Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 43:23 - પવિત્ર બાઇબલ C.L.

23 તું મારી પાસે તારા ઘેટાંનાં દહનબલિ લાવ્યો નથી. તારા યજ્ઞો વડે તેં મને માન આપ્યું નથી. મેં પણ ખાદ્યાર્પણ માગીને તારા પર બોજ મૂક્યો નથી, અને ધૂપ માગીને તને પરેશાન કર્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તારાં દહનીયાર્પણોનાં ઘેટાં તું મારી પાસે લાવ્યો નથી; તેમ તારા યજ્ઞો વડે તેં મને માન આપ્યું નથી. મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો મૂક્યો નથી, અને ધૂપ માગીને તને કાયર કર્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તારાં દહનીયાર્પણોનાં એક પણ ઘેટાંને તું મારી પાસે લાવ્યો નથી; તેમ તારા યજ્ઞોથી તેં મને માન આપ્યું નથી. મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો ચઢાવ્યો નથી, કે ધૂપ માગીને તને કાયર કર્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તમે મને દહનાર્પણ તરીકે ઘેટાંને અર્પણ કર્યા નથી; તમે યજ્ઞોથી મારો આદર કર્યો નથી. મેં કંઇ બહુ ભારરુંપ યજ્ઞો માગ્યા નહોતા કે તમને મારા માટે ધૂપ પેટાવવા માટે દબાણ કર્યું નહોતું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 43:23
19 Iomraidhean Croise  

મારા જાણવામાં આવ્યું કે મંદિરના સંગીતકારો અને બીજા લેવીઓ યરુશાલેમ છોડીને પોતપોતાનાં ખેતરોમાં પાછા જતા રહ્યા છે; કારણ, લોકોએ તેમને તેમના નિયત હિસ્સા આપ્યા નથી.


પ્રભુએ મોશેને કહ્યું, “તું નાટાફ, શહેલેથ અને હેલ્બાના એ ખુશબોદાર તેજાનાઓ સરખા ભાગે લે. વળી, ચોખ્ખું લોબાન લે.


પ્રભુ દુષ્ટોનાં બલિદાનોને ધિક્કારે છે, પરંતુ સદાચારી પર માત્ર તેની પ્રાર્થનાથી પ્રસન્‍ન થાય છે.


દુષ્ટોનું બલિદાન પ્રભુની દૃષ્ટિમાં તિરસ્કારપાત્ર છે; પણ તે બલિદાન બદઇરાદાથી ચડાવાય ત્યારે તો વિશેષ ઘૃણાજનક બને છે.


તારી સંપત્તિ વડે પ્રભુનું સન્માન કર, અને તારી સર્વ ઊપજના પ્રથમફળનું તેમને અર્પણ ચડાવ.


“પણ આખલાનો બલિ ચડાવનાર માણસની હત્યા કરનાર જેવો છે; હલવાનનું અર્પણ ચડાવનાર કૂતરાની ડોક ભાગનાર જેવો છે; ધાન્યઅર્પણ ચડાવનાર ભૂંડનું રક્ત ચડાવનાર જેવો છે અને યાદગીરીને અર્થે ધૂપ બાળનાર મૂર્તિની ઉપાસના કરનાર જેવો છે. કારણ, તેમણે પોતપોતાનો માર્ગ પસંદ કર્યો છે. અને તેમનાં મન ઘૃણાજનક પૂજાવિધિઓમાં મગ્ન રહે છે.


પ્રભુ પરમેશ્વર, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે, “હે મારા લોક, કેટલાંક બલિદાનોનું તમે સંપૂર્ણ દહન કરો છો અને કેટલાંક બલિદાનમાંથી તમને ખાવાની છૂટ છે. પણ હવે તમે ભલે બધાં જ બલિદાનમાંથી ખાઓ!


કેમ કે જ્યારે હું તમારા પૂર્વજોને ઇજિપ્તમાંથી છોડાવી લાવ્યો ત્યારે મેં તમને માત્ર દહનબલિ અને અન્ય બલિદાન વિષે કંઈ કહ્યું નહોતું કે આજ્ઞા આપી નહોતી.


“જ્યારે કોઈ માણસ પ્રભુને ધાન્ય અર્પણ ચડાવે તો તે ઝીણા લોટનું હોવું જોઈએ.


દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક. રોટલીને બદલે એ લોબાન પ્રતીક તરીકે પ્રભુ સમક્ષ અગ્નિબલિ તરીકે ચડાવવાનો છે.


“હે ઇઝરાયલના લોકો, અરણ્યમાં ચાલીસ વર્ષો દરમિયાન તમે મને બલિદાનો તથા અર્પણો કંઈ ચડાવ્યાં હતાં?


પ્રભુ કહે છે, “હે મારા લોક, મેં તમને શું કર્યું છે? શું હું તમારે માટે ભારરૂપ બન્યો છું? મને જવાબ આપો. હું તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો.


હું તમને પૂછું છું: ઈશ્વરને છેતરવા એ યોગ્ય છે? ના, નથી; તોપણ તમે મને છેતરો છો. તમે પૂછશો, ‘કેવી રીતે?’ દશાંશો અને અર્પણો આપવા સંબંધમાં.


મારી ઝૂંસરી ઊંચકવામાં સહેલી છે, અને મારો બોજ હળવો છે.


Lean sinn:

Sanasan


Sanasan