Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 45:20 - પવિત્ર બાઇબલ C.L.

20 પ્રભુ કહે છે, “હે અન્ય દેશોમાંથી બચી જવા પામેલા લોકો, તમે સૌ સાથે મળીને મારી પાસે એકત્ર થાઓ.ચુકાદા માટે તૈયાર થાઓ. પોતાની લાકડાની મૂર્તિઓને ઊંચકીને ફરનારા અને બચાવી ન શકે એવા દેવોને પ્રાર્થના કરનારા લોકોમાં કંઈ સમજ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વિદેશીઓમાં બચેલા, તમે એકત્ર થઈને આવો; બધા પાસે આવો; પોતાની કોરેલી મૂર્તિનું લાકડું ઉપાડનારા, ને જે તારી ન શકે એવા દેવની પ્રાર્થના કરનારને કંઈ સમજ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 વિદેશમાંના શરણાર્થીઓ તમે એકત્ર થાઓ, સર્વ એકઠા થઈને પાસે આવો. જેઓ કોરેલી મૂર્તિઓને ઉપાડે છે અને જે બચાવી નથી શકતા તેવા દેવને પ્રાર્થના કરે છે તેઓને ડહાપણ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યહોવા કહે છે, “યુદ્ધમાંથી બચી ગયેલી તમે દેશવિદેશની સર્વ પ્રજાઓ એકઠી થઇને આવો. જેઓ લાકડાની મૂર્તિઓને ઉપાડીને ફેરવે છે, તારી શકે એમ નથી એવા દેવની જેઓ પૂજા કરે છે તેઓ મૂરખ છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 45:20
32 Iomraidhean Croise  

તેથી અમાસ્યા પર પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો. તેમણે પોતાના એક સંદેશવાહકને અમાસ્યા પાસે મોકલ્યો. સંદેશવાહકે પૂછયું, “તારા હાથમાંથી પોતાના લોકને પણ બચાવી ન શકનાર એવા પારકા દેવોનો આશરો કેમ લીધો છે?”


તેણે તેને હરાવનાર અરામી લોકોના દેવોને બલિદાન ચડાવ્યાં. તેણે કહ્યું, “દમાસ્ક્સના દેવોએ અરામના રાજાને મદદ કરી છે; તેથી હું તેમને બલિદાન ચડાવું તો તેઓ મને પણ મદદ કરશે.” એનાથી તેના પર અને તેના લોક પર આફત આવી.


તેમને ઘડનારા તેમ જ તેમના પર ભરોસો રાખનારા સર્વ હાથે ઘડેલી મૂર્તિઓ જેવા વ્યર્થ થશે.


તે દિવસે પ્રભુનો અંકુર સુંદર અને ગૌરવી બનશે. ઇઝરાયલના બચી ગયેલા લોકો માટે ભૂમિની પેદાશ અભિમાન અને ગૌરવનું કારણ બની રહેશે.


પ્રભુ, યાકોબનો રાજા, આ પ્રમાણે કહે છે: “હે પ્રજાઓના દેવો, તમારો દાવો રજૂ કરો.”


બધી પ્રજાઓ એકઠી થાય અને લોકો ભેગા મળે. તેમના કયા દેવે આ વાત અગાઉથી જાહેર કરી હતી? બની ચૂકેલી ઘટનાઓ વિષે કોણે પહેલેથી કહ્યું હતું? એ વિષે પોતે સાચા છે એવું પુરવાર કરવા માટે તેઓ સાક્ષીઓ રજૂ કરે; જેથી બીજાઓ તેમને સાંભળીને તેમનું કહેવું સાચું છે કે કેમ તેનું સમર્થન આપે.”


જેનાથી કંઈ હિત થતું નથી એવો દેવ કોણ બનાવે? કોણ મૂર્તિને ઢાળે?


મૂર્તિઓ ઘડનારા નહિવત્ છે. તેમના કિંમતી દેવો કશા કામના નથી. તેમના એ સાક્ષીઓ જોતા નથી કે જાણતા નથી, તેથી તેમણે લજવાવું પડશે.


બેલદેવ નમી પડયો છે, નબોદેવ ઝૂકી પડયો છે. તેમની મૂર્તિઓ ભારવાહક ગધેડાં પર લાદવામાં આવી છે. એકવાર બેબિલોનીઓ તેમને સરઘસમાં ઊંચકીને ફેરવતા હતા, પણ અત્યારે તો તેઓ થાકેલાં પ્રાણીઓને ભારરૂપ થઈ પડી છે.


“તમે સૌ એકત્ર થાઓ અને સાંભળો! મારો પ્રિય માણસ બેબિલોન પર આક્રમણ કરી મારો હેતુ સિદ્ધ કરશે અને તેને હાથે ખાલદીઓ ખુવાર થઈ જશે તે વિષે કોઈ દેવે અગાઉથી જણાવ્યું નથી.


તું સહાય માટે પોકાર કરે ત્યારે એ તારી સંધરેલી મૂર્તિઓ તને બચાવશે? વાયુ તેમને ઉડાવી દેશે, અરે, તેઓ તો એક ફૂંકમાં ઊડી જશે. પણ મારે શરણે આવનારા તો દેશનો વારસો પ્રાપ્ત કરશે અને મારા પવિત્ર પર્વતનું વતન પામશે.


એ જોઈને માનવીઓ અવાકા બની જાય છે, અને મૂર્તિ ઘડનાર કારીગરો શરમાઈ જાય છે, કારણ કે, પ્રતિમાઓ ખોટી અને નિર્જીવ છે.


આવી મૂર્તિઓ, ક્કડીની વાડીમાં મૂકેલા ચાડિયા જેવી છે; તેઓ બોલી શક્તી નથી; તેમને ઊંચકીને લઈ જવી પડે છે, કારણ, તેઓ ચાલી શક્તી નથી. તેમનાથી ગભરાશો નહિ; કારણ, તેઓ કંઈ નુક્સાન કરી શક્તી નથી, કે કંઈ ભલું પણ કરી શક્તી નથી!


તેઓ બધા જ અક્કલહીન અને મૂર્ખ છે; તેઓ લાકડાંની મૂર્તિઓ પાસેથી શું શીખી શકે?


જેમ ઇઝરાયલીઓ તેમના ‘બેથેલ’ના દેવ પર ભરોસો રાખવાને લીધે લજ્જિત થયા હતા તેમ મોઆબીઓ તેમના દેવ કમોશ પર ભરોસો રાખવાને લીધે લજ્જિત થશે.


પરંતુ અંત સમયે હું મોઆબને ફરીથી આબાદ બનાવીશ હું પ્રભુ આ બોલું છું.”


બેબિલોનમાંથી નિરાશ્રિતો નાસી છૂટીને સિયોનમાં આવ્યા છે. બેબિલોનીઓએ પ્રભુના મંદિરની જે દશા કરી હતી તેનું વેર આપણા ઈશ્વર પ્રભુએ તેમના પર વાળ્યું છે તે વિષે તેઓ ત્યાં જાહેરાત કરે છે.


તે સમયે તમે ખ્રિસ્ત વગરના હતા. તમે પરદેશી હતા અને ઈશ્વરના પસંદ કરેલા ઇઝરાયલી લોકમાં તમારી ગણતરી કરવામાં આવતી નહોતી. ઈશ્વરે પોતાના લોકને આપેલાં વચનો પર આધારિત કરારોમાં તમારે કોઈ લાગભાગ ન હતો. તમે આ દુનિયામાં આશારહિત અને ઈશ્વર વગર જીવતા હતા.


ખ્રિસ્તે ક્રૂસ પરના તેમના મરણની મારફતે આપણી એ અરસપરસની દુશ્મનાવટનો સંહાર કર્યો છે, અને ક્રૂસ દ્વારા જ તેમણે બંને પ્રજાને એક શરીરરૂપ કરીને તેમનું ઈશ્વરની સાથે સમાધાન કરાવ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan