Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 47:14 - પવિત્ર બાઇબલ C.L.

14 અરે, તેઓ તો તણખલા જેવા છે અને આગમાં બળીને ખાક થઈ જશે. તેઓ એ આગની જ્વાળાઓમાંથી પોતાને બચાવી શકશે નહિ; કારણ, એ કંઈ પાસે બેસીને તાપવાનું તાપણું કે સગડી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 જુઓ, તેઓ ખૂંપરા જેવા થશે. અગ્નિ તેઓને બાળી નાખશે; તેઓ અગ્નિની જ્વાળાના જોરથી પોતાને બચાવી શકશે નહિ; તે તાપવા લાયક અંગારો, પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જુઓ, તેઓ ખૂપરા જેવા થશે, અગ્નિ તેઓને બાળી નાખશે; તેઓ અગ્નિની જ્વાળાઓથી પોતાને બચાવી શકશે નહિ; ત્યાં તેઓને તાપવા લાયક અંગારા કે પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જુઓ, તેઓ અગ્નિમાં બાળી નાખવામાં આવતા સૂકા ઘાસ જેવા નકામા છે. તેઓ પોતાનો પણ બચાવ કરી શકે તેમ નથી! તેઓ તાપવા લાયક અંગારા કે પાસે બેસવા લાયક સગડી નહિ થશે. તેઓ તરફથી તને સહેજ પણ સહાય મળશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 47:14
21 Iomraidhean Croise  

તેથી લોકો પરાળની શોધ કરી તે એકઠું કરવા માટે આખા ઇજિપ્ત દેશમાં ફરી વળ્યા.


ઇઝરાયલનો પ્રકાશ અગ્નિરૂપ થશે અને પવિત્ર ઈશ્વર તેમને માટે જ્વાળારૂપ બનશે.


માટીના કોઈ પાત્રને ભાગી નાખવામાં આવે અને એના એવા ચૂરેચૂરા થઈ જાય કે એના ઠીકરાથી ચૂલામાંથી અંગારોયન લઈ શકાય કે પાણીના ટાંકામાંથી પાણી પણ કાઢી ન શકાય તેવી અમારી દશા થશે.


સિયોનમાં પાપીઓ ધ્રૂજી ઊઠયા છે. દુષ્ટોને કંપારી છૂટી છે. તેઓ કહે છે: “આપણામાંથી કોણ ભસ્મ કરી નાખનાર અગ્નિ સાથે અને સદા બળતી આગ સાથે વસી શકે?”


હજી તો તે હમણા જ રોપાયા છે, હમણા જ વવાયા છે; હજી તો તેમનાં મૂળ જમીનમાં બાઝયાં ન બાઝયાં ત્યાં તો પ્રભુ તેમના પર સપાટો લગાવે છે. એટલે તેઓ ચિમળાઈ જાય છે અને તોફાનમાં તરણાની જેમ ઊડી જાય છે.


કોણે પૂર્વના એક રાજાને ઉશ્કેરીને પોતાના ન્યાયીપણાના પ્રતિપાદન અર્થે બોલાવ્યો છે? કોણે પ્રજાઓને તેના હાથમાં સોંપી દીધી છે? કોણે રાજાઓને એને તાબે કરી દીધા છે? તે પોતાની તલવારથી તેમને ધૂળમાં મેળવી દે છે અને પોતાનાં તીરોથી તેમને ઊડી જતા તરણા જેવા કરી નાખે છે.


આમ, તે કેટલાક લાકડાંનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. તેનાથી તે પોતાનો ખોરાક રાંધે છે અને માંસ શેકે છે અને ખાઈને તૃપ્ત થાય છે. તે તાપણું કરી તાપે છે અને કહે છે, “કેવી સરસ ગરમી લાગે છે! હવે મને હૂંફ મળી!”


તેથી જેમ અગ્નિ તણખલાને ભરખી જાય છે અને સૂકું ઘાસ જવાળામાં હોમાઈ જાય છે તેમ તમારાં મૂળ કોહવાઈ જશે અને તમારાં ફૂલ ધૂળની જેમ ઊડી જશે. કારણ, ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુના નિયમની તમે અવગણના કરી છે અને તેમના સંદેશનો તિરસ્કાર કર્યો છે.


બેબિલોનના સૈનિકોએ લડવાનું બંધ કર્યું છે અને તેઓ પોતાના કિલ્લામાં ભરાઈ ગયા છે. તેઓ હિંમત હારી ગયા છે અને તેઓ અબળા જેવા નબળા બની ગયા છે. નગરના દરવાજાઓને તોડી પાડવામાં આવ્યા છે અને મકાનોને આગ લગાડવામાં આવી છે.


શત્રુઓએ નદીના પુલો કબજે કર્યા છે અને સરકટના તરાપાઓને આગ ચાંપી છે અને બેબિલોનના સૈનિકો ભયભીત થયા છે.


વળી, સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; “બેબિલોન નગરના વિશાળ કોટને તોડીને જમીનદોસ્ત કરવામાં આવશે, અને તેના બુલંદ દરવાજાઓને બાળીને ભસ્મ કરવામાં આવશે. આમ, પ્રજાઓએ એના બાંધકામમાં કરેલો સખત પરિશ્રમ વ્યર્થ જશે અને લોકોએ ઉઠાવેલી જહેમત અગ્નિમાં ખાક થઈ જશે.”


હું તેમનાંથી વિરુદ્ધ થઇ જઇશ અને તેઓ એક આગમાંથી બચી ગયા છે, પણ આગ જ તેમને ભસ્મ કરી નાખશે. હું તેમની વિરુદ્ધ થઇ જઇશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


પર્વતોનાં શિખરો પર કૂદકા મારતાં તેઓ રથોના ગડગડાટ જેવો અવાજ કરે છે, સળગતા સૂકા ઘાસની જેમ તેઓ તડ તડ અવાજ કરે છે. યુદ્ધને માટે સજ્જ સૈન્યની જેમ તેઓ હારબંધ રહે છે.


“યાકોબના વંશજો અગ્નિ સમાન અને યોસફના વંશજો જવાળા સમાન બનશે. અગ્નિજ્વાળા ખૂંપરાને ભસ્મ કરે છે તેમ તેઓ એસાવના વંશજોનો નાશ કરશે. એસાવનો એકપણ વંશજ બચવા પામશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.


ભેગાં કરેલાં ઝાંખરા અને ખૂંપરાની જેમ તેમને બાળી નાખવામાં આવશે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે સર્વ ગર્વિષ્ઠ અને દુષ્ટ લોકો ખૂંપરાની જેમ બળી જશે. તે દિવસે તેઓ બળીને ખાખ થઈ જશે અને તેમનું નામનિશાન રહેશે નહિ.


જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શક્તા નથી તેમનાથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નર્કમાં નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો.


કોઈ માણસ સમગ્ર દુનિયા પ્રાપ્ત કરે, પણ તેનો જીવ નાશ પામે તો તેથી તેને કંઈ લાભ ખરો? ના, કશો જ નહિ. એકવાર જીવ ખોઈ બેઠા પછી તેને પાછો મેળવવા માટે માણસ કશું આપી શકે તેમ નથી.


પછી એક સમર્થ દૂતે ઘંટીના પડ જેવો મોટો પથ્થર ઉપાડયો અને તેને દરિયામાં નાખતાં તે બોલ્યો, “આ જ રીતે મહાનગરી બેબિલોનને ખૂબ જોરથી ફેંકી દેવામાં આવશે અને તે ફરી કદી દેખાશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan