Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 43:17 - પવિત્ર બાઇબલ C.L.

17 કોણે રથો, ઘોડા અને ચુનંદા સૈનિકો સહિતના સૈન્યનો નાશ કર્યો? ફરી પાછા ઊઠે નહિ એ રીતે તેઓ ઢળી પડયા. તેઓ દીવાની જ્યોતની જેમ બૂઝાઈ ગયા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જે રથ તથા ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે [તે હું છું] ; તેઓ ભેગા સૂઈ જાય છે, તેઓ ફરી ઊઠશે નહિ; તેઓ બુઝાયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જે રથ અને ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે તે હું છું. તેઓ બધા સાથે પડી જશે; તેઓ ફરી ઊઠશે નહિ; તેઓ બુઝાઈ ગયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 “તે રથને અને ઘોડાને, અને સમગ્ર યોદ્ધાઓના સૈન્યને બહાર દોરી ગયો. બધાજ ઢળી પડ્યા, પાછા બેઠા થવા પામ્યા નહિ, તેઓ સૌ ઓલવાઇ ગયા, તેઓ વાટની જેમ ઓલવાઇ ગયા.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 43:17
16 Iomraidhean Croise  

મધમાખીઓની જેમ તેમણે મને ઘેર્યો હતો, પણ તે ઝાંખરાની આગની જેમ જલદી હોલવાઈ ગયા અને યાહવેના નામના સામર્થ્યથી મેં તેમનો સંહાર કર્યો.


ફેરોના ઘોડા, રથો અને તેમના સવારો સમુદ્ર મધ્યે ગયા ત્યારે પ્રભુએ સમુદ્રનાં પાણી પાછાં વાળીને તેમની પર ફેરવી વાળ્યાં; પરંતુ ઇઝરાયલીઓ તો સમુદ્ર મધ્યે કોરી જમીન પર ચાલ્યા.


તેમણે ફેરોના રથો અને ઇજિપ્તના લશ્કરને સમુદ્રમાં ફેંકી દીધા; તેના ચુનંદા સવારો સૂફ સમુદ્રમાં ડૂબી ગયા.


બળવાન માણસ કચરા જેવો અને તેનું કામ તણખલાં જેવું થશે. એ બન્‍ને સાથે જ બાળી નંખાશે અને આગ હોલવનાર કોઈ હશે નહિ.


તારા વડે હું ઘોડા અને તેના સવારના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું રથ અને તેના સારથિના ચૂરેચૂરા કરીશ.


હું તને પાછો ફેરવીશ, ને તારા જડબામાં કડીઓ ઘાલીને તારા સમસ્ત સૈન્ય સહિત હું તને બહાર ખેંચી લાવીશ. તારા વિશાળ સૈન્યમાં ઘોડા અને શસ્ત્રસજ્જ ઘોડેસ્વારો હશે, તેમાંના પ્રત્યેક સૈનિકે પોતાના હાથમાં ઢાલ અને તલવાર ધારણ કરેલી હશે.


ન્યાયને વિજયવંત બનાવતાં સુધી તે બરૂની છુંદાયેલી સળીને ભાંગી નાખશે નહિ, અથવા ધૂમાતી દીવેટને હોલવી નાખશે નહિ.


બારાકે છેક વિદેશીઓના હરોશેથ સુધી રથો તેમજ સૈન્યનો પીછો કર્યો અને સીસરાના આખા સૈન્યનો સંહાર થયો; એકેય બચ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan