Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 44:16 - પવિત્ર બાઇબલ C.L.

16 આમ, તે કેટલાક લાકડાંનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. તેનાથી તે પોતાનો ખોરાક રાંધે છે અને માંસ શેકે છે અને ખાઈને તૃપ્ત થાય છે. તે તાપણું કરી તાપે છે અને કહે છે, “કેવી સરસ ગરમી લાગે છે! હવે મને હૂંફ મળી!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેનો અર્ધો ભાગ તે અગ્નિમાં બાળી નાખે છે; અને એ અર્ધા ભાગમાંથી તે ખાવા માટે માંસ [પકાવે] છે. માંસ શેકીને તે તૃપ્ત થાય છે. વળી તે તાપે છે, ને કહે છે, ‘વાહ! મને હૂંફ વળી છે, મને તાપણીનું દર્શન થયું છે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેનો અર્ધો ભાગ તે અગ્નિમાં બાળી નાખે છે, તેના ઉપર તે માંસ પકવે છે. તે ખાય છે અને તૃપ્ત થાય છે. વળી તે તાપે છે અને કહે છે, ‘વાહ! મને હુંફ મળી છે, મેં આગ જોઈ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 અડધાં લાકડાને તે ઇંધણ તરીકે વાપરે છે, તેના પર તે માંસ શેકે છે અને તૃપ્ત થાય ત્યાં સુધી ખાય છે, પોતાની જાતને તપાવે છે અને કહે છે, “વાહ! કેવું સરસ તાપણું છે! હવે હૂંફ વળી.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 44:16
5 Iomraidhean Croise  

યરુશાલેમના ઈશ્વર જાણે દુનિયાના અન્ય દેવોની જેમ માત્ર માનવ હાથે ઘડેલી મૂર્તિ હોય એ રીતે તેઓ બોલ્યા.


તે પોતાનાં ઈંડાં જમીન પર મૂકે છે, અને તે ધૂળમાં ગરમીથી સેવાય છે.


એ વૃક્ષનાં લાકડાં માણસો માટે બળતણના કામમાં આવે છે. માણસ થોડાં લાકડાં સળગાવી તાપે છે. વળી, તેનાથી અગ્નિ પેટાવી તે પર રોટલી શેકે છે. એ જ લાકડામાંથી તે દેવ ઘડીને તેની પૂજા કરે છે; તે મૂર્તિ બનાવી તેની આગળ નમે છે.


બાકીના લાકડામાંથી તે કોઈ દેવની કોરેલી મૂર્તિ બનાવે છે, તેને પગે લાગીને તેની પૂજા કરે છે. તે તેની પ્રાર્થના કરે છે અને કહે છે, “મને બચાવ; કારણ, તું મારો દેવ છે!”


અરે, તેઓ તો તણખલા જેવા છે અને આગમાં બળીને ખાક થઈ જશે. તેઓ એ આગની જ્વાળાઓમાંથી પોતાને બચાવી શકશે નહિ; કારણ, એ કંઈ પાસે બેસીને તાપવાનું તાપણું કે સગડી નથી.


Lean sinn:

Sanasan


Sanasan