Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 43:16 - પવિત્ર બાઇબલ C.L.

16 પ્રભુ કહે છે, “કોણે સમુદ્રમાં થઈને માર્ગ કર્યો અને કોણે જબરાં પાણીમાં થઈને રસ્તો બનાવ્યો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જે યહોવા સમુદ્રમાં માર્ગ, ને જબરાં પાણીમાં રસ્તો કરી આપે છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જે યહોવાહ સમુદ્રમાં માર્ગ અને જબરાં પાણીમાં રસ્તો કરી આપે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ભૂતકાળમાં યહોવાએ સમુદ્રમાં થઇને માર્ગ કર્યો હતો, ધસમસતા જળમાં રસ્તો કર્યો હતો;

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 43:16
21 Iomraidhean Croise  

તમે તમારા લોક માટે સમુદ્રમાં રસ્તો બનાવ્યો અને તેમને કોરી ભૂમિ પર પાર પહોંચાડયા. તોફાની સાગરમાં પથરો ડૂબી જાય તેમ તેમનો પીછો કરનાર શત્રુઓને તમે ઊંડા પાણીમાં ડૂબાવી દીધા.


તેમણે સૂફ સમુદ્રને ધમકાવ્યો એટલે તે સુકાઈ ગયો. જાણે કે સૂકો પ્રદેશ હોય તેમ, તે તેમને ઊંડાણોમાં થઈને દોરી ગયા.


તમે સમુદ્રમાં થઈને માર્ગ કર્યો; તમે મહાજળ પસાર કર્યું, પરંતુ તમારાં પગલાં જોઈ શક્યાં નહિ.


ઘેટાંપાલક ટોળાને દોરે તેમ મોશે તથા આરોન દ્વારા તમે તમારા લોકને દોર્યા.


તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેમાં થઈને તેમને પાર ઉતાર્યા અને સમુદ્રમાં પાણીને ઊભી દીવાલોની જેમ સ્થિર કરી દીધાં.


તારા હાથમાં તારી લાકડી લઈને સમુદ્ર તરફ લંબાવ, એટલે સમુદ્ર બે ભાગમાં વહેંચાઈ જશે અને ઇઝરાયલીઓ સમુદ્ર મધ્યે થઈને સૂકી જમીન પર ચાલીને જશે.


પરંતુ ઇઝરાયલીઓ તો સમુદ્ર મધ્યે કોરી જમીન પર થઈને ચાલ્યા અને સમુદ્રનાં પાણી તેમની બન્‍ને બાજુએ ભીંતરૂપ થઈ ગયાં હતાં.


તું ઊંડા પાણીમાં થઈને પસાર થઈશ ત્યારે હું તારી સાથે રહીશ; તું નદીઓમાં થઈને ચાલીશ ત્યારે તેનાં પાણી તારા પર ફરી વળશે નહિ, તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને ઊની આંચ લાગશે નહિ અને જ્વાળાઓ તને સળગાવી શકશે નહિ.


હું સમુદ્રને કહું છું, ‘તું સુકાઈ જા, હું તારામાં વહેતી નદીઓને ય સૂકવી નાખીશ.’


“હું તમને બચાવવા આવ્યો ત્યારે અહીં કેમ કોઈ નહોતું? મેં હાંક મારી ત્યારે કેમ કોઈએ જવાબ આપ્યો નહિ? શું તમને છોડાવવા હું પહોંચી વળી શકું તેમ નથી? શું તમને બચાવવાને મારું બાહુબળ પૂરતું નથી? હું ધમકીમાત્રથી સમુદ્રને સૂકવી નાખું છું અને નદીઓને રણ બનાવી દઉં છું. પરિણામે, પાણીને અભાવે તેનાં માછલાં તરસે તરફડી મરે છે અને ગંધાઈ ઊઠે છે.


સમુદ્રનાં અગાધ પાણીને સૂકવી નાખી પોતાના લોકને સમુદ્રના ઊંડાણમાં થઈને પાર લઈ જનાર તું જ નહોતો?


હું પ્રભુ તમારો ઈશ્વર છું. હું સમુદ્રને ખળભળાવું છું, એટલે તેનાં મોજાંઓ ગર્જના કરે છે. સર્વસમર્થ યાહવે એ જ મારું નામ છે.


જે પ્રભુ દિવસે પ્રકાશ આપવા માટે સૂર્યને અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને નક્ષત્રોને તેમની કક્ષામાં પરિભ્રમણ કરાવે છે, અને સમુદ્રને એવો ખળભળાવે છે કે તેનાં મોજાં ગર્જી ઊઠે, તેમનું નામ સેનાધિપતિ યાહવે છે;


પછી છઠ્ઠા દૂતે તેનો પ્યાલો મહાનદી યુફ્રેટિસ પર રેડી દીધો. એટલે તે નદી સુકાઈ ગઈ કે જેથી પૂર્વથી આવનાર રાજાઓને માટે માર્ગ તૈયાર થાય.


Lean sinn:

Sanasan


Sanasan