Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 42:20 - પવિત્ર બાઇબલ C.L.

20 તેં ઘણી બાબતો જોઈ છે, પણ તે પર લક્ષ આપ્યું નથી. તારા કાન ખુલ્લા છે, પણ તું કંઈ સાંભળતો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તેં ઘણી બાબતો જોઈ છે, પણ તેમને નિહાળીને જોઈ નથી; તારા કાન ઉઘાડા છે, પણ તું સાંભળતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેં ઘણી બાબતો જોઈ છે પણ તેમને નિહાળી નથી, તારા કાન ઉઘાડા છે, પણ તું સાંભળતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તે જુએ છે ઘણું પણ, કંઇ યાદ રાખતો નથી; તેના કાન ખુલ્લા છે, પણ તે કંઇ સાંભળતો નથી.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 42:20
20 Iomraidhean Croise  

જે જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે, અને માણસો પ્રભુની ભલાઈનાં કાર્યો પર વિચાર કરશે.


બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડો પોતાના માલિકનો વાડો જાણે છે, પણ મારા ઇઝરાયલી લોકને એટલુંય ભાન નથી. તેઓ કંઈ જ સમજતા નથી.


છતાં પોતે જાણે સદાચારી પ્રજા હોય અને મારા આદેશની અવજ્ઞા કરનાર ન હોય તેમ તેઓ દિનપ્રતિદિન મારી ઝંખના કરે છે અને તેમને મારા માર્ગો જાણવા છે. વળી, તેઓ મારી પાસે ધર્મવિધિઓ માગે છે અને એમ મારી પાસે આવવા ચાહે છે.”


તેથી તેમણે મને કહ્યું, “જા, અને મારા લોકને આ સંદેશો આપ: તમે ગમે તેટલું સાંભળશો, પણ સમજશો નહિ. ગમે તેટલું જોશો, પણ શું થઈ રહ્યું છે તેની સૂઝ પડશે નહિ.”


મેં ઉત્તર આપ્યો, “હું કોને કહું? મારી ચેતવણી કોણ સાંભળશે? તેમના સુન્‍નતરહિત કાન ઉઘાડા નથી અને તેઓ સાંભળવા માંગતા નથી. પ્રભુનો સંદેશ તેમને માટે ઘૃણાસ્પદ છે અને તે તેમને પસંદ નથી.


તેથી મારા લોકો તારી પાસે આવીને તારું સાંભળવા તારી પાસે ટોળે મળીને બેસે છે, તેઓ તારી વાત સાંભળે છે, પણ તેનો અમલ કરતા નથી. તેઓ તેમના મુખની વાતોથી તો બહુ પ્રેમ દર્શાવે છે, પરંતુ તેમનું હૃદય સ્વાર્થ પાછળ ભટકે છે.


તું તેમને માટે મધુર કંઠે પ્રેમગીતો ગાનાર ગવૈયા જેવો કે કુશળ વાદક જેવો છે, કારણ, તેઓ તારા સંદેશા સાંભળે છે, પણ તેમાંના એકેયનો અમલ કરતા નથી.


હું તેમની સાથે વાત કરતાં ઉદાહરણો વાપરું છું તેનું કારણ આ છે: તેઓ જુએ છે, પણ તેમને સૂઝતું નથી; તેઓ સાંભળે છે, પણ સમજતા નથી;


તો બીજાને ઉપદેશ આપનાર તું તારી પોતાની જાતને જ ઉપદેશ કેમ આપતો નથી? ચોરી કરવી નહિ, એવો ઉપદેશ આપીને શું તું ચોરી કરતો નથી?


“તમે અત્યંત સાવધ રહેજો અને જાતે જ ખંતથી કાળજી રાખજો કે તમારી નજરે જોયેલાં કાર્યો ભૂલી જશો નહિ. પણ જીવંતપર્યંત તમે તેમને તમારા અંત:કરણમાં ઠસાવી રાખજો. તમારાં સંતાનોને તથા તમારાં સંતાનોનાં સંતાનોને તે કાર્યો વિષે શીખવજો.


Lean sinn:

Sanasan


Sanasan