Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 44:25 - પવિત્ર બાઇબલ C.L.

25 હું જૂઠા ભવિષ્યવેત્તાઓએ આપેલા સંકેતો ખોટા ઠરાવું છું અને જોશ જોનારાઓને બેવકૂફ બનાવું છું. હું જ્ઞાનીઓનાં જ્ઞાનને ઊંધા વાળું છું અને તેમની વિદ્યાને મૂર્ખાઈ ઠરાવું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તે દંભીઓનાં ચિહ્નોને ખોટાં ઠરાવે છે, ને શકુન જોનારાઓને તે બેવકૂફ બનાવે છે; તે જ્ઞાનીઓને ઊંધા કરી નાખે છે, ને તેમની વિદ્યાને તે મૂર્ખાઈ ઠરાવે છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 હું દંભીઓનાં ચિહ્નોને ખોટા ઠરાવું છું અને શકુન જોનારાઓને બેવકૂફ બનાવું છું; હું જ્ઞાનીઓના વચનને ઊંધું કરી નાખું છું અને તેઓની વિદ્યાને મૂર્ખાઈ ઠરાવું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 હું દંભી પ્રબોધકોને જુઠ્ઠા પાડું છું અને તેઓ જે બનાવો વિષે કહે છે તેના કરતાં જુદા જ બનાવો દઇને હું તેઓને ખોટા પાડું છું. હું જ્ઞાનીઓના વચન પાછા ખેંચાવું છું અને તેમના જ્ઞાનને મૂર્ખાઇ ઠરાવું છું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 44:25
30 Iomraidhean Croise  

દાવિદને ખબર મળી કે અહિથોફેલ આબ્શાલોમ સાથે બળવામાં જોડાયો છે ત્યારે તેણે પ્રાર્થના કરી, “હે પ્રભુ, અહિથોફેલની સલાહ નિરર્થક કરી નાખો.”


એ દિવસોમાં અહિથોફેલની સલાહ જાણે કે ઈશ્વરીય વાણી હોય એવી કીમતી ગણાતી. દાવિદ અને આબ્શાલોમ બન્‍ને એની સલાહને અનુસરતા.


અહિથોફેલે જોયું કે તેની સલાહ માનવામાં આવી નથી એટલે તેણે ગધેડા ઉપર જીન બાંધ્યું અને તેના પર સવાર થઈને પોતાના શહેરમાં જતો રહ્યો. પોતાના ઘરની વ્યવસ્થા કરીને તેણે પોતે ફાંસી ખાધી. તેને તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો.


એમ આહાબ રાજા મરણ પામ્યો. તેને સમરૂનમાં લઈ જઈને દાટવામાં આવ્યો.


બાકીના બીજા સંદેશવાહકોએ પણ એવું જ કહ્યું. તેમણે કહ્યું, “ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરો; તમે જીતવાના છો. પ્રભુ તમને વિજય આપશે.”


આખો દિવસ ભીષણ યુદ્ધ મચ્યું. આહાબ રાજાને અરામના સૈન્ય તરફ મુખ રાખી તેના રથમાં ટેકો આપી ટટ્ટાર બેસાડી રાખ્યો. સૂર્યાસ્ત સમયે તે મૃત્યુ પામ્યો.


પ્રભુ વિધર્મી રાષ્ટ્રોના ઇરાદાને નિષ્ફળ કરે છે, અને તે પ્રજાઓની યોજનાઓને નિરર્થક બનાવે છે.


જાદુગરો મોશે આગળ ઊભા રહી શકાયા નહિ; કારણ, જાદુગરો તેમ જ સર્વ ઇજિપ્તીઓને ગૂમડાં ફૂટી નીકળ્યાં હતાં.


હું ઇજિપ્તીઓને હતાશ કરી દઈશ અને તેમની યોજનાઓને નિષ્ફળ બનાવી દઈશ. તેઓ મૂર્તિઓની, મૃતાત્માઓની, ભૂવાઓની અને ધંતરમંતર કરનારાઓની સલાહ પૂછશે.


તેથી હું આ લોકો મધ્યે અવનવાં અદ્‍ભુત કાર્યો કરીને તેમને આશ્ર્વર્યમાં પાડી દઈશ. તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નાશ પામશે અને તેમના બુદ્ધિમાનોની હોશિયારી ચાલી જશે.”


અદોમ વિષે સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “શું તેમના પ્રદેશમાં કોઈની પાસે જ્ઞાન રહ્યું નથી? શું તેમનું જ્ઞાન અદશ્ય થયું છે?


તેના સંદેશવાહકોને માથે તલવાર ઝઝૂમે છે; તેઓ લવારો કરે છે! તેના સૈનિકોને માથે તલવાર ઝઝૂમે છે; તેઓ આતંક પામે છે!


હું તેના શાસકોને, જ્ઞાનીઓને, રાજ્યપાલોને, અધિકારીઓને તથા સૈનિકોને પીવડાવીને ચકચૂર બનાવીશ. તેઓ ચિરનિદ્રામાં પોઢી જશે અને ફરી કદી જાગશે નહિ.” આ તો રાજાની, હા, જેમનું નામ સેનાધિપતિ યાહવે છે તે ઈશ્વરની વાણી છે.


રાજાના કોઈપણ પ્રશ્ર્ન કે કોયડાનો ઉકેલ આપવામાં સમગ્ર રાજ્યના જાદુગરો કે જ્યોતિષો કરતાં તેઓ દસગણા ચડિયાતા માલૂમ પડયા.


એટલે બધા ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષો આવ્યા. મેં તેમને મારું સ્વપ્ન જણાવ્યું, પણ તેઓ તેનો ખુલાસો આપી શક્યા નહિ.


શિક્ષાનો સમય આવ્યો છે. બદલો લેવાના દિવસો આવી લાગ્યા છે. એ બધું બનશે ત્યારે ઇઝરાયલને ખબર પડશે. તમે કહો છો, “આ સંદેશવાહક મૂર્ખ છે, અને આ ઈશ્વર પ્રેરિત માણસ પાગલ છે.” પાપને લીધે તમે મારો આટલો તિરસ્કાર કરો છો.


સંદર્શકો લજ્જિત થશે અને જોશ જોનારાની ફજેતી થશે. તેમણે શરમથી પોતાનું મોં સંતાડવું પડશે. કારણ, ઈશ્વર તરફથી તેમને કંઈ જવાબ મળશે નહિ.


લોકો મૂર્તિઓ અને જોશ જોનારા પાસે જાય છે, પણ તેમને મળતા જવાબો તો જૂઠાણાં અને અર્થહીન વાતો છે. કેટલાક સ્વપ્નોનું અર્થઘટન કરે છે, પણ તે માત્ર તમને ગેરમાર્ગે દોરવા માટે જ તેમ કરે છે. તેમનું આશ્વાસન નિરર્થક છે. એમ ખોવાયેલાં ઘેટાંની જેમ લોકો ભટકે છે. તેમનો કોઈ દોરનાર ન હોઈ તેઓ સંકટમાં આવી પડેલા છે.


ઇઝરાયલી પ્રજાની વિરુધ કોઈ તંત્રમંત્ર ચાલે એમ નથી, યાકોબના વંશજો વિરુધ કોઈ જાદુમંતર સફળ થાય એમ નથી, હવે તો લોકો ઇઝરાયલીઓ વિષે કહેશે, ‘જુઓ તો ખરા, તેમના ઈશ્વરે કેવું અજાયબ કામ કર્યું છે!’


Lean sinn:

Sanasan


Sanasan