Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 41:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તું તેમને પવનમાં ઉપણશે. પવન તેમને ઉડાડીને લઈ જશે અને વંટોળિયાથી તેઓ વેરવિખેર થઈ જશે. ત્યારે હું તારો ઈશ્વર છું એ વાતમાં તું આનંદ કરીશ. તું ઇઝરાયલના પવિત્ર ઈશ્વરમાં ગૌરવ લઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તું તેઓને ઊપણશે, વાયુ તેઓને ઉડાવશે, ને વંટોળિયો તેઓને વિખેરી નાખશે; તું યહોવામાં આનંદ કરીશ, તું ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] માં વડાઈ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તું તેઓને ઊપણશે અને વાયુ તેઓને ઉડાવશે અને તેઓને વિખેરી નાખશે. તું યહોવાહમાં આનંદ કરીશ, તું ઇઝરાયલના પવિત્રમાં આનંદ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તું તેઓને ઊપણશે; વાયુ તેઓ સર્વને ઉડાડી મૂકશે અને વાવાઝોડું તેઓને વિખેરી નાખશે. પરંતુ તું યહોવાના આનંદથી ભરપૂર થશે; ઇસ્રાએલના પવિત્ર દેવનાં પ્રતાપે તું આનંદ અને ગૌરવ અનુભવીશ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 41:16
31 Iomraidhean Croise  

પરંતુ દુષ્ટો એવા હોતા નથી; તેઓ તો પવનથી ઊડી જતાં ફોતરાં સમાન છે.


સિયોનમાં વસનાર સૌ કોઈ આનંદથી મોટે સાદે ગીત ગાય; કારણ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર મહાન છે, અને તે પોતાના લોકો વચ્ચે વસે છે.


જો કે લોકો સાગરની જેમ ગર્જે તોપણ ઈશ્વર તેમને ધમકાવે એટલે તેઓ પર્વત પર પવનથી ઊડી જતા ફોતરાની જેમ અને વંટોળિયા આગળ ધૂળની ઘૂમરીની જેમ પાછા હટી જાય છે.


એ સમયે સૌ કોઈ કહેશે, “જેમને વિષે આપણે આશા સેવેલી કે તે આપણો ઉદ્ધાર કરશે એ આ જ આપણા ઈશ્વર છે. આપણે તેમના પર આશા સેવેલી તે આ જ પ્રભુ છે. તેમણે આપણો ઉદ્ધાર કર્યો છે માટે આપણે આનંદોત્સવ કરીએ.”


તે સમયે સર્વસમર્થ પ્રભુ ઇઝરાયલના બચી ગયેલાઓ માટે મહિમાવંત મુગટ અને સુંદર ફૂલોનો તાજ બનશે.


નમ્રજનો ફરીથી પ્રભુમાં આનંદ કરશે અને કંગાલો ઈશ્વરમાં હરખાશે.


હે યરુશાલેમ, તારા પર આક્રમણ કરનારા પરદેશીઓનાં ધાડાં બારીક ધૂળની જેમ અને ઘાતકી લશ્કરો ફોતરાંની જેમ ઊડી જશે. ત્યારે એકાએક ક્ષણભરમાં


તેઓ આનંદથી ગાતા ગાતા સિયોનમાં પ્રવેશશે અને તેમના શિર પર સદાનો આનંદ રહેશે. તેઓ હર્ષ તથા આનંદથી ઉભરાશે અને તેમના શોક અને નિસાસા ચાલ્યા જશે.


હજી તો તે હમણા જ રોપાયા છે, હમણા જ વવાયા છે; હજી તો તેમનાં મૂળ જમીનમાં બાઝયાં ન બાઝયાં ત્યાં તો પ્રભુ તેમના પર સપાટો લગાવે છે. એટલે તેઓ ચિમળાઈ જાય છે અને તોફાનમાં તરણાની જેમ ઊડી જાય છે.


“હું સિયોનને અને તેનાં ખંડિયેરોમાં વસતા સૌને આશ્વાસન આપીશ. હું તેના વેરાનપ્રદેશને એદન જેવો અને તેના સૂકાપ્રદેશને ‘પ્રભુની વાડી’ જેવો બનાવી દઈશ. તેમાં આનંદોત્સવ થશે અને ગાનતાન સાથે મારાં સ્તુતિગીત ગવાશે.


હવે પછી તને પ્રકાશ આપવા દિવસે સૂર્યની કે રાત્રે ચંદ્રની જરૂર પડશે નહિ; કારણ, હું પ્રભુ તારો કાયમનો પ્રકાશ બની રહીશ. હું તારો ઈશ્વર તારું ગૌરવ બની રહીશ.


મારા આ નવા સર્જન માટે સદાકાળ આનંદ કરો અને હર્ષ પામો. કારણ, હું આનંદદાયક યરુશાલેમ અને હર્ષમય એવા તેના લોક ઉત્પન્‍ન કરું છું.


તમે તમારાં અધમ આચરણ તજયાં નહિ, તેથી મેં તમને ઊપણીને દેશનાં નગરોમાં ભૂસાની જેમ વેરી નાખ્યા, અને તમારાં સંતાનોથી તમારો વિયોગ કરાવ્યો. મેં જ મારા લોકનો વિનાશ કર્યો છે.


તેઓ આવીને બેબિલોનના લોકોને તેમની ભૂમિમાંથી ઉપણી નાખશે અને તેમનો દેશ ખાલી કરી નાખશે. એ વિનાશના દિવસે તેઓ તેને ચારેબાજુથી ઘેરી લેશે.


પ્રભુ કહે છે: “હે બેબિલોન, તું મારો હથોડો છે. તું મારું યુદ્ધનું હથિયાર છે. તારા વડે હું પ્રજાઓનું ખંડન કરીશ અને તારા વડે રાજ્યોનો વિનાશ કરીશ.


હાલ તો બેબિલોનના રહેવાસીઓ ખળામાંના અનાજની જેમ ખૂંદાય છે. પણ થોડીવાર પછી તેમને ત્યાંથી ઉપણીને ઉડાડી દેવામાં આવશે. હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું.


તરત જ લોખંડ, માટી, તાંબુ, ચાંદી અને સોનું ભાંગીને ભૂકો થઈ ગયાં અને ઉનાળામાં ખળાની ધૂળ જેવા બની ગયાં. પવનથી એ બધું એવું ઊડી ગયું કે એનું નામનિશાન રહ્યું નહિ. પણ પેલો પથ્થર મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.


હું મારા કોપમાં તમને સજા કરીશ નહિ, હું એફ્રાઈમનો બીજીવાર નાશ કરીશ નહિ; કારણ, હું ઈશ્વર છું, માણસ નહિ. હું, પવિત્ર ઈશ્વર તમારી સાથે છું; તમારી પાસે હું કોપાયમાન થઈને આવીશ નહિ.


હે સિયોનવાસીઓ, આનંદ કરો, તમારા ઈશ્વર પ્રભુને લીધે હર્ષ પામો; કારણ, તેમણે શરદઋતુનો પૂરતો વરસાદ સમયસર આપ્યો છે. તે તમને નિયત સમયે શરદઋતુનો તેમ જ વસંતઋતુનો વરસાદ આપતા રહેશે.


પ્રજાઓમાં બાકી રહી ગયેલા ઇઝરાયલના કેટલાક લોકો વનમાં કે ગૌચરોમાં શિકાર શોધતા સિંહના જેવા થશે. સિંહ ઘેટાંના ટોળામાં ધૂસે છે, તેમના પર ત્રાટકે છે અને તેમને ફાડી ખાય છે, અને બચાવની કોઈ આશા હોતી નથી.


તો પણ હું પ્રભુ મારા ઈશ્વરને લીધે હર્ષનાદ કરીશ, કારણ, તે મારા ઉદ્ધારક છે.


તેમના હાથમાં સૂપડું છે. તે ઘઉં પોતાના કોઠારમાં એકઠા કરશે, પણ છોતરાંને તો તે સતત સળતા અગ્નિમાં બાળી નાખશે.


એટલું જ નહિ, ઈશ્વરના મિત્રો બન્યા હોવાને લીધે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વરમાં આનંદ કરીએ છીએ.


આપણે ખરા સુન્‍નતી છીએ. કારણ, આપણે આત્માથી ઈશ્વરની ભક્તિ કરીએ છીએ અને ખ્રિસ્ત ઈસુમાં આનંદ કરીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan