Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 41:5 - પવિત્ર બાઇબલ C.L.

5 એ જોઈને ટાપુઓ ગભરાયા અને પૃથ્વીના છેડેછેડા ધ્રૂજી ઊઠયા. ત્યાંના બધા લોક આવીને ભેગા થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 બેટો જોઈને બીધા; પૃથ્વીના છેડા ધ્રુજ્યા; તેઓ પાસે આવીને હાજર થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ટાપુઓએ તે જોયું છે અને તેઓ બીધા છે; પૃથ્વીના છેડા ધ્રૂજ્યા છે; તેઓ પાસે આવીને હાજર થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 સમુદ્રની પેલે પાર દૂર દેશાવરના લોકો મારા કાર્યો જોઇને ભયભીત થઇ ગયા, પૃથ્વી એક છેડાથી બીજા છેડા સુધી ધૂજી ઊઠી. બધા ભેગા થઇને આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 41:5
12 Iomraidhean Croise  

તેઓ દરિયાકાંઠે વસેલા અને સમુદ્ર મધ્યેના ટાપુઓ પર વસેલા લોકોના પૂર્વજો છે. યાફેથના વંશજો પોતપોતાનાં ગોત્ર પ્રમાણે અને પોતપોતાની જાતિ પ્રમાણે જુદા જુદા દેશોમાં વસ્યા અને દરેક જૂથની પોતાની આગવી ભાષા હતી.


પૃથ્વીની સીમાઓ સુધી વસનારા લોકો તમારાં અદ્‍ભુત કાર્યોથી ડરે છે. તમે ઉદયાચલથી અસ્તાચલ સુધીના દેશોને હર્ષનાદ કરાવો છો.


તમે ભૂમિની કાળજી લો છો અને વર્ષાથી તેને સિંચો છો; તમે તેને રસાળ અને ફળદ્રુપ બનાવો છો. હે ઈશ્વર, તમારી નદી પાણીથી ભરપૂર છે. તમે પૃથ્વીને તૈયાર કરીને મનુષ્યો માટે ધાન્ય પકવો છો.


ઈશ્વરને કહો, “તમારાં કાર્યો કેવાં અદ્‍ભુત છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી સમક્ષ ભયથી નમી પડે છે.


ઈશ્વર અમને આશીર્વાદ આપો અને પૃથ્વીની સર્વ સીમાઓ સુધીના લોકો ઈશ્વરનો આદરયુક્ત ભય રાખો.


એ સાંભળીને પ્રજાઓ ભયથી કાંપે છે; પલિસ્તીઓમાં આતંક છવાઈ ગયો છે.


ઈશ્વર કહે છે, “હે ટાપુઓ, મારી આગળ શાંત થાઓ! પ્રજાઓ પોતાની તાક્ત એકઠી કરે! તેઓ આગળ આવીને પોતાનો દાવો રજૂ કરે. આવો, અદાલતમાં એકત્ર થઈ તેનો નિકાલ લાવીએ.”


સૌ એકબીજાને મદદ કરે છે અને પ્રત્યેક પોતાના સાથીને પ્રોત્સાહન આપે છે.


તારી પડતીના દિવસે સમુદ્રદ્વીપો કાંપી ઊઠશે અને તેઓ તારા વિનાશથી ભયભીત થઈ જશે.”


અમે સાંભળ્યું છે કે તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે પ્રભુએ તમારી આગળ સૂફ સમુદ્રને સૂકવી નાખ્યો હતો. વળી, યર્દનની પૂર્વ તરફના પ્રદેશના સિહોન અને ઓગ નામે અમોરીઓના બે રાજાઓના તેમણે કેવા હાલહવાલ કર્યા તે પણ અમે સાંભળ્યું છે.


હવે યર્દનની પશ્ર્વિમ તરફના પ્રદેશના અમોરીઓના રાજાઓ તેમજ ભૂમધ્ય સમુદ્રની પાસેના પ્રદેશના સર્વ કનાની રાજાઓના સાંભળવામાં આવ્યું કે ઇઝરાયલી લોકો યર્દન પાર ઊતરી રહ્યા ત્યાં સુધી પ્રભુએ તેમની આગળ તે નદીનું પાણી સૂકવી નાખ્યું. તેથી ઇઝરાયલી લોકોને લીધે તેમનાં હૃદય ભયભીત થઈ ગયાં અને તેમના હોશકોશ ઊડી ગયા.


Lean sinn:

Sanasan


Sanasan