Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 45:13 - પવિત્ર બાઇબલ C.L.

13 કોરેશને વિજયપ્રાપ્તિને અર્થે ઊભો કરનાર અને તેની આગળ તેના બધા માર્ગો સીધા સરળ કરી દેનાર હું છું. તે મારા શહેર યરુશાલેમને બાંધશે અને કોઈપણ જાતના મૂલ્ય કે બદલા વિના તે મારા બંદીવાન લોકને સ્વતંત્ર કરશે.” આ તો સર્વસમર્થ પ્રભુનાં ઉચ્ચારેલાં વચનો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 મેં તેને ન્યાયી [ઉદેશથી] ઊભો કર્યો છે, તેના સર્વ માર્ગો હું સીધા કરીશ; તે જ મારું નગર બાંધશે, ને કંઈ મૂલ્ય અથવા બદલો [લીધા] વગર મારા બંદીવાનોને તે છોડી મૂકશે.” સૈન્યોના [ઈશ્વર] યહોવા એવું કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 મેં કોરેશને ન્યાયીપણામાં ઊભો કર્યો છે અને તેના સર્વ માર્ગો હું સીધા કરીશ. તે મારું નગર બાંધશે; અને કોઈ મૂલ્ય કે લાંચ લીધા વિના તે મારા બંદીવાનો ઘરે મોકલશે,” સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 મેં જ કોરેશને વિજયને માટે ઊભો કર્યો છે, અને હું એની આગળ માર્ગો સીધા અને સપાટ કરીશ. એ મારું નગર પુન:સ્થાપિત કરશે અને બંદીવાન થયેલા મારા લોકોને છોડાવશે. એમ કરવામાં સારો બદલો મેળવવાની તે ઇચ્છા રાખશે નહિ.” આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 45:13
19 Iomraidhean Croise  

હે સર્વ પ્રજાજનો, તમારામાં પ્રભુના લોક છે. તેમના ઈશ્વર તેમની સાથે હો! તમે તેમને તેમના ઈશ્વરનું મંદિર ફરી બાંધવા યરુશાલેમ જવા દો. યાહવે જ સાચા ઈશ્વર છે.


હે અમારા ઉદ્ધારક ઈશ્વર, અમારા ઉદ્ધારને માટે ભયાનક કામો કરીને તમે અમને ઉત્તર આપો છો. પૃથ્વીની સીમાઓએ વસેલા લોકો અને દરિયાપારના નિવાસીઓ તમારો જ આશરો લે છે.


તારાં બધાં કાર્યોમાં ઈશ્વરનું આધિપત્ય સ્વીકાર, અને તે તને સીધે માર્ગે દોરશે.


પ્રભુ કહે છે, “જેમને ચાંદીની કંઈ પડી નથી અને સોનામાં જરાય રસ નથી એવા માદીઓને હું બેબિલોન પર આક્રમણ કરવા ઉશ્કેરીશ.


શું આ જ માણસે દુનિયાને ઉજ્જડ બનાવી હતી અને તેનાં શહેરોનો નાશ કર્યો હતો? પોતાના કેદીઓને છટકીને ઘેર નાસી જવા ન દેનાર તે શું આ જ માણસ છે?’


કોણે પૂર્વના એક રાજાને ઉશ્કેરીને પોતાના ન્યાયીપણાના પ્રતિપાદન અર્થે બોલાવ્યો છે? કોણે પ્રજાઓને તેના હાથમાં સોંપી દીધી છે? કોણે રાજાઓને એને તાબે કરી દીધા છે? તે પોતાની તલવારથી તેમને ધૂળમાં મેળવી દે છે અને પોતાનાં તીરોથી તેમને ઊડી જતા તરણા જેવા કરી નાખે છે.


“મેં પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે, તે તમારા પર ઉત્તર તરફથી આક્રમણ કરશે. કોઈ ગારો ગૂંદે અથવા કુંભાર માટીને ગૂંદે તેમ તે રાજાઓને કચડી નાખશે.


“મેં પ્રભુએ તને પૃથ્વી પર ન્યાયની પ્રતિષ્ઠા અર્થે બોલાવ્યો છે. હું તારો હાથ પકડી રાખીશ અને તને સંભાળીશ. તું બધા લોકોની સાથેના મારા કરારરૂપ બનીશ અને વિદેશીઓમાં તું પ્રકાશરૂપ બની રહીશ.


હું કોરેશને કહું છું, ‘તું મારા લોકનો ઘેટાંપાળક છે. તું મારા મનની બધી ઇચ્છાઓ પૂરી કરશે. તું આજ્ઞા આપીશ કે યરુશાલેમ ફરીથી બંધાય અને મંદિરનો પાયો ફરીથી નંખાય.”


પ્રભુ કોરેશને કહે છે, “હું જાતે તારો માર્ગ તૈયાર કરીશ. પર્વતો અને ડુંગરોને હું સપાટ કરી દઈશ. હું તાંબાના દરવાજાઓને તોડી નાખીશ અને તે પરના લોખંડના પટ્ટા કાપી નાખીશ.


હું પૂર્વમાંથી તરાપ મારતા શિકારી બાજને એટલે, દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર માણસને બોલાવું છું. હું તે બોલ્યો છું, અને તે જ હું પાર પાડીશ.”


તો પ્રભુ જવાબ આપે છે, “હા, તે જ પ્રમાણે બનવાનું છે. યોદ્ધાઓ પાસેથી બંદીવાનો છોડાવી લેવાશે અને જુલમગાર પાસેથી લૂંટ પચાવી પડાશે. તારી વિરુદ્ધ લડનારા સામે હું લડીશ અને તારાં બાળકોને બચાવીશ.


હવે અહીં બેબિલોનના સંબંધમાં પણ એવું જ બન્યું છે. કારણ, મારા લોકને વિનામૂલ્યે બંદીવાન કરી લઈ જવામાં આવ્યા છે અને તેમના ઉપરી અમલદારો તેમની ઠેકડી ઉડાવે છે. મારું નામ આખો દિવસ સતત નિંદાય છે.


હે યરુશાલેમના લોકો, પ્રસૂતાની જેમ મરડાઓ અને ઊંહકારા ભરો. કારણ, તમારે આ શહેર છોડીને ખુલ્લા પ્રદેશમાં રહેવું પડશે. તમારે બેબિલોનમાં દેશનિકાલ થવું પડશે; પણ ત્યાંથી તમે છોડાવી લેવાશો અને પ્રભુ તમારા શત્રુઓથી તમને બચાવી લેશે.


Lean sinn:

Sanasan


Sanasan