Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 47:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ઘંટીએ બેસીને દળવા માંડ; તારો ધુંઘટ ઉઠાવી લે. તારો ચણિયો ઊંચો પકડ અને ખુલ્લા પગે ઝરણાં પાર કરીને જા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો કાઢ, તારો ઘાઘરો ઊંચો ખોસ, જાંઘ ઉઘાડી કર, નદીઓ ઊતરીને જા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો ઉતાર, તારી સુરવાલ ઊંચી કર, પગ ઉઘાડા કર, નદીઓ ઓળંગીને જા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ઘંટી લઇને તારે લોટ દળવો પડશે; બુરખો કાઢી નાખી, ઘાઘરો ઊંચો ખોસી, પગ ઉઘાડા કરીને નદીનહેરો ઓળંગવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 47:2
22 Iomraidhean Croise  

તેણે નોકરને પૂછયું, “આપણા તરફ આ આવે છે તે કોણ છે?” નોકરે કહ્યું, “એ તો મારા માલિક છે.” એટલે રિબકાએ પોતાનો બુરખો ઓઢી લીધો.


તેથી હાનુને એ માણસોને પકડીને તેમની દાઢી મૂંડાવી નાખી અને કમરથી નીચેના ભાગનાં તેમનાં વસ્ત્રો કપાવી નાખીને તેમને કાઢી મૂક્યા.


તો મારી પત્ની બીજાનાં દળણાં દળે, અને બીજાઓ તેને ભોગવે.


અને ઇજિપ્તમાંના સર્વ પ્રથમજનિતો, એટલે રાજ્યાસન પર બિરાજનાર ફેરોના પ્રથમજનિત રાજકુંવરથી માંડીને ઘંટીએ દળનાર દાસીના પ્રથમજનિત સુધી સૌ, તેમ જ પ્રાણીઓનાં પ્રથમ જન્મેલાં બધાં બચ્ચાં માર્યાં જશે.


તારા કાન રસ્તા પરનો ઘોંઘાટ સાંભળી શકશે નહિ. ઘંટીએ દળવાનો અવાજ કે સંગીતના સૂર વચ્ચેનો તફાવત તું પારખી શકીશ નહિ; છતાં પક્ષીઓના કલરવ માત્રથી તું જાગી જશે.


આશ્શૂરનો રાજા આ બન્‍ને દેશોમાંથી બંદીવાનોને નગ્નાવસ્થામાં લઈ જશે. યુવાનો અને વૃદ્ધોને ઇજિપ્ત શરમાઈ જાય એ રીતે નગ્ન શરીરે અને ઉઘાડે પગે લઈ જવાશે.


પણ હું તેમને શિક્ષા કરીશ. હું તેમના માથામાં ઘારાં પાડીશ અને તેમને બોડી બનાવી દઈશ.”


દર્પણો, મુલાયમ બારીક વસ્ત્રો, માથે બાંધવાના પટકા અને બુરખા લઈ લેશે.


ઓ સંતુષ્ટ સ્ત્રીઓ ધ્રૂજી ઊઠો! ઓ બેદરકાર પુત્રીઓ, ભયથી કાંપી ઊઠો! તમારાં વસ્ત્રો કાઢીને કમરે કંતાન વીંટો. છાતી કૂટીને રુદન કરો;


કદાચ તું પૂછે કે, આ બધું મારા પર કેમ આવી પડયું? તો જાણજે કે તારાં ભયાનક પાપને કારણે તારી નગ્નતા ઉઘાડી કરાઈ છે અને તારા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.


તેથી હું તને નગ્ન કરી દઈશ અને તારી લાજ દેખાશે.


હું તેમની મધ્યેથી આનંદ અને હર્ષના પોકાર, વરકન્યાઓનો કિલ્લોલ, ધાન્ય દળવાની ઘંટીનો અવાજ તથા દીવાનો પ્રકાશ બંધ પાડીશ.


બધા દેશો તેને, તેના પુત્રને તથા પૌત્રને આધીન રહેશે. પરંતુ નિયત સમયે બેબિલોન દેશનું પણ પતન થશે, અને તે ઘણા દેશો અને શક્તિશાળી રાજાઓની સેવા કરશે.


અમારા જુવાનો પાસે ગુલામોની જેમ ઘંટીએ દળવાનું કામ કરાવવામાં આવે છે. તેઓ લાકડાંનો ભાર ઊંચક્તાં લથડિયાં ખાય છે.


નહિ તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ અને તે તેના જન્મ દિવસે હતી તેવી નગ્ન કરી દઈશ. હું તેને સૂકી અને વેરાન ભૂમિ જેવી કરી દઈશ અને તેને તરસે મારી નાખીશ.


ઓ શાફિરના રહેવાસીઓ, નગ્ન અને લજ્જિત થઈને દેશનિકાલ થાઓ. હે સાઅનાનના નિવાસીઓ, તમે પોતાના શહેર બહાર જઈ શકશો નહિ. બેથ એસેલના લોકોનો વિલાપ સાંભળીને તમને ખબર પડી જશે કે ત્યાં પણ સંતાવાનું કોઈ સ્થાન રહ્યું નથી.


બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે. એક લેવાશે અને બીજી પડતી મુકાશે.


બે સ્ત્રીઓ સાથે બેસીને ઘંટીએ દળતી હશે; તેમાંથી એકને લેવાશે અને બીજીને પડતી મૂકાશે


વળી, જો કોઈ સ્ત્રી જાહેર ભક્તિસભામાં પ્રાર્થના કરતી વખતે અથવા ઈશ્વરનો સંદેશો આપતી વખતે પોતાનું માથું ન ઢાંકે, તો તે તેના પતિનું અપમાન કરે છે. તે સ્ત્રીમાં અને જે સ્ત્રીનું માથું મૂંડાવેલું હોય તેનામાં કંઈ ફરક નથી.


પલિસ્તીઓએ તેને પકડયો અને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને તાંબાની સાંકળોએ બાંધીને ગાઝા લઈ ગયા અને કેદમાં પૂરીને તેને ઘંટીએ દળવા બેસાડયો.


Lean sinn:

Sanasan


Sanasan