Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 43:19 - પવિત્ર બાઇબલ C.L.

19 જુઓ, હું નવું કાર્ય કરું છું. હવે તે પ્રગટ થઈ રહ્યું છે. શું તમે તે જોઈ શક્તા નથી? હું વેરાનપ્રદેશમાં માર્ગ તૈયાર કરું છું અને રણપ્રદેશમાં નદીઓ વહેતી કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જુઓ, હું નવું કામ કરનાર છું; તે હમણાં નીકળી આવશે; શું તમે તે જાણશો નહિ? હું તો અરણ્યમાં માર્ગ અને ઉજજડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જુઓ, હું એક નવું કામ કરનાર છું; તે હમણાં શરૂ થશે; શું તમે તે સમજી શકતા નથી? હું તો અરણ્યમાં માર્ગ તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 કારણ કે હું એક નવું કામ કરવાનો છું. જુઓ, મેં તેમની શરૂઆત કરી દીધી છે! શું તમે જોઇ શકતા નથી? મારા લોકો માટે અરણ્યમાં હું માર્ગ તૈયાર કરીશ અને રાનમાં તેઓને માટે નદીઓ ઉત્પન્ન કરીશ!

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 43:19
26 Iomraidhean Croise  

ઈશ્વરે ખડકને તોડયો એટલે પાણી ખળખળ કરતું વહ્યું. તે રણપ્રદેશમાં નદીની જેમ વહેવા લાગ્યું.


જેમ નેગેવના રણપ્રદેશમાં વરસાદ સુકાં ઝરણામાં પાણી લાવે છે, તેમ હે પ્રભુ, તમે અમને દેશનિકાલમાંથી પાછા લાવ્યા છો.


જો, હું ત્યાં હોરેબ પર્વતના એક ખડક ઉપર તારી સામે ઊભો રહીશ. તું ખડકને મારજે, એટલે તેમાંથી લોકોને પીવા માટે પાણી નીકળશે.” મોશેએ ઇઝરાયલના આગેવાનોના દેખતાં તે પ્રમાણે કર્યું.


એ દિવસે તમારા દુશ્મનોના કિલ્લા તોડી પડાશે અને તેમની ક્તલ થશે. તે દિવસે પ્રત્યેક ઊંચા પર્વત પરથી અને પ્રત્યેક ડુંગર પરથી પાણીનાં ઝરણાં વહેવા માંડશે.


તેમનામાંનો પ્રત્યેક પવનથી સંતાવાની જગ્યા અને તોફાનની સામે ઓથા જેવો હશે. તે રણપ્રદેશમાં વહેતા ઝરણા જેવો અને વેરાન તથા નિર્જળ પ્રદેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે.


ત્યાં પ્રભુ આપણી સમક્ષ પોતાનો મહિમા પ્રગટ કરશે. એ તો મોટી નદીઓ અને ઝરણાંનું સ્થળ બની રહેશે. પણ ત્યાં હલેસાંવાળી હોડીઓ કે મોટાં વહાણો આવશે નહિ.


રણપ્રદેશ અને સૂકી ભૂમિ હર્ષિત થશે, અને પડતર જમીન પ્રફુલ્લિત થઈને ગુલાબની જેમ ખીલી ઊઠશે.


વેરાન ડુંગરો પર હું નદીઓ વહાવીશ અને ખીણોમાં ઝરણાં વહાવીશ. હું રણપ્રદેશને પાણીના તળાવમાં અને સૂકી ભૂમિને ઝરણામાં ફેરવી નાખીશ.


હું વેરાનપ્રદેશમાં ગંધતરુ, બાવળ, મેંદી અને તૈલીવૃક્ષ રોપીશ; હું પડતર જમીનમાં દેવદાર, ભદ્રાક્ષ અને સરુનાં વૃક્ષ સાથેસાથે ઉગાવીશ.


જે બાબતો મેં અગાઉ કહી હતી તે હવે સાચી પડી છે. હવે બીજી નવી બાબતો બને તે પહેલાં હું તને તે કહી સંભળાવું છું.”


તેથી તો મેં વર્ષો પહેલાં ભાવિની જાહેરાત કરી અને બનાવો બને તે પહેલાં તને જણાવ્યા, જેથી તું બડાઈ ન મારે કે એ તો તારી લાકડાની કોરેલી કે ધાતુમાંથી ઢાળેલી મૂર્તિઓએ નિર્માણ કર્યા પ્રમાણે બન્યું છે.


મેં તને અગાઉ જે જણાવેલું તે તેં સાંભળ્યું હતું અને હવે એ બધું બન્યું છે તે તું જોઈ શકે છે. પણ હવે હું અગાઉ જાહેર નહિ કરેલા ભાવિના નવા બનાવો વિષે કહીશ: જેના વિષે તું જાણતો નથી એવા છૂપા બનાવો અંગે કહીશ.


તેમને ફરી કદી ભૂખ કે તરસ લાગશે નહિ. વળી, રણની લૂ કે સૂર્યનો તાપ લાગશે નહિ. કારણ, તેમના પર કરુણા કરનાર તેમનો દોરનાર થશે. તે તેમને પાણીના ઝરણાં પાસે લઈ જશે.


“હું સિયોનને અને તેનાં ખંડિયેરોમાં વસતા સૌને આશ્વાસન આપીશ. હું તેના વેરાનપ્રદેશને એદન જેવો અને તેના સૂકાપ્રદેશને ‘પ્રભુની વાડી’ જેવો બનાવી દઈશ. તેમાં આનંદોત્સવ થશે અને ગાનતાન સાથે મારાં સ્તુતિગીત ગવાશે.


પ્રભુ કહે છે, “એવો પણ સમય આવશે જ્યારે લોકો શપથ લેતાં ‘ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર જીવતા પ્રભુના સમ’ એમ નહિ કહે,


હે મને બેવફા નીવડેલા લોકો, તમે ક્યાં સુધી રઝળતા રહેશો! કારણ, મેં પ્રભુએ પૃથ્વી પર નવીનતા ઉત્પન્‍ન કરી છે: સ્ત્રી પોતાના પતિને પુનર્મિલનમાં ભેટી પડી છે!


તેઓ રડતાં રડતાં અને આજીજી કરતાં આવશે, પણ હું તેમને આશ્વાસન સહિત દોરી લાવીશ. હું તેમને વહેતાં ઝરણાંઓ પાસે ચલાવીશ; અને ઠોકર ન લાગે એવા સપાટ માર્ગે ચલાવીશ. કારણ, હું ઇઝરાયલી પ્રજાનો પિતા છું અને એફ્રાઈમનું કુળ મારો જયેષ્ઠ પુત્ર છે.


ત્યાર પછી મોશેએ હાથ ઉગામીને ખડક પર બે વાર લાકડી ફટકારી. એટલે ખડકમાંથી પુષ્કળ પાણી વહેવા લાગ્યું અને બધા લોકોએ તથા ઢોરોએ તે પીધું.


જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્ત સાથે જોડાય છે, ત્યારે તે નવું સર્જન બની જાય છે; જૂનું ચાલ્યું ગયું છે, નવું આવ્યું છે.


તેમણે તમને ઝેરી નાગ અને વીંછીવાળા, સૂકા અને જલવિહીન તથા વિશાળ અને ભયાનક રણમાં થઈને દોર્યા છે; અને તમારે માટે કાળમીંઢ ખડકમાંથી પાણી વહેવડાવ્યું છે;


પછી રાજ્યાસન પર બિરાજનારે કહ્યું, “જુઓ, હવે હું બધું નવું બનાવું છું!” તેમણે મને એ પણ કહ્યું, “આ વાત લખી લે; કારણ, આ શબ્દો વિશ્વાસપાત્ર અને સત્ય છે.”


Lean sinn:

Sanasan


Sanasan