Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 45:6 - પવિત્ર બાઇબલ C.L.

6 જેથી ઉદયાચળથી અસ્તાચળ સુધી સૌ કોઈ જાણે કે બીજો કોઈ નહિ, પણ હું પ્રભુ જ ઈશ્વર છું, અને મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 એથી તેઓ જાણે કે ઉગમણથી તે આથમણ સુધી મારા વિના કોઈ નથી; હું જ યહોવા છું, ને બીજો કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 એથી પૂર્વથી તથા પશ્ચિમ સુધી સર્વ લોકો જાણે કે મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી. હું જ યહોવાહ છું અને બીજો કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 અને પૂર્વથી પશ્ચિમ સુધી સર્વ પ્રજાઓ જાણશે કે બીજો કોઇ દેવ નથી. હું યહોવા છું, હું એકલો જ દેવ છું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 45:6
16 Iomraidhean Croise  

ઈશ્વર કહે છે, “શાંત થાઓ અને કબૂલ કરો કે, હું ઈશ્વર છું; હું રાષ્ટ્રોમાં સર્વોપરિ અને પૃથ્વીમાં સર્વસત્તાધીશ છું.”


જેથી તેઓ જાણે કે તમારું નામ યાહવે છે, અને એક માત્ર તમે જ સમસ્ત પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.


ઈશ્વરના પવિત્ર પર્વત સિયોન પર નુક્સાન કે વિનાશ કરનાર કંઈ હશે નહિ. જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમ પૃથ્વી પ્રભુના જ્ઞાનથી ભરપૂર થશે.


તો હે અમારા પ્રભુ, અમને આશ્શૂરીઓના હાથમાંથી બચાવો, જેથી દુનિયાની બધી પ્રજાઓ જાણે કે તમે પ્રભુ જ એકમાત્ર ઈશ્વર છો.”


પ્રભુ કહે છે, “હે ઇઝરાયલી લોકો, મારા સાક્ષીઓ તો તમે છો. મેં તમને મારા સેવક થવા પસંદ કર્યા છે; જેથી તમે મને ઓળખો, મારા પર ભરોસો રાખો અને માત્ર હું જ ઈશ્વર છું એવું સમજો. મારા સિવાય બીજો કોઈ દેવ નથી; કોઈ દેવ થયો નથી અને થવાનો પણ નથી.


ઇઝરાયલનો રાજા અને ઉદ્ધારક સર્વસમર્થ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું આદિ છું; હું જ અંત છું. મારા સિવાય બીજો કોઈ દેવ નથી.


હું પ્રભુ છું. મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. જો કે તું મને ઓળખતો નથી છતાં હું તને બળવાન કરીશ,


તો હે મોજીલી, પોતાને સહીસલામત સમજનારી,તું તો મનમાં કહે છે કે, ‘હું જ છું અને મારા જેવું બીજું કોઈ છે જ નહિ. હું કંઈ વિધવા થવાની નથી કે મારે સંતાનનો વિયોગ સહન કરવાનો નથી.’


હું તારા જુલમગારોને તેમનું પોતાનું જ માંસ ફાડી ખાતા કરી દઈશ. તેઓ દારૂની જેમ પોતાના જ રક્તપાતથી છાકટા બનશે. તે વખતે સમગ્ર માનવજાત જાણશે કે હું પ્રભુ, તારો ઉદ્ધારક અને તારો મુક્તિદાતા તથા યાકોબનો સમર્થ ઈશ્વર છું.”


પૂર્વથી પશ્ર્વિમ સુધી સૌ કોઈ પ્રભુના નામથી અને તેમના મહાન પ્રતાપથી બીશે. પ્રભુની ફૂંકથી ધકેલાતી ધસમસતી નદીની જેમ પ્રભુ આવશે.


આ રીતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારું માહાત્મ્ય અને મારી પવિત્રતા પ્રગટ કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


પ્રભુએ કહ્યું: “હું સર્વ દેશો સમક્ષ મારું ગૌરવ પ્રગટ કરીશ, અને સર્વ દેશો મેં કરેલી ન્યાયપૂર્ણ સજા અને મેં વાપરેલું બાહુબળ જોશે.


ત્યારે હે ઇઝરાયલ, તું જાણશે કે હું તમારી મધ્યે છું, અને હું યાહવે તમારો ઈશ્વર છું, અને મારા સિવાય બીજો કોઈ નથી. મારા લોક ફરી કદી તિરસ્કાર પામશે નહિ.


પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan