Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 44:12 - પવિત્ર બાઇબલ C.L.

12 ધાતુના ટુકડાને ઘડવા માટે લુહાર તેને અગ્નિમાં તપાવે છે. તે હથોડાથી ટીપીટીપીને મૂર્તિને ઘડે છે. તે પોતાના બાહુબળથી તેને ઘાટ આપે છે. દરમ્યાનમાં, જો તે ભૂખ્યો થાય તો તે થાકી જાય છે અને તેને તરસ લાગે તો તે નિર્ગત થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 લુહાર ઓજાર [તૈયાર કરે છે] , તે અંગારામાં કામ કરે છે, હથોડાથી તેને બનાવે છે, ને પોતાના જબરા હથથી તે તેને ઘડે છે! વળી તેને ભૂખ લાગે છે ત્યારે તેનામાં કંઈ બળ રહેતું નથી. તે પાણી પીતો નથી, એટલે તે નિર્ગત થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 લુહાર ઓજાર તૈયાર કરે છે, તે અંગારામાં કામ કરે છે, તે હથોડાથી તેને બનાવે છે અને પોતાના બળવાન હાથથી તેને ઘડે છે. વળી તેને ભૂખ લાગે છે ત્યારે તેનામાં કઈ બળ રહેતું નથી. તે પાણી પીતો નથી અને નિર્બળ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 લુહાર ધાતુને અગ્નિમાં તપાવીને હથોડાથી ટીપી ટીપીને ધાટ આપે છે. પોતાના બળવાન બાહુ વડે ઘડતાં ઘડતાં તે ભૂખ્યો થાય છે અને થાકી જાય છે. ને તરસથી પાણી પીધા વિના નબળો અને નિર્ગત થઇ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 44:12
11 Iomraidhean Croise  

આરોને તે વાળીઓ લઈને પીગાળી નાખી અને ધાતુના બીબામાં ઢાળીને તેમાંથી સોનાનો વાછરડો બનાવ્યો. ત્યારે લોકોએ કહ્યું, “હે ઇઝરાયલ, આપણને ઇજિપ્તમાંથી કાઢી લાવનાર ઈશ્વર આ છે!”


મેં તેમને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી તેનાથી તેઓ બહુ જલદી ભટકી ગયા છે. તેમણે પોતાને માટે સોનાનો વાછરડો બનાવીને તેની પૂજા કરી છે અને બલિદાનો ચડાવ્યાં છે. વળી તેઓ કહે છે કે ઇજિપ્તમાંથી તેમને કાઢી લાવનાર એ જ તેમનો ઈશ્વર છે.


મૂર્તિ સાથે સરખાવશો? પણ મૂર્તિને તો કારીગર ઢાળે છે અને સોની તેના પર સોનાનો ઢોળ ચડાવે છે તથા તેને શુદ્ધ ચાંદીની સાંકળીઓ પહેરાવે છે!


મૂર્તિ બનાવવા સોનુંરૂપું અર્પણ કરી ન શકે તેવા ગરીબ લોકો છેવટે સડી ન જાય એવું લાકડું પસંદ કરે છે અને તેમાંથી સડી ન જાય એવી મૂર્તિ બનાવવા કુશળ કારીગરને શોધે છે.


તમે જે પ્રજાઓને જીતી લીધી તેમણે નિરર્થક શ્રમ કર્યો. કેમ કે તેમણે જે બાંધ્યું તે અગ્નિની જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગયું છે. સર્વ -સમર્થ પ્રભુએ એમ થવા દીધું છે.


મૂર્તિઓ શા ક્મની છે? એ તો માત્ર માણસના હાથની કૃતિ જ છે. તે માત્ર જૂઠું જ શીખવે છે. કંઈ બોલી ન શકે એવા મૂંગા દેવ પર ભરોસો રાખવાથી તેમના બનાવનારને શો લાભ થાય છે?


પછી પ્રભુએ મને હથોડા સહિતના ચાર કારીગરો બતાવ્યા.


અને ત્યાં તમે માણસોના હાથે ઘડેલાં અને જોઈ, સાંભળી, ખાઈ કે સૂંઘી ન શકે તેવાં લાકડાનાં અને પથ્થરનાં દેવદેવીઓની પૂજા કરશો.


Lean sinn:

Sanasan


Sanasan