Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 41:24 - પવિત્ર બાઇબલ C.L.

24 તમે નહિવત્ છો અને તમારાં કાર્યો શૂન્યવત્ છે. તમને દેવ માનનારા તુચ્છકારને પાત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 જુઓ, તમે કંઈ જ નથી, ને તમારાં કામ શૂન્ય જ છે; જે તમને પસંદ કરે છે તે ધિક્કારપાત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જુઓ, તમારી મૂર્તિઓતો કશું જ નથી અને તમારાં કામ શૂન્ય જ છે; જે તમને પસંદ કરે છે તે ધિક્કારપાત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “પણ ના, તમારી કશી વિસાત જ નથી! તમે શું ધૂળ કરવાના હતાં! જે તમને પૂજે છે તે પણ તમારા જેવો જ કેવળ ધિક્કારપાત્ર છે!”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 41:24
17 Iomraidhean Croise  

તેમને ઘડનારા તેમ જ તેમના પર ભરોસો રાખનારા સર્વ હાથે ઘડેલી મૂર્તિઓ જેવા વ્યર્થ થશે.


નિયમશાસ્ત્રના પાલન પ્રત્યે બેદરકારી દાખવનારની પ્રાર્થના પણ ઘૃણાસ્પદ બની જાય છે.


કારણ, ભ્રષ્ટતા આચરનારને પ્રભુ ધિક્કારે છે, પરંતુ સજજનોને તે વિશ્વાસપાત્ર ગણે છે.


તેમણે તેમના દેવોને અગ્નિમાં નાખીને બાળી નાખ્યા છે; જો કે તેમના દેવો તો દેવો હતા જ નહિ, પણ લાકડા અને પથ્થરમાંથી ઘડેલી માનવી હાથની કૃતિ જ હતા અને તેથી જ તેમણે તેમનો નાશ કર્યો.


આ તો બધા જૂઠા દેવો છે; તેમનાં કામ નહિવત્ છે. તેમની મૂર્તિઓ ખાલી પવન જેવી શૂન્યવત્ છે.”


તેઓ ત્યાંથી પાછા વળશે ત્યારે મારી વિરુદ્ધ બળવો કરનારાઓનાં શબ પડેલાં જોશે. તેમનો કીડો કદી મરશે નહિ અને તેમને સળગાવતો અગ્નિ કદી હોલવાશે નહિ. એ દશ્ય આખી માનવજાત માટે ઘૃણાજનક થઈ પડશે.


એ જોઈને માનવીઓ અવાકા બની જાય છે, અને મૂર્તિ ઘડનાર કારીગરો શરમાઈ જાય છે, કારણ કે, પ્રતિમાઓ ખોટી અને નિર્જીવ છે.


તેઓ વ્યર્થ અને ભ્રામક છે. પ્રભુ તેમને સજા કરશે ત્યારે તેમનો નાશ થશે.


આવી મૂર્તિઓ, ક્કડીની વાડીમાં મૂકેલા ચાડિયા જેવી છે; તેઓ બોલી શક્તી નથી; તેમને ઊંચકીને લઈ જવી પડે છે, કારણ, તેઓ ચાલી શક્તી નથી. તેમનાથી ગભરાશો નહિ; કારણ, તેઓ કંઈ નુક્સાન કરી શક્તી નથી, કે કંઈ ભલું પણ કરી શક્તી નથી!


તેઓ બધા જ અક્કલહીન અને મૂર્ખ છે; તેઓ લાકડાંની મૂર્તિઓ પાસેથી શું શીખી શકે?


મૂર્તિઓને ચઢાવેલા નૈવેદ વિષે જણાવવાનું કે, મૂર્તિ તો જેની હયાતી નથી તેનું પ્રતીક છે. આપણે જાણીએ છીએ કે એક જ ઈશ્વર છે.


‘પ્રભુ જેને ધિક્કારે છે એ પથ્થરની, લાકડાંની કે ધાતુની મૂર્તિ બનાવીને ગુપ્તમાં તેની ભક્તિ કરનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


“તેમનાં દેવદેવીઓની મૂર્તિઓને તમારે આગમાં બાળી નાખવી. તમે તે મૂર્તિઓ ઉપરના સોનાચાંદીથી લોભાશો નહિ અને તેમને રાખી લેતા નહિ, નહિ તો તમે મૂર્તિપૂજામાં ફસાઈ જશો.


તમારા ઈશ્વર પ્રભુની દૃષ્ટિમાં તો એ અત્યંત ઘૃણાસ્પદ છે. એ ઘૃણાસ્પદ મૂર્તિઓને તમારા ઘરમાં લાવશો નહિ, નહિ તો તેમના પર જે વિનાશનો શાપ છે તે તમારા પર આવી પડશે. તમારે એ મૂર્તિઓનો સદંતર તિરસ્કાર કરવો અને અત્યંત ઘૃણા કરવી; કારણ, તેઓ પ્રભુના શાપને લીધે વિનાશપાત્ર છે.


તેના કપાળે એક નામ લખેલું હતું જેનો ગુપ્ત અર્થ આવો છે: “મહાનગરી બેબિલોન - પૃથ્વીની બધી વેશ્યાઓ અને વિકૃત ક્માચારીઓની માતા.”


Lean sinn:

Sanasan


Sanasan