Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 46:6 - પવિત્ર બાઇબલ C.L.

6 લોકો થેલીઓમાંથી સોનું ઠાલવે છે અને ત્રાજવાથી ચાંદી જોખી આપે છે. તેમાંથી દેવની મૂર્તિ બનાવવા તેઓ સોનીને રાખે છે. પછી નમન કરીને તેની પૂજા કરે છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 જેઓ થેલીમાંથી સોનું ઠાલવે છે, ને કાંટાએ રૂપું જોખે છે, તેઓ સોનીને રાખે છે, ને તે એનો દેવ બનાવે છે; તેઓ તેને પગે લાગે છે, અને પ્રણામ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 લોકો થેલીમાંથી સોનું ઠાલવે છે અને ત્રાજવાથી ચાંદી જોખે છે. તેઓ લુહારને કામે રાખે છે અને તે તેમાંથી દેવ બનાવે છે; તેઓ તેને પગે લાગે છે અને પ્રણામ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 એવા પણ કેટલાક લોકો છે, જેઓ કોથળીમાંથી સોનું ઠાલવે છે અને ચાંદી ત્રાજવે તોળે છે અને સોનીને રોકે છે, તે તેમાંથી મૂર્તિ ઘડે છે અને એ લોકો તેને પગે લાગી તેની પૂજા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 46:6
21 Iomraidhean Croise  

એ અંગે વિચારણા કરીને તેણે સોનાના બે વાછરડા બનાવ્યા અને પોતાના લોકોને કહ્યું, “તમારે ભક્તિ માટે છેક યરુશાલેમ જવું પડે છે. હે ઇઝરાયલના લોકો, તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર આ રહ્યા તમારા દેવો!”


તેમને હાથ છે, પણ સ્પર્શી શક્તી નથી; પગ છે, પણ ચાલી શક્તી નથી. અરે, તેઓ પોતાના ગળામાંથી શ્વાસોચ્છવાસનો અવાજ પણ કાઢી શક્તી નથી.


મેં તેમને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી તેનાથી તેઓ બહુ જલદી ભટકી ગયા છે. તેમણે પોતાને માટે સોનાનો વાછરડો બનાવીને તેની પૂજા કરી છે અને બલિદાનો ચડાવ્યાં છે. વળી તેઓ કહે છે કે ઇજિપ્તમાંથી તેમને કાઢી લાવનાર એ જ તેમનો ઈશ્વર છે.


તેમનો દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને તેઓ પોતાને હાથે જ બનાવેલી મૂર્તિઓનું ભજન કરે છે.


તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાનો ઢોળ ચડાવેલી મૂર્તિઓને અશુદ્ધ ગણી ગંદા ચીંથરાની જેમ ફેંકી દેશો. તમે બૂમ પાડશો, “મારાથી દૂર થા!”


પ્રભુ કહે છે, “હે અન્ય દેશોમાંથી બચી જવા પામેલા લોકો, તમે સૌ સાથે મળીને મારી પાસે એકત્ર થાઓ.ચુકાદા માટે તૈયાર થાઓ. પોતાની લાકડાની મૂર્તિઓને ઊંચકીને ફરનારા અને બચાવી ન શકે એવા દેવોને પ્રાર્થના કરનારા લોકોમાં કંઈ સમજ નથી.


એ જોઈને માનવીઓ અવાકા બની જાય છે, અને મૂર્તિ ઘડનાર કારીગરો શરમાઈ જાય છે, કારણ કે, પ્રતિમાઓ ખોટી અને નિર્જીવ છે.


લોકો તાર્શીશથી ચાંદી અને ઉફાઝથી સોનું લાવે છે, કારીગર મૂર્તિઓને ઘડે છે, અને સોની તેમને મઢે છે, તેમને જાંબલી તથા રાતાં વસ્ત્રો પહેરાવવામાં આવે છે; એ બધી મૂર્તિઓ તો કારીગરોએ બનાવેલી છે,


તેનાં જળાશયો પર તલવાર ઝઝુમે છે; તે બધાં સુકાઈ જશે. બેબિલોન દેશ તો ભયાનક મૂર્તિઓની ભૂમિ છે. અને લોકો તેમની પાછળ ઘેલા બને છે.


નબૂખાદનેસ્સાર રાજાએ આશરે સત્તાવીસ મીટર ઊંચી અને ત્રણ મીટર પહોળી એવી સુવર્ણમૂર્તિ બનાવડાવી અને તેને બેબિલોન પ્રાંતના દૂરાના મેદાનમાં ઊભી કરાવી.


છતાં તેઓ હજી વધુ ને વધુ પાપ કરે છે અને પૂજા કરવા રૂપાની પ્રતિમાઓ બનાવે છે; એ તો માણસની કલ્પના પ્રમાણે કારીગરના હાથે ઘડાયેલી મૂર્તિઓ જ છે. છતાં તેઓ કહે છે, “હે માણસો, તમે તેને બલિદાનો ચડાવો! આખલાની મૂર્તિને ચુંબન કરો!”


“આપણે ઈશ્વરનાં સંતાન હોવાથી એવું ન ધારવું જોઈએ કે માણસે પોતાની કલ્પના અને કળાકૌશલ્યથી બનાવેલી સોના, રૂપા કે પથ્થરમાંથી ઘડેલી પ્રતિમા જેવું તેમનું સ્વરૂપ છે.


Lean sinn:

Sanasan


Sanasan