Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 41:27 - પવિત્ર બાઇબલ C.L.

27 એ તો મેં પ્રભુએ સૌપ્રથમ સિયોનને શુભ સમાચાર જણાવ્યા છે. મેં યરુશાલેમમાં સંદેશક મોકલીને તેમને કહેવડાવ્યું છે, ‘અરે, આ રહ્યા તમારા લોક!’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 સિયોનને હું પ્રથમ [કહેનાર] છું કે, જો, તેઓને જો; અને હું યરુશાલેમને વધામણી઼ કહેનાર મોકલી આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 સિયોનને હું પ્રથમવાર કહેનાર છું કે, “જો તેઓ અહીંયાં છે;” હું યરુશાલેમને વધામણી કહેનાર મોકલી આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 મેં યહોવાએ જ સિયોનને શુભસમાચાર મોકલ્યા હતા કે, ‘જુઓ! જુઓ! હું યરૂશાલેમને વધામણી કહેનાર મોકલી આપીશ.’”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 41:27
14 Iomraidhean Croise  

હે શુભસંદેશ લાવનાર સિયોન, ઊંચે પર્વત પર ચડી જા! હે શુભ સમાચાર પાઠવનાર યરુશાલેમ, મોટે સાદે પોકાર! ગભરાયા વિના યહૂદિયાનાં નગરોને ઊંચે સાદે પોકારીને કહે: “જુઓ! આ તમારો ઈશ્વર!”


આરંભથી જ આવનાર પેઢીઓનું ભાવિ નિર્માણ કરનાર કોણ છે? એ તો હું પ્રભુ છું. હું આદિ છું, અને જે અંતિમ હશે તેની સાથે પણ હું જ હોઈશ.”


પ્રભુ કહે છે, “હે ઇઝરાયલી લોકો, મારા સાક્ષીઓ તો તમે છો. મેં તમને મારા સેવક થવા પસંદ કર્યા છે; જેથી તમે મને ઓળખો, મારા પર ભરોસો રાખો અને માત્ર હું જ ઈશ્વર છું એવું સમજો. મારા સિવાય બીજો કોઈ દેવ નથી; કોઈ દેવ થયો નથી અને થવાનો પણ નથી.


હું કોરેશને કહું છું, ‘તું મારા લોકનો ઘેટાંપાળક છે. તું મારા મનની બધી ઇચ્છાઓ પૂરી કરશે. તું આજ્ઞા આપીશ કે યરુશાલેમ ફરીથી બંધાય અને મંદિરનો પાયો ફરીથી નંખાય.”


ઇઝરાયલનો રાજા અને ઉદ્ધારક સર્વસમર્થ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું આદિ છું; હું જ અંત છું. મારા સિવાય બીજો કોઈ દેવ નથી.


ઘણા વર્ષો પહેલાં જે બન્યું તે યાદ કરો. માત્ર હું જ ઈશ્વર છું; બીજો કોઈ નથી. હું જ ઈશ્વર છું; મારા જેવો બીજો કોઈ નથી.


પ્રભુ કહે છે, “હે યાકોબ, હે ઇઝરાયલ, મારા પસંદ કરેલા લોક, મારું સાંભળો! હું જ ઈશ્વર છું. હું આદિ છું અને હું જ અંત છું.


પ્રભુ ઇઝરાયલને કહે છે, “જે ઘટનાઓ બની ચૂકી છે તેને વિષે તો મેં અગાઉથી ભવિષ્ય ભાખ્યું હતું; મેં મારે મુખે તેમની જાહેરાત કરી તેમને જણાવી હતી. પછી મેં એ ઘટનાઓ અચાનક બનવા પણ દીધી.


વધામણીની વાત લઈ આવી રહેલા સંદેશકના પગ પર્વતો પર કેવા સુંદર લાગે છે! તે તો શાંતિની જાહેરાત કરે છે, શુભસંદેશ લાવે છે, ઉદ્ધાર પ્રગટ કરે છે અને સિયોનને કહે છે, ‘તારા ઈશ્વર રાજ કરે છે!’


જુઓ, પર્વતો પરથી શુભસંદેશ લાવનાર આવી રહ્યો છે! તે પ્રભુના વિજયને જાહેર કરવા રવાના થઈ રહ્યો છે. યહૂદિયાના લોકો, તમારાં પર્વો ઊજવો અને પ્રભુની સમક્ષ લીધેલી તમારી ગંભીર માનતાઓ પૂરી કરો. દુષ્ટો તમારા દેશ પર ફરી કદી ચઢાઈ કરશે નહિ. કારણ, તેમનો સમૂળગો નાશ કરવામાં આવ્યો છે.


સંદેશવાહકને મોકલ્યા વગર લોકો શી રીતે સાંભળશે? શાસ્ત્રમાં લખેલું છે: “શુભ સમાચાર લાવનારાઓનું આગમન કેટલું સુંદર છે!”


સ્મર્નામાંની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે પ્રથમ અને છેલ્લો છે અને મૃત્યુ પામીને સજીવન થયો છે, તે આમ કહે છે:


Lean sinn:

Sanasan


Sanasan