Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 44:13 - પવિત્ર બાઇબલ C.L.

13 સુથાર લાકડાનું ગરુના રંગથી માપ લે છે. તે દોરીથી મૂર્તિની રૂપરેખા દોરે છે. પછી ફરસીથી તેને કોતરી કાઢે છે. એ પછી પોતાના ઓજારની મદદથી તેને માણસનો આકાર આપે છે. એટલે દેવાલયમાં મૂકવા માટે માણસના રૂપમાં મૂર્તિ તૈયાર થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 સુથાર ગેરુથી રંગેલી દોરીથી તેને આંકે છે; તે તેના પર રંદો મારે છે, ને પેન્સિલથી તેનો આકાર કાઢે છે. અને ઘરમાં મૂકવા માટે પુરુષના આકાર પ્રમાણે, માણસના સૌંદર્ય પ્રમાણે, તે તેને બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 સુથાર રંગેલી દોરીથી તેને માપે છે અને ચોકથી રેખા દોરે છે. તે તેના પર રંધો મારે છે અને વર્તુળથી તેની રેખા દોરે છે. મંદિરમાં મૂકવા માટે પુરુષના આકાર પ્રમાણે, માણસના સૌંદર્ય પ્રમાણે તે તેને બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 સુથાર લાકડા પર દોરી છાંટે છે, ચાકથી રૂપરેખા દોરે છે, ફરસીથી કોતરી કાઢે છે, કંપાસથી માપ લે છે, તેને માણસોનો આકાર આપે છે, પછી સુંદર મૂર્તિ બનાવી મંદિરમાં સ્થાપે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 44:13
18 Iomraidhean Croise  

લાબાન પોતાનાં ઘેટાંનું ઊન ઉતારવા ગયો હતો. રાહેલે તેના પિતાની ગેરહાજરીમાં તેના કુટુંબની દેવમૂર્તિઓ ચોરી લીધી.


તારા પિતાને ઘેર પાછા જવાની તારી તાલાવેલીને કારણે તું નાસી છૂટયો છે; પણ તેં મારા કુટુંબની મૂર્તિઓ કેમ ચોરી લીધી છે?”


તો હવે અહીં જેની પાસેથી તમારા દેવો મળે તે માર્યું જાય. આપણા સંબંધીઓને સાક્ષીમાં રાખીને તમારું જે કંઈ હોય તે ઓળખીને લઈ જાઓ.” યાકોબને ખબર નહોતી કે રાહેલે લાબાનની દેવમૂર્તિઓ ચોરી લીધી હતી.


તેથી યાકોબે પોતાના કુટુંબને અને પોતાની સાથેના બધા માણસોને કહ્યું, “તમારી પાસે પારકા દેવોની જે મૂર્તિઓ હોય તેમને ફેંકી દો, પોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલી નાખો.


મૂર્તિને હથોડીથી ટીપી ટીપીને લીસી બનાવનાર એરણ પર ઘણ મારનારને ઉત્તેજન આપતાં કહે છે. “રેણ સારું થયું છે.” આમ, તેમણે મૂર્તિને ગબડી ન પડે એ રીતે ખીલાથી સજ્જડ જડી દીધી.


તેને માટે તે ગંધતરુનું લાકડું કાપે છે અથવા વનનાં વૃક્ષોમાંથી રાયણ કે ઓકવૃક્ષનું લાકડું પસંદ કરી લઈ આવે છે. તે ગંધતરુનું વૃક્ષ રોપે છે અને વરસાદથી તે મોટું થાય છે.


તેથી હું અંદર ગયો અને જોયું તો ચારેય બાજુ દીવાલો પર સર્વ પેટે ચાલનારાં પ્રાણીઓનાં, અન્ય અશુદ્ધ પશુઓનાં અને ઇઝરાયલીઓની સર્વ મૂર્તિઓનાં ચિત્રો કોતરેલાં હતાં.


ત્યાં ઇઝરાયલી લોકના સિત્તેર આગેવાનો ઊભા હતા. તેમની સાથે શાફાનનો પુત્ર યાઝાન્યા ઊભો હતો. દરેકના હાથમાં પોતાની ધૂપદાની હતી, તેમાંથી ધૂપનો ઘૂમાડો ઉપર ચઢતો હતો.


ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકના આગેવાનો અંધકારમાં પોતપોતાની મૂર્તિની ઓરડીઓમાં શું કરે છે તે તેં જોયું? તેઓ મૂર્તિઓવાળા પૂજાગૃહમાં પૂજા કરી રહ્યા છે. તેઓ કહે છે, ‘પ્રભુ અમને જોતા નથી. તે તો દેશ છોડી જતા રહ્યા છે.”


“આપણે ઈશ્વરનાં સંતાન હોવાથી એવું ન ધારવું જોઈએ કે માણસે પોતાની કલ્પના અને કળાકૌશલ્યથી બનાવેલી સોના, રૂપા કે પથ્થરમાંથી ઘડેલી પ્રતિમા જેવું તેમનું સ્વરૂપ છે.


અવિનાશી ઈશ્વરના મહિમાને બદલે તેઓ સર્વ સજીવ સૃષ્ટિની એટલે કે, નાશવંત માનવી, પંખી અને ચોપગાં તથા પેટે ચાલનારાં પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવીને તેમની ભક્તિ કરે છે.


‘પ્રભુ જેને ધિક્કારે છે એ પથ્થરની, લાકડાંની કે ધાતુની મૂર્તિ બનાવીને ગુપ્તમાં તેની ભક્તિ કરનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


અને ત્યાં તમે માણસોના હાથે ઘડેલાં અને જોઈ, સાંભળી, ખાઈ કે સૂંઘી ન શકે તેવાં લાકડાનાં અને પથ્થરનાં દેવદેવીઓની પૂજા કરશો.


મિખાએ જવાબ આપ્યો, “તમે મારા યજ્ઞકારને અને મારા બનાવેલા દેવોને તો લઈ ચાલ્યા છો, પછી મારી પાસે રહ્યું શું? અને છતાં તમે પાછા એમ પૂછો છો કે, ‘શું છે?”


Lean sinn:

Sanasan


Sanasan