Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 45:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે. પ્રજાઓ તેને તાબે કરવા અને રાજાઓની સત્તા આંતરી લેવા મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે.તેની આગળ હું બધાં નગરોના દરવાજા ખોલી દઈશ; એક પણ બંધ નહિ રહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવા કહે છે, “કોરેશ મારો અભિષિક્ત છે, તેની આગળ દેશોને તાબે કરવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે, તેની આગળ હું રાજાઓની કમરો ઢીલી કરી નાખીશ; જેથી દરવાજા ખૂલી જશે, ને દ્વારો બંધ કરવામાં આવશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહ કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે, તેની આગળ દેશોને તાબે કરવા, રાજાઓનાં હથિયાર મુકાવી દેવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે અને દરવાજા ખૂલી જશે અને તે દ્વારો બંધ કરવામાં આવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પોતાના અભિષિકત કોરેશને યહોવા આ મુજબ કહે છે: “મેં તારો જમણો હાથ પકડ્યો છે; દેશદેશના લોકોને હું તારી આગળ નમાવીશ. રાજાઓને તેમનો રાજવી ઝભ્ભો ઉતરાવી દઇશ; તારી આગળ બધાં નગરોના દરવાજા ખૂલી જશે, કોઇ દરવાજો બંધ નહિ રહે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 45:1
31 Iomraidhean Croise  

પ્રભુએ કહ્યું, “પાછો ફર અને દમાસ્ક્સના રણપ્રદેશમાં જા. ત્યાં નગરમાં જઈને હઝાએલનો અરામના રાજા તરીકે અભિષેક કરજે;


યર્મિયા સંદેશવાહક દ્વારા પ્રભુએ પ્રગટ કરેલો સંદેશ પૂર્ણ થાય તે માટે ઇરાનના સમ્રાટ કોરેશે પોતાના અમલના પ્રથમ વર્ષે પ્રભુની પ્રેરણા પ્રમાણે પોતાના સામ્રાજ્યમાં એક લેખિત આદેશ બહાર પાડયો અને તેની જાહેરાત કરાવી.


તેનો આદેશ આ પ્રમાણે હતો: “ઈરાનનો સમ્રાટ હું કોરેશ પોતે આ આદેશ આપું છું. આકાશના ઈશ્વર પ્રભુએ મને સમગ્ર દુનિયાનાં રાજ્યો પર સત્તા આપી છે અને યહૂદિયામાંના યરુશાલેમમાં તેમને માટે મંદિર બાંધવાની જવાબદારી સોંપી છે.


તે રાજવંશીઓ પર ફિટકાર વરસાવે છે અને શૂરવીરોને થથરાવી મૂકે છે.


છતાં હું નિરંતર તમારી નિકટ છું; તમે મારો જમણો હાથ પકડયો છે.


વેરાન પર્વતના શિખર પર લડાઈનો વજ લહેરાવો! સૈનિકો હાંક મારો અને તેમને હાથ હલાવી ઈશારો કરતાં જણાવો કે તેઓ ઉમરાવોના દરવાજાઓમાં ધૂસી જાય.


પ્રભુએ પોતાના સમર્પિત લોકને હુકમ આપ્યો છે, અને તેમના વિજયથી આનંદ પામનારા સૈનિકોને પોતાના ક્રોધનો અમલ કરવા બોલાવ્યા છે.


હું તારો ઈશ્વર પ્રભુ છું, હું તારો જમણો હાથ પકડી રાખતાં કહું છું કે બીશ નહિ, હું તને સહાય કરીશ.”


કોણે પૂર્વના એક રાજાને ઉશ્કેરીને પોતાના ન્યાયીપણાના પ્રતિપાદન અર્થે બોલાવ્યો છે? કોણે પ્રજાઓને તેના હાથમાં સોંપી દીધી છે? કોણે રાજાઓને એને તાબે કરી દીધા છે? તે પોતાની તલવારથી તેમને ધૂળમાં મેળવી દે છે અને પોતાનાં તીરોથી તેમને ઊડી જતા તરણા જેવા કરી નાખે છે.


“મેં પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે, તે તમારા પર ઉત્તર તરફથી આક્રમણ કરશે. કોઈ ગારો ગૂંદે અથવા કુંભાર માટીને ગૂંદે તેમ તે રાજાઓને કચડી નાખશે.


“મેં પ્રભુએ તને પૃથ્વી પર ન્યાયની પ્રતિષ્ઠા અર્થે બોલાવ્યો છે. હું તારો હાથ પકડી રાખીશ અને તને સંભાળીશ. તું બધા લોકોની સાથેના મારા કરારરૂપ બનીશ અને વિદેશીઓમાં તું પ્રકાશરૂપ બની રહીશ.


હું કોરેશને કહું છું, ‘તું મારા લોકનો ઘેટાંપાળક છે. તું મારા મનની બધી ઇચ્છાઓ પૂરી કરશે. તું આજ્ઞા આપીશ કે યરુશાલેમ ફરીથી બંધાય અને મંદિરનો પાયો ફરીથી નંખાય.”


હું પ્રભુ છું. મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. જો કે તું મને ઓળખતો નથી છતાં હું તને બળવાન કરીશ,


હું જ એ બોલ્યો છું; હા, મેં તેને બોલાવ્યો છે. હું તેને લઈ આવીશ અને તે તેનું કાર્ય સિદ્ધ કરશે.


અને હવે મેં આ બધા દેશોને મારા સેવક, બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધા છે; અરે, હિંસક પશુઓને પણ તેની સેવા કરવા મેં તેને સોંપી દીધાં છે!


પછી એ લોકોને કહે કે, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: જુઓ, હું મારા સેવક બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારને આ સ્થળે બોલાવી લાવીશ અને તેનું રાજ્યાસન હું અહીં સંતાડેલા પથ્થરો પર ઊભું કરીશ અને તે પર તેનો રાજવી તંબૂ ઊભો કરાશે.


ઉત્તરમાંથી એક પ્રજા બેબિલોન પર આક્રમણ કરવા આવી રહી છે. તેઓ તે દેશને ઉજ્જડ બનાવી દેશે. માણસો અને પ્રાણીઓ સુદ્ધાં ત્યાંથી નાસી છૂટશે અને ત્યાં કોઈ વસવાટ કરશે નહિ.”


પ્રભુ કહે છે: “બેબિલોન દેશ પર અને બેબિલોનના રહેવાસીઓ પર, તેના અધિકારીઓ પર અને તેના જ્ઞાનીઓ પર તલવાર ઝઝુમે છે!


પ્રભુએ બેબિલોનનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે. તેથી તેમણે માદીઓના રાજાઓને ઉશ્કેર્યા છે. પ્રભુના મંદિરનો વિનાશ કર્યાને લીધે પ્રભુ આ રીતે પોતાનું વેર વાળી રહ્યા છે. સેનાનાયકો હુકમ કરે છે: તમારાં તીરોને તીક્ષ્ણ બનાવો અને ઢાલો ધારણ કરો.


બેબિલોનના સૈનિકોએ લડવાનું બંધ કર્યું છે અને તેઓ પોતાના કિલ્લામાં ભરાઈ ગયા છે. તેઓ હિંમત હારી ગયા છે અને તેઓ અબળા જેવા નબળા બની ગયા છે. નગરના દરવાજાઓને તોડી પાડવામાં આવ્યા છે અને મકાનોને આગ લગાડવામાં આવી છે.


વળી, સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; “બેબિલોન નગરના વિશાળ કોટને તોડીને જમીનદોસ્ત કરવામાં આવશે, અને તેના બુલંદ દરવાજાઓને બાળીને ભસ્મ કરવામાં આવશે. આમ, પ્રજાઓએ એના બાંધકામમાં કરેલો સખત પરિશ્રમ વ્યર્થ જશે અને લોકોએ ઉઠાવેલી જહેમત અગ્નિમાં ખાક થઈ જશે.”


તેણે બજાવેલ સેવાના બદલારૂપે હું નબૂખાનેસ્સારને ઇજિપ્ત દેશ સોંપી દઉં છું; કારણ, એના સૈન્યે મારે માટે કામ કર્યું છે. હું, પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.


રાજાનો ચહેરો ઉદાસ થઈ ગયો. અને તે એટલો ગભરાયો કે તેના ધૂંટણો ધ્રૂજવા લાગ્યા.


બીજું પ્રાણી પંજા પર ઊભા રહેલા રીંછના જેવું હતું. તેના મોંમાં, દાંતની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું, ‘ઊઠ, તારાથી ખવાય એટલું માંસ ખા!’


ત્યાં નદીની પાસે મેં એક ઘેટો જોયો. તેને બે લાંબાં શિંગડાં હતાં. તેમાંનું એક શિંગડું વધુ લાંબું અને બીજાં કરતાં નવું લાગતું હતું.


મેં ઘેટાને પશ્ર્વિમ, ઉત્તર અને દક્ષિણ તરફ શિંગડાં મારતો જોયો. તેને કોઈ પ્રાણી રોકી શકાયું નહિ કે તેની તાક્તનો મુકાબલો કરી શકાયું નહિ. પોતાને ફાવે તેમ તે કરી શક્તો હતો અને તેથી તે ઘમંડી બની ગયો.


નદીઓ પરના દરવાજા જોરથી ખૂલી ગયા છે અને મહેલમાં ગભરાટ ફેલાઈ ગયો છે.


તારા સૈનિકો નામર્દ અને તારો દેશ શત્રુઓની આગળ રક્ષણવિહોણો છે. તારા દરવાજાઓ પરના લાકડાના પાટડા અગ્નિથી બાળી નંખાશે.


Lean sinn:

Sanasan


Sanasan