Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 44:26 - પવિત્ર બાઇબલ C.L.

26 પણ મારા સેવકોનાં ભવિષ્યકથનોને તો હું સાચાં ઠરાવું છું અને મારા સંદેશવાહકોએ ભાખેલી ભાવિ યોજનાઓ પાર પાડું છું. હું યરુશાલેમને કહું છું: ‘તારે ત્યાં ફરીથી લોકો વસશે,’ અને યહૂદિયાનાં નગરોને કહું છું: ‘તમે ફરીથી બંધાશો. તમને તમારાં ખંડિયેરોમાંથી બાંધવામાં આવશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તે પોતાના સેનકની વાતને સ્થિર કરનાર છે, ને પોતાના સંદેશીયાના સંદેશાને તે સત્ય ઠરાવે છે; તે યરુશાલેમ વિષે કહે છે કે તેમાં વસતિ થશે; અને યહૂદિયાનાં નગરો વિષે [કહે છે કે,] તેઓ ફરી બંધાશે, હું તેનાં ખંડિયેર પાછાં બાંધીશ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 હું, યહોવાહ! પોતાના સેવકની વાતને સ્થિર કરનાર અને મારા સંદેશાવાહકોના સંદેશાને સત્ય ઠરાવનાર છું, જે યરુશાલેમ વિષે કહે છે, ‘તેમાં વસ્તી થશે;’ અને યહૂદિયાનાં નગરો વિષે કહે છે, “તેઓ ફરી બંધાશે, હું તેનાં ખંડિયેર પાછાં બાંધીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પણ મારા સેવકોનાં વચનને હું સાચાં ઠરાવું છું. અને મારા સંદેશાવાહકો મારફતે પ્રગટકરેલા ઉદ્દેશો પાર પાડું છું. યરૂશાલેમને હું કહું છું, “તારે ત્યાં ફરી વસ્તી થશે,” યહૂદાના શહેરોને હું કહું છું, “તમે ફરી બંધાશો, તમારાં ખંડેરો હું ફરી ઉભા કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 44:26
53 Iomraidhean Croise  

સમરૂનના લોકોએ બહાર ધસી આવીને અરામીઓની છાવણી લૂંટી અને પ્રભુએ કહ્યું હતું તેમ સારામાં સારા ત્રણ કિલો જવ, ચાંદીના એક સિક્કાના ભાવે વેચાયા.


ઈશ્વરભક્ત એલિશાએ રાજાને કહ્યું હતું કે આવતી કાલે આ સમયે સારામાં સારા ત્રણ કિલો ઘઉં અને છ કિલો જવ ચાંદીના એક સિક્કાને ભાવે વેચાશે;


અને તેને તે જ પ્રમાણે થયું. તે નગરને દરવાજે લોકોના પગ નીચે ચગદાઈને મરણ પામ્યો.


યજ્ઞકારો, લેવીઓ અને કેટલાક લોકો યરુશાલેમમાં કે તેની નજીકમાં વસ્યા; સંગીતકારો, મંદિરના સંરક્ષકો અને મંદિરના સેવકો નજીકના નગરોમાં વસ્યા; જ્યારે બાકીના ઇઝરાયલીઓ પોતપોતાના વતનનાં નગરોમાં જઈ વસ્યા.


તેમણે કહ્યું, “જેઓ દેશનિકાલમાંથી બચી જઈ પ્રાંતમાં જીવતા રહ્યા છે તેઓ ભારે મુશ્કેલીમાં અને અપમાનજનક સ્થિતિમાં છે. યરુશાલેમનો કોટ હજી તૂટેલી હાલતમાં જ છે અને દરવાજાઓ બાળી નાખ્યા પછી સમારવામાં આવ્યા નથી.”


મેં જવાબ આપ્યો, “હે રાજા, અમર રહો. જ્યાં મારા પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે તે શહેર આજે ખંડિયેર હાલતમાં છે અને તેના દરવાજાઓ બાળી નાખવામાં આવ્યા છે. તો પછી મને દુ:ખ ન થાય?”


ત્યારે તે લાચારની પ્રાર્થના પ્રત્યે લક્ષ આપશે, અને તેમની અરજોની અવગણના કરશે નહિ.


પ્રભુ યરુશાલેમને ફરી બાંધે છે; તે વિખેરાઈ ગયેલા ઇઝરાયલીઓને પાછા એકત્ર કરે છે.


કારણ, ઈશ્વર સિયોન નગરને બચાવશે, અને યહૂદિયા પ્રદેશનાં નગરોને ફરી બાંધશે; તેમના લોકો ત્યાં વસશે અને તે ભૂમિને કબજે કરશે.


તેમના ભક્તોના વંશજો વચનના પ્રદેશનો વારસો ભોગવશે, અને તેમના નામ પર પ્રીતિ કરનારાં તેમાં વસશે.


ઘા કરવાનો સમય અને સાજા કરવાનો સમય, તોડવાનો સમય અને બાંધવાનો સમય,


હે શુભસંદેશ લાવનાર સિયોન, ઊંચે પર્વત પર ચડી જા! હે શુભ સમાચાર પાઠવનાર યરુશાલેમ, મોટે સાદે પોકાર! ગભરાયા વિના યહૂદિયાનાં નગરોને ઊંચે સાદે પોકારીને કહે: “જુઓ! આ તમારો ઈશ્વર!”


મારા સેવક સિવાય બીજો કોણ આંધળો છે? મારા સંદેશક સિવાય બીજો કોણ બહેરો છે? પ્રભુને સમર્પિત સેવક જેવો બીજો કોણ આંધળો હોય?


જે બાબતો મેં અગાઉ કહી હતી તે હવે સાચી પડી છે. હવે બીજી નવી બાબતો બને તે પહેલાં હું તને તે કહી સંભળાવું છું.”


પ્રભુ પોતાના ઇઝરાયલી લોકને કહે છે, “મારી કૃપા દાખવવાના નિયત સમયે હું તારું સાંભળીશ અને મુક્તિના દિવસે તને સહાય કરીશ. હું તારું રક્ષણ કરીશ અને લોકો સાથેના મારા કરાર તરીકે તારી નિમણૂક કરીશ. હું દેશનો પુનરોદ્ધાર કરીશ અને ઉજ્જડ થઈ પડી રહેલાં વતનોને વહેંચી આપીશ.


હે યરુશાલેમનાં ખંડિયેરો, તમે સૌ સાથે મળી આનંદનાં ગીતો ગાવા લાગો! કારણ, પ્રભુએ પોતાના શહેરનો ઉદ્ધાર કરીને પોતાના લોકને આશ્વાસન આપ્યું છે.


તું ડાબી કે જમણી બધી બાજુએ તારી સરહદો વધારશે. તારાં સંતાન અન્ય પ્રજાઓ પર કબજો જમાવશે અને નિર્જન શહેરો ફરી વસાવશે.


મારા મુખમાંથી ઉચ્ચારાયેલો સંદેશ પણ તેવો જ છે. મેં જે ઇચ્છયું છે તે પૂર્ણ કર્યા વિના અને જે હેતુ માટે મેં તેને મોકલ્યો છે તે સિદ્ધ કર્યા વિના તે મારી પાસે નિરર્થક પાછો વળશે નહિ.


તારા વંશજો પ્રાચીનકાળનાં ખંડિયેરો બાંધશે અને તું પેઢીઓના જુના પાયા પર ચણતર કરશે. તું ફાટેલી દીવાલોને સમારનાર અને વસવાટની શેરીઓનું પુન:નિર્માણ કરનાર તરીકે ઓળખાશે.”


પ્રભુ યરુશાલેમને કહે છે, “પરદેશીઓ તારા કોટ ફરી બાંધશે અને રાજાઓ તારી સેવા કરશે. જો કે મેં મારા ક્રોધમાં તને શિક્ષા કરી હતી, પણ હવે હું તારા પર કૃપા અને અનુકંપા દાખવીશ.


તેઓ પ્રાચીન ખંડિયેરોને અને ભંગાર ઇમારતોને ફરીથી બાંધશે, પેઢીઓથી પાયમાલ અને ઉજ્જડ રહેલાં નગરોનું નવનિર્માણ કરશે.


આજે હું તને પ્રજાઓ અને રાષ્ટ્રોને ઉખેડી નાખવા તથા તોડી પાડવા, વિનાશ કરવા તથા ઉથલાવી નાખવા અને બાંધવા તથા રોપવાના કાર્ય પર અધિકાર આપું છું.”


પણ કોઈ સંદેશવાહક સુખશાંતિ વિષે આગાહી કરે અને તેની વાત સાચી ઠરે તો જ તે પ્રભુએ મોકલેલો સંદેશવાહક છે એવું પ્રતિપાદિત થાય.”


પ્રભુ કહે છે, “હું યાકોબના વંશજોના તંબૂઓને પુન: ઊભા કરીશ, અને તેમના દરેક ઘરકુટુંબ પર દયા દર્શાવીશ. યરુશાલેમ તેના જૂના ટીંબા પર ફરીથી બંધાશે, અને તેના રાજમહેલને તેના મૂળ સ્થાને પુન: સ્થાપિત કરવામાં આવશે.


હું તમને ફરીથી પાછા ઉઠાવીશ અને તમે ઊભા થશો; તમે ફરીથી તમારી ખંજરીઓ ઉઠાવીને આનંદથી નાચગાન કરશો.


કારણ, ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ કહે છે કે, ‘આ દેશમાં ફરીથી મકાનો, ખેતરો અને દ્રાક્ષવાડીઓ ખરીદવામાં આવશે.”


બિન્યામીન કુળના પ્રદેશમાં, યરુશાલેમની આસપાસનાં ગામોમાં, યહૂદિયાનાં નગરોમાં, પહાડી પ્રદેશનાં નગરોમાં, શફેલાના ખીણપ્રદેશનાં નગરોમાં, અને યહૂદિયાની દક્ષિણના નેગેબપ્રદેશનાં નગરોમાં લોકો ખેતરો ખરીદશે, તેની કિંમત ચૂકવશે, તે માટે વેચાણખત કરી સહીંસિક્કા કરશે અને સાક્ષીઓ હાજર રાખશે. કારણ, હું મારા લોકોને વતનમાં પાછા વસાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


યહૂદિયા અને યરુશાલેમને હું સમૃદ્ધ કરીશ અને તેમને પહેલાંના જેવાં ફરી બાંધીશ.


હું તમારા પર વસતી વધારીશ એટલે કે સમગ્ર ઇઝરાયલી વંશની વૃદ્ધિ થશે. નગરો ફરીથી વસતીવાળાં થશે અને ખંડેરોનું પુન:નિર્માણ થશે.


પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “ભૂતકાળમાં મારા સેવકો, એટલે ઇઝરાયલના સંદેશવાહકો દ્વારા મેં એવું ઘણીવાર જાહેર કર્યું હતું કે હું કોઈને ઇઝરાયલ પર આક્રમણ કરવા મોકલીશ, ત્યારે હું તારા જ વિષે કહેતો હતો.”


અમારા પર મોટી આફત લાવીને અમારી અને અમારા શાસકોની સામે તમે તમારી ઉચ્ચારેલી વાણી સાચી પાડી છે. પૃથ્વીનાં બધાં શહેરો કરતાં તમે યરુશાલેમને વધુ સખત સજા કરી છે.


તેથી આની નોંધ કરી લે અને સમજ: યરુશાલેમને ફરીથી બાંધવાનો હુકમ થાય ત્યારથી ઈશ્વરનો અભિષિક્ત આગેવાન આવે ત્યાં સુધી સાતગણા સાત વર્ષ લાગશે. યરુશાલેમ તેના રસ્તાઓ અને મજબૂત કિલ્લાઓ સહિત ફરીથી બંધાશે અને તે સાતગણા બાસઠ વર્ષ સુધી તે ટકી રહેશે. પણ એ તો સંકટનો સમય હશે.


હું મારા ઇઝરાયલી લોકને તેમના વતનમાં પાછા લાવીશ. તેઓ પોતાનાં ખંડિયેર બની ગયેલાં શહેરો ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષાસવ પીશે; તેઓ વાડીઓ રોપશે અને તેનાં ફળ ખાશે.


પછી હાગ્ગાયે લોકોને પ્રભુનો સંદેશો જણાવ્યો: “મારું વચન છે કે હું તમારી સાથે રહીશ.”


દૂતે મને જાહેરાત કરવા જણાવ્યું, “સર્વસમર્થ પ્રભુ કહે છે કે તેમનાં નગરો ફરીથી આબાદ થશે અને પોતે યરુશાલેમને સહાય કરીને પોતાના શહેર તરીકે તેનો દાવો કરશે.”


મારા સેવકો એટલે સંદેશવાહકો દ્વારા મેં તમારા પૂર્વજોને આજ્ઞાઓ અને ચેતવણીઓ આપી, પણ તેમણે તેમનો અનાદર કર્યો અને તેનાં માઠાં પરિણામ ભોગવ્યાં. પછી તેમણે પશ્ર્વાત્તાપ કર્યો અને એકરાર કર્યો કે મેં સર્વસમર્થ પ્રભુએ તેમને યથાયોગ્ય અને નિયત શિક્ષા કરી હતી.”


“તે સમયે હું યહૂદાનાં ગોત્રોને વનમાં અથવા પાકી ચૂકેલાં ખેતરોમાં સળગી ઊઠતી આગ જેવા બનાવીશ. તેઓ આસપાસની સર્વ પ્રજાઓનો નાશ કરશે. યરુશાલેમના રહેવાસીઓ શહેરમાં સલામત રહેશે.


પહેલા દૂતે બીજાને કહ્યું, “જા, દોડ, પેલા માપદોરીવાળા યુવાનને કહે કે યરુશાલેમમાં એટલા બધા લોકો, અને ઢોરઢાંક થવાનાં છે કે તેનો કોટ રાખી ન શકાય એટલું મોટું તે બનવાનું છે.


શાસ્ત્રમાં સંદેશવાહકોએ જે લખેલું છે તે પરિપૂર્ણ થાય માટે આ બધું બન્યું. ત્યાર પછી બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.


હું તમને સાચે જ કહું છું: આકાશ અને પૃથ્વીની હયાતી ભલે મટી જાય, પણ બધું જ નિયમશાસ્ત્ર પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તેમાંની નાનામાં નાની વાત કે ઝીણામાં ઝીણી વિગત નાબૂદ થવાની નથી.


પછી તેમણે તેમને કહ્યું, “હું જ્યારે તમારી સાથે હતો, ત્યારે આ જ વાતો મેં તમને કહી હતી, ‘મોશેના નિયમશાસ્ત્રમાં, સંદેશવાહકોનાં લખાણોમાં અને ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું સાચું પડવું જ જોઈએ.”


Lean sinn:

Sanasan


Sanasan