ્રભુ, તમે આ સત્તર વર્ષથી યરુશાલેમ અને યહૂદિયાનાં નગરો પર કોપાયમાન થયા છો. તેમના પર દયા દર્શાવવાને હજી કેટલો સમય લાગશે?”


અને સુખચેન તથા શાંતિ ભોગવતી પ્રજાઓ પર હું કોપાયમાન થયો છું; કારણ, જ્યારે હું મારા લોક પરથી મારો રોષ અટકાવી રહ્યો હતો, ત્યારે તેમણે મારા લોકને દારુણ દુ:ખ દીધું.


જે રીતે તમે બીજાઓનો ન્યાય કરશો તે જ રીતે ઈશ્વર પણ તમારો ન્યાય કરશે, અને જે ધારાધોરણો તમે બીજાઓને માટે વાપરો છો તે જ તેઓ તમારે માટે વાપરશે.


તેઓ તો વૃધોનું માન ન રાખે કે યુવાનો પર દયા ન દાખવે એવી ક્રૂર અને બિહામણી પ્રજા હશે.


કારણ, દયાહીન માણસનો ન્યાય કરતી વખતે ઈશ્વર દયા દાખવશે નહિ, પણ ન્યાય પર દયાનો વિજય થશે.


Lean sinn:

Sanasan


Sanasan