Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 47:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેં તારી દુષ્ટતા પર આધાર રાખ્યો છે. તેં એમ માની લીધું કે મને કોઈ જોતું નથી. તારા જ્ઞાને તથા તારી વિદ્યાએ તને ભમાવી દીધી છે અને તેં તારા મનમાં માન્યું છે કે હું જ છું અને મારા જેવું બીજું કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું છે, ‘મને કોઈ જોતો નથી.’ તારા જ્ઞાને તથા તારી વિદ્યાએ તને કુમતિ આપી છે; તારા મનમાં તેં માન્યું છે, ‘હું જ છું, ને મારા સિવાય બિજું કોઈ નથી.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું કે, “મને કોઈ જોનાર નથી;” તારી બુદ્ધિ અને તારું ડહાપણ તમને ગેરમાર્ગે દોરી જાય છે, પરંતુ તું તારા હૃદયમાં કહે છે, “હજી હું અસ્તિત્વ ધરાવું છું અને મારા જેવું બીજું કોઈ નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તારી દુષ્ટતામાં સુરક્ષિત રહીને તેં માન્યું હતું, ‘કોઇ જોનાર નથી.’ તારી હોશિયારી અને તારી લુચ્ચાઇ તને ગેરરસ્તે દોરી ગઇ અને તેં માન્યું કે, ‘હું જ માત્ર છું અને મારા સિવાય બીજું કોઇ નથી.’

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 47:10
23 Iomraidhean Croise  

દુષ્ટ પોતાના મનમાં વિચારે છે કે ઈશ્વરને કંઈ પડી નથી; ઈશ્વરે પોતાનું મુખ સંતાડયું છે; તે કદી મને જોશે નહિ!


“આ માણસને જુઓ; જેણે ઈશ્વરને પોતાના આશ્રય ન બનાવ્યા, પરંતુ પોતાના વિપુલ ધન પર ભરોસો રાખ્યો, અને પોતાની દુષ્ટતામાં સલામતી શોધી તે એ છે.”


તેઓ પોતાનાં કાવતરાંમાં એકબીજાને ઉત્તેજન આપે છે, અને ગુપ્ત રીતે જાળો ક્યાં બિછાવવી તેની મસલત કરે છે. તેઓ કહે છે, “અમને કોણ જોનાર છે?”


પોતાના નીકળતા પ્રાણને રોકવાની કોઈ મનુષ્યની તાક્ત નથી અથવા તે પોતાના મૃત્યુના દિવસને પાછો ઠેલી શક્તો નથી. એ યુદ્ધમાંથી કોઈને છુટકારો મળતો નથી. છેતરપિંડી કરીને ય કોઈ એનાથી છટકી શકતું નથી.


તમે બડાઈ મારો છો કે અમે તો મરણની સાથે કરાર કર્યો છે અને મૃત્યુલોક શેઓલ સાથે સંધિ કરી છે. વિનાશનો ચાબુક વીંઝાશે ત્યારે તે અમને અડશે નહિ. કારણ, અમે જુઠનો આશ્રય લીધો છે અને અસત્યને અમારો ઓથો બનાવ્યો છે.


ઈશ્વરથી પોતાની યોજનાઓ છુપાવવા ઊંડે ભૂગર્ભમાં ચાલ્યા જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ અંધકારમાં પોતાનાં કામ કરે છે અને એમ વિચારે છે કે, “અમને કોણ જુએ છે? અમે જે કરીએ છીએ તે કોણ જાણવાનું છે?”


એ તો રાખ ખાવા જેવું છે. તેના મૂઢ મને તેને ભમાવ્યો છે, તેને માટે બચવાનો આરો નથી. કારણ, “તમારા જમણા હાથમાંની મૂર્તિ તો જૂઠી વસ્તુ છે,” એવું તે સ્વીકારી શક્તો નથી.


તો હે મોજીલી, પોતાને સહીસલામત સમજનારી,તું તો મનમાં કહે છે કે, ‘હું જ છું અને મારા જેવું બીજું કોઈ છે જ નહિ. હું કંઈ વિધવા થવાની નથી કે મારે સંતાનનો વિયોગ સહન કરવાનો નથી.’


તમારી કેવી દુર્દશા થશે! તમે પોતાને જ્ઞાની અને બુદ્ધિશાળી સમજો છો.


કોઈ સાચો દાવો માંડતું નથી કે સાચી દલીલો કરતું નથી. સૌ કોઈ વ્યર્થ દલીલો પર મદાર બાંધે છે, ને જૂઠું બોલે છે. તમે પ્રપંચનો ગર્ભ ધરો છો અને અધર્મનો પ્રસવ કરો છો.


કોઈ પોતાને ગુપ્ત સ્થાનમાં એવી રીતે સંતાડી શકે નહિ કે હું તેને જોઈ ન શકું. કારણ, હું પ્રભુ તો આકાશમાં અને પૃથ્વીમાં સર્વવ્યાપી છું.


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે, પહેલવાન પોતાના બળ વિષે અને શ્રીમંત પોતાના ધન વિષે ગર્વ કરે નહિ.


ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકના આગેવાનો અંધકારમાં પોતપોતાની મૂર્તિની ઓરડીઓમાં શું કરે છે તે તેં જોયું? તેઓ મૂર્તિઓવાળા પૂજાગૃહમાં પૂજા કરી રહ્યા છે. તેઓ કહે છે, ‘પ્રભુ અમને જોતા નથી. તે તો દેશ છોડી જતા રહ્યા છે.”


ઈશ્વરે ઉત્તર આપ્યો, “ઇઝરાયલીઓએ અને યહૂદિયાના લોકોએ અત્યંત દુરાચાર કર્યો છે. આખા દેશમાં ખૂનામરકી ચાલે છે અને યરુશાલેમ અન્યાયથી ભરપૂર છે. એ લોકો કહે છે કે, “પ્રભુ દેશ છોડીને ચાલ્યા ગયા છે અને તે જોતા નથી.’


તો હે રાજા, મારી સલાહ માનો. પાપથી પાછા ફરો, સદાચારથી વર્તો અને જુલમપીડિતો પ્રત્યે દયા દર્શાવો; જેથી તમારી સ્વસ્થતા લાંબો સમય જળવાઈ રહે.”


પોતાની સત્તામાં મદમસ્ત અને પોતે સલામત છે એવું માનતા શહેરની એવી દુર્દશા થશે. પોતાનું શહેર તો દુનિયામાં સૌથી મહાન છે એવું તેના લોકો માને છે. પણ એ કેવું વેરાન બની જશે! એ તો વન્ય પશુઓનું વિશ્રામસ્થાન બની જશે! તેની પાસેથી પસાર થનાર સૌ કોઈ ભયભીત બની તેનાથી દૂર ભાગશે.


ડાહ્યા હોવાનો દાવો કરતા હોવા છતાં હકીક્તમાં તો તેઓ મૂર્ખ છે.


કારણ, દુન્યવી જ્ઞાન ઈશ્વરની દૃષ્ટિમાં મૂર્ખાઈ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર જ્ઞાનીઓને તેમની હોશિયારીમાં પકડી પાડે છે.”


Lean sinn:

Sanasan


Sanasan