Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 45:23 - પવિત્ર બાઇબલ C.L.

23 મેં મારી જાતના સોગંદ ખાધા છે, અને પૂરી પ્રામાણિક્તાથી હું પોતે બોલ્યો છું. એ મારું અફર વચન આવું છે: સૌ મારી આગળ આવીને મને ધૂંટણે નમશે અને મારા પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નહિ એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે કે, મારી આગળ સર્વ લોકો ઘૂંટણે પડશે, ને સર્વ જીભ સમ ખાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ‘મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નથી એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે: મારી આગળ દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “મેં મારી જાત પર સમ લીધાં છે, મેં વચન આપ્યું છે, હું તેને તોડીશ નહિ. કારણ કે તે સત્ય છે કે પૃથ્વીની સર્વ પ્રજાઓ મારી સમક્ષ ઘૂંટણિયે પડશે અને મારા નામ પ્રત્યેની વફાદારી પોતાની જીભેજ કબૂલ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 45:23
29 Iomraidhean Croise  

અબ્રાહામના ઈશ્વર, તથા નાહોરના ઈશ્વર એટલે, તેમના પિતૃઓના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો.” ત્યારે યાકોબે તેના પિતા ઇસ્હાકના આરાધ્ય ઈશ્વરના નામે સોગંદ ખાધા.


આથી અમે અમારા આગેવાનોની સાથે સાથે શપથ લઈએ છીએ. જો અમે એ તોડીએ તો અમારા પર શાપની શિક્ષા આવો. શપથ એ છે કે પોતાના સેવક મોશે દ્વારા ઈશ્વરે આપેલા તેમના નિયમ પ્રમાણે અમે જીવીશું, અને અમારા પ્રભુ યાહવે અમને જે જે આજ્ઞા આપે તે બધી અમે પાળીશું, અને તેમના સર્વ નિયમોનું પાલન કરીશું અને તેમની સર્વ માગણીઓ પૂરી કરીશું.


તેણે તો પ્રભુ સમક્ષ શપથ લીધા તથા આપણા પૂર્વજ યાકોબના સમર્થ ઈશ્વરની આગળ આવી માનતા માની:


પરંતુ રાજા તો ઈશ્વરના વિજયમાં આનંદ કરશે, તેમને નામે શપથ લેનાર વિજય મળ્યાથી તેમની સ્તુતિ કરશે, પરંતુ જૂઠાઓનાં મોં બંધ કરાશે.


પ્રભુએ પોતાના આ વિજયની ઘોષણા કરી છે. તેમણે પ્રજાઓ સમક્ષ પોતાની ઉદ્ધારક શક્તિ પ્રગટ કરી છે.


કેદારના ધર્નુધારીઓ અને યોદ્ધાઓમાંથી બહુ થોડા બચશે.” હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ એ બોલ્યો છું.


હું ગુપ્તમાં કે કોઈ અંધારા ખૂણામાં છાનોછપનો બોલ્યો નથી. મેં ઇઝરાયલ લોકને મારી શોધ કરવા કારણ વિના કહ્યું નથી. હું પ્રભુ છું અને હું સત્ય બોલું છું; જે સાચું છે તે હું જણાવું છું.”


હે ઇઝરાયલને નામે ઓળખાતા યાકોબના વંશજો, યહૂદાના વંશમાં ઊતરી આવેલા લોક, તમે આ સાંભળો: તમે યાહવેને નામે સમ ખાઓ છો અને ઇઝરાયલના ઈશ્વરની આરાધના તો કરો છો, પણ સચ્ચાઈથી કે નિખાલસપણે નહિ.


તારી આંખો ઉઠાવીને ચારે બાજુ નજર ફેરવ. તારા સર્વ લોક એકઠા થઈ રહ્યા છે, તેઓ તારી પાસે આવી રહ્યા છે. હું પ્રભુ, મારા જીવના સમ ખાઈને કહું છું કે તું તેમને સૌને આભૂષણોની જેમ ધારણ કરીશ અને જેમ કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તું તેમને અપનાવી લઈશ.


મારા મુખમાંથી ઉચ્ચારાયેલો સંદેશ પણ તેવો જ છે. મેં જે ઇચ્છયું છે તે પૂર્ણ કર્યા વિના અને જે હેતુ માટે મેં તેને મોકલ્યો છે તે સિદ્ધ કર્યા વિના તે મારી પાસે નિરર્થક પાછો વળશે નહિ.


તારા પર અત્યાચાર કરનારા જ તારી આગળ પ્રણામ કરશે. એકવાર તારો તુચ્છકાર કરનાર સૌ કોઈ તારે પગે પડશે. તેઓ તને ‘યાહવેની નગરી,’ ‘ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની નગરી સિયોન’ તરીકે ઓળખશે.


જેમ ભૂમિ અંકુર ઉગાવે અને વાડી વાવેલાં બીને ફૂટાવે તેમ તમામ પ્રજાઓની સમક્ષ પ્રભુ પરમેશ્વર ન્યાયદત્ત છુટકારો અને સ્તુતિ ઊગી નીકળે તેવું કરશે.


પ્રભુએ પોતાના જમણા હાથના અને પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે: ‘હું ફરી કદી તારું અનાજ તારા દુશ્મનોને ખાઈ જવા દઈશ નહિ,


દેશમાં કોઈ આશિષની માગણી કરે તો તે સત્ય ઈશ્વરને નામે માગશે; વળી, દેશમાં કોઈ સમ ખાય તો તે સત્ય ઈશ્વરને નામે સમ ખાશે. કારણ, ભૂતકાળની વિપત્તિઓ વીસરાઈ જશે; તેઓ મારી આંખો આગળથી અદશ્ય થઈ જશે.


પણ જો તમે મારી આજ્ઞા નહિ પાળો તો હું પ્રભુ સોગંદપૂર્વક કહું છું કે આ મહેલ ખંડેર બની જશે.”


“હે ઇઝરાયલના લોકો, જો તમારે પાછા ફરવું હોય તો મારી પાસે પાછા આવો. જો તમે તમારી ઘૃણાપાત્ર મૂર્તિઓને મારી સમક્ષથી ફગાવી દો અને મારા પ્રત્યેની નિષ્ઠામાં અડગ રહો તો તમે મારે નામે સચ્ચાઈથી, ન્યાયથી અને નેકીથી સોગંદ લઈ શકશો. ત્યારે અન્ય પ્રજાઓ તેનામાં આશિષ પામશે અને તેનામાં હરખાશે.”


હું પ્રભુ સોગંદપૂર્વક કહું છું કે બોસ્રા નગરને જોઈને લોકોમાં હાહાકાર મચી જશે, તે વેરાન, નિંદાપાત્ર અને શાપરૂપ બની જશે. તેની આસપાસનાં નગરો પણ સદાને માટે ઉજ્જડ બની જશે.”


સર્વસમર્થ ઈશ્વર પ્રભુએ આવી ગંભીર ચેતવણી આપી છે: હું ઇઝરાયલના લોકોના અહંકારને ધિક્કારું છું અને તેમના મહેલોનો તિરસ્કાર કરું છું. હું તેમની રાજધાની અને તેમાંનું સર્વસ્વ શત્રુના હાથમાં સોંપી દઈશ.


ત્યારે તો યાહવે આખી પૃથ્વી પર રાજા હશે; સૌ કોઈ તેમનું ઈશ્વર તરીકે ભજન કરશે અને એ જ નામે તેમને ઓળખશે.


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. એ કંઈ માનવપુત્ર નથી કે પોતાનો વિચાર બદલે. એ પોતાનું વચન પાળે છે, અને તે જે બોલે છે તે પ્રમાણે કરે છે.


ઈશ્વરે તેને શો જવાબ આપ્યો? “જૂઠા દેવ બઆલની આગળ પોતાનાં ધૂંટણ કદી નમાવ્યાં નથી એવા સાત હજાર માણસોને મેં મારે માટે સાચવી રાખ્યા છે.”


તમારા ઈશ્વર યાહવે પ્રત્યે ભક્તિભાવ દર્શાવો, માત્ર તેમની જ ભક્તિ કરો અને માત્ર તેમને નામે જ શપથ લો.


જેથી ઈસુના નામના સન્માન અર્થે આકાશમાંના, પૃથ્વી પરનાં તથા પૃથ્વી તળેનાં સૌ ધૂંટણે પડે,


Lean sinn:

Sanasan


Sanasan