Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 47:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તને ઘણીબધી સલાહ મળવા છતાં તું લાચાર છે. તો હવે તારાઓના અભ્યાસીઓ, આકાશોનું વિશ્લેષણ કરનારા અને પ્રતિમાસની આગાહીઓ કરનારા તારા એ જ્યોતિષીને બોલાવ કે તારા પર ઝળુંબી રહેલી આફતમાંથી તને ઉગારે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તારા પર જે આવનાર છે તેથી નક્ષત્રો ઠરાવનાર, જ્યોતિષીઓ, અમાવાસ્યાસૂચકો ઊભા થઈને તારો બચાવ ભલે કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તે માણસોને ઊભા થવા દો અને તને બચાવવા દો - જેઓ નક્ષત્રો અને તારાઓ પર નજર રાખે છે, જેઓ નવો ચંદ્ર સૂચવે છે - તારા પર જે આવનાર છે તેમાંથી તારો બચાવ થાય એવું તું માનતી હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તને જાતજાતની સલાહો મળશે છતાં તારું કશું ચાલે તેમ નથી. તારા ભવિષ્યવેત્તાઓ અને જ્યોતિષીઓ, જેઓ તારા ભવિષ્યની આગાહી કરે છે, ભલે તને મદદ કરે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 47:13
13 Iomraidhean Croise  

હું જૂઠા ભવિષ્યવેત્તાઓએ આપેલા સંકેતો ખોટા ઠરાવું છું અને જોશ જોનારાઓને બેવકૂફ બનાવું છું. હું જ્ઞાનીઓનાં જ્ઞાનને ઊંધા વાળું છું અને તેમની વિદ્યાને મૂર્ખાઈ ઠરાવું છું.


તારી બાલ્યાવસ્થાથી જેમની સાથે તું વ્યવહાર રાખતી આવી છે તે સલાહકારો તો એવા છે. તેઓ તારું કંઈ હિત કરી શકે તેમ નથી. તેઓ તને તજીને પોતપોતાને રસ્તે ચાલ્યા જશે અને તેમાંનો કોઈ તને બચાવી શકશે નહિ.”


પણ એક જ દિવસે એક ક્ષણમાં એ બન્‍ને આફતો તારે શિર આવી પડશે. તારાં ધંતરમંતર અને જાદુક્રિયાઓ અજમાવ્યા છતાં તેઓ તારા પર સંપૂર્ણપણે આવી પડશે.


લાંબી યાત્રાઓથી તું થાકી ગઈ, પણ ‘હવે કોઈ આશા રહી નથી’ એવું તું બોલી નહિ. તને જોમ પ્રાપ્ત થયું હોય તેમ તું હતાશ થઈ નહિ.


લોકો તમને કહેશે કે, “જોશીઓ અને બડબડ કરનારા ભૂવાઓનો સંપર્ક સાધો. લોકોએ પોતાના દેવને ન પૂછવું જોઈએ? તેમણે જીવતાં માણસો માટે મરેલાંઓને પૂછવું જોઈએ?”


વળી, સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; “બેબિલોન નગરના વિશાળ કોટને તોડીને જમીનદોસ્ત કરવામાં આવશે, અને તેના બુલંદ દરવાજાઓને બાળીને ભસ્મ કરવામાં આવશે. આમ, પ્રજાઓએ એના બાંધકામમાં કરેલો સખત પરિશ્રમ વ્યર્થ જશે અને લોકોએ ઉઠાવેલી જહેમત અગ્નિમાં ખાક થઈ જશે.”


અને તું કહેજે, ‘આ જ પ્રમાણે બેબિલોનના હાલ થશે, તે ડૂબી જશે અને ફરી કદી ઉપર આવશે નહિ.’ કારણ, પ્રભુ તેના પર વિનાશ લાવવાના છે.” અહીં યર્મિયાના સંદેશા પૂરા થાય છે.


બધી મહેનત વ્યર્થ જશે; કારણ, એનો ક્ટ એટલો બધો છે કે અગ્નિજવાળાઓથી પણ તે જશે નહિ.


તે જ રાત્રે બેબિલોનનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.


તમે જે પ્રજાઓને જીતી લીધી તેમણે નિરર્થક શ્રમ કર્યો. કેમ કે તેમણે જે બાંધ્યું તે અગ્નિની જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગયું છે. સર્વ -સમર્થ પ્રભુએ એમ થવા દીધું છે.


Lean sinn:

Sanasan


Sanasan