Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 47:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તારી નગ્નતા ઉઘાડી પડશે અને સૌ કોઈ તારી લાજ જોશે. હું બદલો લેવાનો છું અને કોઈ મને રોકી શકશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તારું શરીર ઉઘાડું થશે, તારી લાજ પણ જોવાશે; હું વેર લઈશ, ને કોઈ માણસ બચી જશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તારી કાયા ઉઘાડી થશે, હા, તારી લાજ પણ જશે: હું વેર લઈશ અને કોઈને છોડીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તારું શરીર ઉઘાડું થશે અને તું લજવાશે. હું તારા ઉપર વૈર લઇશ અને હું કોઇને પણ છોડીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 47:3
27 Iomraidhean Croise  

ફળ ખાતાંની સાથે જ બન્‍નેની આંખો ઊઘડી ગઈ અને પોતે નગ્ન છે તેનો તેમને ખ્યાલ આવી ગયો અને તેથી તેમણે અંજીરીનાં પાંદડાં સીવીને પોતાનાં શરીર ઢાંક્યાં.


આશ્શૂરનો રાજા આ બન્‍ને દેશોમાંથી બંદીવાનોને નગ્નાવસ્થામાં લઈ જશે. યુવાનો અને વૃદ્ધોને ઇજિપ્ત શરમાઈ જાય એ રીતે નગ્ન શરીરે અને ઉઘાડે પગે લઈ જવાશે.


પણ હું તેમને શિક્ષા કરીશ. હું તેમના માથામાં ઘારાં પાડીશ અને તેમને બોડી બનાવી દઈશ.”


ઉચાટ દિલવાળાને કહો, ‘દઢ થાઓ અને બીશો નહિ! જુઓ, તમારા ઈશ્વર આવે છે.’ તે તમારા દુશ્મનો પર વૈર વાળશે અને બદલો લેશે. તે પોતે તમારો બચાવ કરશે.


કદાચ તું પૂછે કે, આ બધું મારા પર કેમ આવી પડયું? તો જાણજે કે તારાં ભયાનક પાપને કારણે તારી નગ્નતા ઉઘાડી કરાઈ છે અને તારા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.


તેથી હું તને નગ્ન કરી દઈશ અને તારી લાજ દેખાશે.


પ્રભુએ બેબિલોનનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે. તેથી તેમણે માદીઓના રાજાઓને ઉશ્કેર્યા છે. પ્રભુના મંદિરનો વિનાશ કર્યાને લીધે પ્રભુ આ રીતે પોતાનું વેર વાળી રહ્યા છે. સેનાનાયકો હુકમ કરે છે: તમારાં તીરોને તીક્ષ્ણ બનાવો અને ઢાલો ધારણ કરો.


તેઓ ખાલદીઓની ભૂમિ પર ક્તલ થઈને પડશે અને બેબિલોનની શેરીઓમાં વીંધાઈને પટકાશે.


તેઓ બેબિલોનનો વિનાશ કરવા આવેલા છે. તેના સૈનિકો કેદ પકડાયા છે અને તેમનાં ધનુષ્યોને ભાંગી નાખવામાં આવ્યાં છે. હું ભૂંડાને સજા કરનાર ઈશ્વર છું અને બેબિલોનને યોગ્ય સજા કરીશ.


તને ગમતા કે નહિ ગમતા એવા તારી સાથે રંગરાગ માણનારા તારા સર્વ આશકોને હું એકઠા કરીશ. તેમને હું ચારે તરફથી લાવીને તારી સામે ભેગા કરીશ અને તેઓ તારી પૂરેપૂરી નગ્નતા જુએ તે માટે હું તેમની આગળ તારી આબરૂ ઉઘાડી પાડીશ.


સર્વશક્તિમાન પ્રભુ કહે છે, “હે નિનવે, હું તને શિક્ષા કરીશ. હું તને નિર્વસ્ત્ર કરી દઈશ અને પ્રજાઓ તારી નગ્નતા જોશે.


મારા મિત્રો, વેર વાળશો નહિ; એને બદલે, તે ક્મ ઈશ્વરના કોપને કરવા દો. શાસ્ત્રમાં લખેલું છે: “વેર વાળવું એ મારું ક્મ છે અને હું બદલો લઈશ, એમ પ્રભુ કહે છે.”


વેર મારે વાળવાનું છે, બદલો મારે લેવાનો છે. હું રાહ જોઉં છું, તેમની પડતીના સમયનો, એમની આપત્તિનો દિવસ આવી પહોંચ્યો છે, તેમના પર આફત સત્વરે ઊતરશે.”


મહાનગરીના ત્રણ ભાગ થઈ ગયા. અને બધા જ દેશોનાં શહેરો નાશ પામ્યાં. ઈશ્વર બેબિલોન નગરીને ભૂલ્યા નહિ; પણ પોતાના કારમા કોપરૂપી દારૂનો પ્યાલો તેને પિવડાવ્યો.


ઓ સ્વર્ગ, તેના નાશને લીધે તમે આનંદ કરો. ઓ ઈશ્વરના લોકો, પ્રેષિતો અને સંદેશવાહકો તમે પણ આનંદ કરો. કારણ, તમારા પરના તેના અત્યાચારને લીધે ઈશ્વરે તેને સજા કરી છે.


Lean sinn:

Sanasan


Sanasan