Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 44:21 - પવિત્ર બાઇબલ C.L.

21 પ્રભુ કહે છે, “હે યાકોબ, હે ઇઝરાયલ, આટલું યાદ રાખ કે મેં તને મારો સેવક બનાવ્યો છે. હે ઇઝરાયલ, તું મારો સેવક છે, તેથી હું તને કદી વીસરી જઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 [પ્રભુ કહે છે,] “હે યાકૂબ, હે ઇઝરાયલ, એ વાતો તું સંભાર; કેમ કે તું મારો સેનક છે; મેં તને બનાવ્યો છે; તું મારો સેવક છે. હે ઇઝરાયલ, હું તને ભૂલી જનાર નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 હે યાકૂબ તથા હે ઇઝરાયલ, એ વાતો વિષે વિચાર કર, કેમ કે તું મારો સેવક છે; મેં તને બનાવ્યો છે; તું મારો સેવક છે: હે ઇઝરાયલ, હું તને ભૂલી જનાર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 યહોવા કહે છે, “હે યાકૂબ, આટલી વાતનું ધ્યાન રાખજે, હે ઇસ્રાએલ, તું મારો સેવક છે. મેં તને ઉત્પન્ન કર્યો છે, અને હું તને મદદ કરવાનું ક્યારેય ભૂલી જઇશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 44:21
16 Iomraidhean Croise  

તેઓ ડાળીઓ પરનાં બધાં પાંદડાં તોડી ખાય છે. ડાળીઓ સુકાઈ જતાં તેમને ભાગી નાખવામાં આવી છે. સ્ત્રીઓ તેમને એકઠી કરીને બળતણને માટે વાપરે છે. સાચે જ આ લોકો કશું સમજતા નથી. તેથી તેમના સર્જનહાર ઈશ્વર તેમના પર દયા કે સહાનુભૂતિ દાખવશે નહિ.


તો હે યાકોબ, હે ઇઝરાયલ, તું શા માટે ફરિયાદ કરે છે કે “મારો સંકટનો માર્ગ પ્રભુથી છુપાયેલો છે અને મારા ન્યાયી હક્કો મારા ઈશ્વરે લક્ષમાં લીધા નથી.”


તમારામાંથી હવે કોણ મારી વાત સાંભળશે? હવેથી કોણ મારા કહેવા પર લક્ષ આપશે?


પણ હવે હે યાકોબ, ઓ ઇઝરાયલ, તારા સર્જનહાર તથા તને ઘડનાર પ્રભુ આમ કહે છે; “તું બીશ નહિ; કારણ, મેં તારો ઉદ્ધાર કર્યો છે. મેં તને તારું નામ દઈને બોલાવ્યો છે; તું મારો છે.


હું પ્રભુ તમારો ઈશ્વર છું; હું ઇઝરાયલનો સર્જનહાર છું.”


તેઓ મારે નામે ઓળખાતા મારા લોક છે અને મારા મહિમાર્થે મેં તેમને સર્જ્યા છે, ઘડયા છે અને નિર્માણ કર્યા છે.”


જો કે મેં તેમને પ્રજાઓ મધ્યે વિખેરી નાખ્યા છે, છતાં દૂર દૂર સ્થાનોમાંથી તેઓ મારું સ્મરણ કરશે. તેઓ અને તેમનાં સંતાન બચી જશે અને સાથે મળીને વતનમાં પાછા ફરશે.


તમને પેદા કરનાર ખડક્સમા ઈશ્વરની તમે ઉપેક્ષા કરી, અને તમારા જન્મદાતા ઈશ્વરને વીસરી ગયા.


તેથી સાવધ રહેજો અને તમારા ઈશ્વર પ્રભુએ તમારી સાથે કરેલો કરાર વીસરી જશો નહિ અને તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાનું પાલન કરીને કોઈ પણ આકારની મૂર્તિ બનાવશો નહિ.


“તમે અત્યંત સાવધ રહેજો અને જાતે જ ખંતથી કાળજી રાખજો કે તમારી નજરે જોયેલાં કાર્યો ભૂલી જશો નહિ. પણ જીવંતપર્યંત તમે તેમને તમારા અંત:કરણમાં ઠસાવી રાખજો. તમારાં સંતાનોને તથા તમારાં સંતાનોનાં સંતાનોને તે કાર્યો વિષે શીખવજો.


Lean sinn:

Sanasan


Sanasan