Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 45:14 - પવિત્ર બાઇબલ C.L.

14-15 પ્રભુ ઇઝરાયલને આ પ્રમાણે કહે છે, “ઇજિપ્તની પેદાશ અને કુશનો વ્યાપારી માલ તારાં થશે; સબાઇમના કદાવર લોકો તારા ગુલામ બનશે. તેઓ બેડીએ જકડાઈને તારી પાછળ પાછળ ચાલશે. તેઓ તને પગે પડીને કબૂલ કરશે, ‘ઈશ્વર તારી સાથે છે. માત્ર એ જ ઈશ્વર છે; બીજો કોઈ નથી.’ ” હે ઈશ્વર, ઇઝરાયલના મુક્તિદાતા, તમે સાચે જ ગૂઢ છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 યહોવા એવું કહે છે, “મિસરની મહેનત [નું ફળ] તથા કૂશનો વેપાર, અને કદાવર સબાઈમ લોકો એ બધાં તારે શરણે આવશે ને તારાં થશે. તેઓ તારી આગળ ચાલશે; તેઓ બેડીઓ પહેરીને ચાલતા આવશે. અને તેઓ તારી આગળ પ્રણામ કરશે, તેઓ તને વિનંતી કરશે કે, માત્ર તારામાં ઈશ્વર છે; અને બીજો કોઈ નથી, [બીજો] ઈશ્વર નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 યહોવાહ આ પ્રમાણે કહે છે, “મિસરની કમાણી અને કૂશના વેપારીઓ તથા કદાવર સબાઈમ લોકો એ સર્વ તારે શરણે આવશે. તેઓ તારા થશે. તેઓ સાંકળોમાં, તારી પાછળ ચાલશે. તેઓ તને પ્રણામ કરીને તને વિનંતી કરશે કે, ‘ખરેખર ઈશ્વર તારી સાથે છે અને તેમના સિવાય બીજો કોઈ નથી.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 યહોવા ઇસ્રાએલને આ પ્રમાણે કહે છે: “મિસરની સંપતિ અને કૂશના વેપારીઓ તેમજ સબાના કદાવર માણસો તારે શરણે આવશે અને તારા દાસ બનશે. તેઓ આવીને સાંકળે જકડાઇને તારી પાછળ પાછળ ચાલશે. તેઓ તને પ્રણામ કરીને તારી આગળ અરજ કરશે. અને કહેશે, ‘દેવ તારી સાથે જ છે, એના સિવાય બીજો કોઇ દેવ નથી.’”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 45:14
41 Iomraidhean Croise  

લોકો તારી સેવા કરો, પ્રજાઓ તારી આગળ નમો. તું તારા ભાઈઓનો માલિક થા, અને તારી માતાના પુત્રો તારી આગળ નમો. તને શાપ દેનાર પર શાપ ઊતરો, અને તને આશિષ દેનાર આશિષ પામો.”


પછી ગાથમાં બીજી એક લડાઈ થઈ. જેમાં એક રાક્ષસી કદનો યોદ્ધો હતો. તેને બન્‍ને હાથે છ છ આંગળીઓ હતી અને બંને પગે છ છ આંગળીઓ હતી.


પ્રત્યેક પ્રાંત અને પ્રત્યેક શહેર જ્યાં જ્યાં રાજાના હુકમની જાહેરાત થઈ ત્યાં ત્યાં યહૂદીઓ આનંદવિભોર થઈ ગયા. તેઓ ખાનપાનમાં ઉત્સવ મનાવવા લાગ્યા. વાસ્તવમાં, કેટલાક લોકો તો બીકના માર્યા યહૂદી થઈ ગયા.


ત્યારે શબાઈમ લોકો હુમલો કરીને તેમને લઈ ગયા; તેમણે બધા નોકરોને તરવારથી કાપી નાખ્યા છે. તમને ખબર આપવા માટે માત્ર હું એકલો જ બચવા પામ્યો છું.


તું આરામ લેતો હશે ત્યારે કોઈ ખલેલ પહોંચાડશે નહિ અને ઘણા લોકો તારી સદ્ભાવના શોધશે.


તેમના ગળામાં ઈશ્વરની બુલંદ સ્તુતિ હો; અને તેમના હાથમાં બેધારી તલવાર હો;


તે તેમના રાજાઓને જંજીરોથી, અને તેમના અમીરોને બેડીઓથી બાંધે;


મોશેએ કહ્યું, “આ તમારા બધા અમલદારો મારી આગળ આવીને નમી જઈને કહેશે, ‘તું તથા તને અનુસરનારા તારા સર્વ લોકો અહીંથી જતા રહો’ અને તે પછી જ હું જતો રહીશ.” પછી મોશે ક્રોધથી તપી જઈને ફેરો આગળથી ચાલ્યો ગયો.


જેમ વૃક્ષ પરથી ડાળી મોટા કડાકા સાથે કાપી નાખવામાં આવે તેમ તેમને કાપી નાખવામાં આવશે. તે ઊંચા અને પડછંદ માણસોની ક્તલ કરી તેમને ભોંયભેગા કરી દેશે.


કૂશની નદીઓની પેલે પારના પ્રદેશમાં પાંખોનો ફફડાટ સંભળાય છે.


તે દિવસે જેમનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે એવા દેશની કદાવર અને સુંવાળી પ્રજા, દૂરદૂરના લોકો પર ધાક બેસાડનારી પ્રજા, સમર્થ અને સરસાઈ ભોગવતી પ્રજા સર્વસમર્થ પ્રભુને માટે અર્પણો લઈને આવશે. જ્યાં સર્વસમર્થ પ્રભુને નામે ભજન થાય છે તે સિયોન પર્વત પર તેઓ આવશે.


પ્રભુ પોતાને ઇજિપ્તના લોકો સમક્ષ પ્રગટ કરશે અને તેઓ તેમનો સ્વીકાર કરીને તેમનું ભજન કરશે અને તેમને ચડાવવા માટે બલિદાનો અને ધાન્યાર્પણો લાવશે. તેઓ પ્રભુને નામે માનતાઓ લેશે અને તેમને પૂરી કરશે.


પ્રભુ ઇજિપ્તીઓ પર પ્રહાર કરશે પણ તેમને સાજા કરશે. તેઓ પ્રભુ તરફ પાછા ફરશે અને તે તેમની પ્રાર્થનાઓ સાંભળીને તેમને સાજા કરશે.


તેના વેપારનો નફો અને તેની કમાણી પ્રભુને અર્પણ થશે. તેનો સંગ્રહ કરવામાં આવશે નહિ, પણ તે પૈસામાંથી પ્રભુની સેવા કરનારા ભરીપૂરીને ખાશે અને ઉત્તમ વસ્ત્રો પહેરશે.


કારણ, હું પ્રભુ તારો ઈશ્વર છું. હું ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર, તારો ઉદ્ધારક છું. તારા મુક્તિમૂલ્ય તરીકે મેં ઇજિપ્ત આપ્યું છે અને તારે બદલે મેં કૂશ તથા સબા આપ્યાં છે.


હે મારા લોક, ભયભીત થશો નહિ કે બીશો નહિ. શું મેં એ બધું પ્રાચીન સમયથી જાહેર કરેલું નથી? તમે પોતે મારા સાક્ષીઓ છો. શું બીજો કોઈ દેવ છે? ના, બીજો કોઈ એવો આશ્રયનો ખડક નથી. હું તો એવા બીજા કોઈને જાણતો નથી.”


તેઓ કહેશે, ‘પ્રભુ તરફથી વિજય અને સામર્થ્ય પ્રાપ્ત થાય છે, પણ જે કોઈ તેમની વિરુદ્ધ પડયા છે તેમણે તેમની સમક્ષ શરમાવું પડશે.


રાજાઓ તેમના પિતા સમાન અને તેમની રાણીઓ તેમની ધાવ સમાન બનશે. તેઓ તને ભૂમિ સુધી લળી લળીને પ્રણામ કરશે અને તારી ચરણરજ ચાટશે. ત્યારે તને ખ્યાલ આવશે કે હું પ્રભુ છું અને મારા પર આધાર રાખનાર કદી નિરાશ થતા નથી.”


તું ડાબી કે જમણી બધી બાજુએ તારી સરહદો વધારશે. તારાં સંતાન અન્ય પ્રજાઓ પર કબજો જમાવશે અને નિર્જન શહેરો ફરી વસાવશે.


જુઓ, જે પ્રજાઓ વિષે તમે જાણતા નથી તેમને તમે બોલાવશો; જે પ્રજાઓ તમને ઓળખતી નહોતી તેઓ તારી સાથે સંબંધ બાંધવાને દોડતી આવશે. હું તમારો ઈશ્વર પ્રભુ છું; ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું અને મેં તમને ગૌરવી બનાવ્યા છે તેને લીધે એમ થશે.”


પ્રજાઓ તારા પ્રકાશ તરફ અને રાજાઓ તારા તેજોદય તરફ ચાલ્યા આવશે.


તેમના વંશજો પ્રજાઓમાં અને તેમનાં સંતાનો લોકોમાં ખ્યાતિ પામશે. એમને જોનાર સૌ કોઈ કહેશે કે ખરેખર આ તો પ્રભુથી આશિષ પામેલા લોક છે.”


હે પ્રભુ, સંકટ સમયે મારું રક્ષણ કરનાર, મને શક્તિ આપનાર અને મને આશ્રય આપનાર તમે જ છો. પૃથ્વીના દૂર દૂરના વિસ્તારોમાંથી પ્રજાઓ તમારી પાસે આવશે અને કહેશે, “અમારા પૂર્વજો પાસેથી તો અમને વારસામાં જૂઠા દેવો અને નિર્જીવ અને નકામી મૂર્તિઓ જ મળી છે.


મોજીલા લોકોના ટોળાનો અવાજ સંભાળાતો હતો. તેમણે તે બન્‍ને સ્ત્રીઓને હાથે બંગડીઓ અને તેમને માથે સુંદર મુગટ પહેરાવ્યાં.


તું તો લબાનોનના સુંદર, ઘટ્ટાદાર અને ઊંચા ગંધતરુ જેવો છે. તેની ટોચ વાદળોને સ્પર્શે છે.


હું તમારા પુત્રો અને પુત્રીઓને યહૂદિયાના લોકોને વેચાતા અપાવીશ અને તેઓ તેમને દૂર દેશના શેબાના લોકોને વેચી દેશે. હું પ્રભુ એ બોલ્યો છું.


આમ, તેઓ ઇઝરાયલીઓમાં દેશની માહિતી સંબંધી પ્રતિકૂળ અહેવાલ ફેલાવવા લાગ્યા. તેમણે કહ્યું, “અમે જે દેશની ફરી ફરીને જાસૂસી કરી તેની ભૂમિ તો તેના રહેવાસીઓને ભરખી ખાનાર ભૂમિ છે અને અમે જોયું કે ત્યાં વસતા બધા લોકો ઊંચા અને કદાવર છે.


તેના ગુપ્ત વિચારો જાહેર થશે, અને તે નમન કરીને ઈશ્વરનું ભજન કરશે. વળી, “ખરેખર, ઈશ્વર તમારી મયે હાજર છે.” એવી કબૂલાત કરશે.


આથી અમારે કંઈ વિશેષ કહેવાની જરૂર નથી.


સાંભળ, પેલા શેતાનના સાગરીતો, એટલે, પેલા જૂઠાઓ પોતાને યહૂદી કહેવડાવે છે, પણ તેવા નથી, તેમને હું તારે ચરણે નમાવીશ ત્યારે તેઓ જાણશે કે હું તારા પર પ્રેમ રાખું છું.


Lean sinn:

Sanasan


Sanasan