Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 41:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. વ્યાકુળ થઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ અને તને સહાય કરીશ અને હું મારા જમણા હાથથી તને પકડી રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું. તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ; હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 41:10
63 Iomraidhean Croise  

એ બનાવો પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, “અબ્રામ, ગભરાઈશ નહિ, હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું.”


તે જ રાત્રે પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “હું તારા પિતા અબ્રાહામનો ઈશ્વર છું. ગભરાઈશ નહિ, કારણ, હું તારી સાથે છું, મારા સેવક અબ્રાહામની ખાતર હું તને આશિષ આપીશ અને તારા વંશજોની વૃદ્ધિ કરીશ.”


યાકોબે તેમને કહ્યું, “તમારા પિતાનું મારા પ્રત્યેનું વર્તન પહેલાંના જેવું મૈત્રીપૂર્ણ રહ્યું નથી; પણ મારા પિતાના ઈશ્વર મારી સાથે રહ્યા છે.


પણ યાકોબના સમર્થ ઈશ્વરની સહાયથી અને ઇઝરાયલના ખડક્સમા ઘેટાંપાળકના નામથી યોસેફનું ધનુષ્ય અડગ રહ્યું, અને તેના હાથ ચપળ કરાયા. તને સહાય કરનાર તો તારા પિતાના ઈશ્વર છે. સર્વસમર્થ ઈશ્વર તને ઉપરના આકાશની વૃષ્ટિની, પૃથ્વીના પેટાળના પાણીની, ઢોરઢાંકની અને સંતાનની આશિષો આપે છે.


હું સંકટમાં હતો ત્યારે તેમણે મારા પર હુમલો કર્યો, પણ પ્રભુએ મારું રક્ષણ કર્યું.


ઈશ્વરના આત્માએ દાવિદના ત્રીસ શૂરવીરોના ઉપરી અમાસાયનો કબજો લીધો અને તે બોલી ઊઠયો, “હે દાવિદ, અમે તારા છીએ! હે યિશાઇપુત્ર, અમે તારે પક્ષે છીએ. તારો જય હો! તારા સાથીદારોનો જય હો! ઈશ્વર તારી સહાય કરનાર છે!” દાવિદે તેમનો સ્વીકાર કર્યો અને તેમને લશ્કરમાં અધિકારીઓ બનાવ્યા.


તમારે આ લડાઈ લડવી પડશે નહિ; માટે હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમે અડીખમ રહેજો, અને પ્રભુ તમને કેવો વિજય પમાડે છે તે જો જો. નાસીપાસ થશો નહિ કે ગભરાશો નહિ; પણ લડાઈ કરવા નીકળી પડો; કારણ, પ્રભુ તમારી સાથે છે.”


તેની પાસે માનવી શક્તિ છે, પણ આપણે પક્ષે તો આપણને સહાય કરવા અને આપણી લડાઈઓ લડવા આપણા ઈશ્વર પ્રભુ છે.” રાજાના આવા શબ્દોથી લોકોને પ્રોત્સાહન મળ્યું.


મને ક્રૂર તલવારથી બચાવો, પરદેશીઓના હાથમાંથી ને મુક્ત કરો; તેમનું મુખ માત્ર અસત્ય ઉચ્ચારે છે, અને તેઓ જમણાં હાથથી જૂઠા શપથ ખાવા તૈયાર હોય છે.


તેમનું મુખ માત્ર અસત્ય ઉચ્ચારે છે, અને તેઓ જમણા હાથથી જૂઠા શપથ ખાવા તૈયાર હોય છે.


પ્રભુ પડતા જનોને ટેકો આપે છે, અને નીચે પડી ગયેલા જનોને ઉઠાવી લે છે.


હે યરુશાલેમ, પ્રભુનું સ્તવન કર; હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર;


તમે મને મારાં ડગલાં ભરવા મોકળાશ કરી આપી છે, તેથી મારા પગ ડગી ગયા નથી.


પ્રભુ મારો પ્રકાશ અને મારો ઉદ્ધાર છે! મને કોનો ડર લાગે? પ્રભુ મારા જીવન રક્ષક છે; હું કોનાથી ભય પામું?


પ્રભુ પોતાના લોકને બળવાન કરો. પ્રભુ પોતાના લોકને કલ્યાણનો આશીર્વાદ આપો.


જે રાષ્ટ્રના ઈશ્વર પ્રભુ છે, અને જે પ્રજાને તેમણે પોતાના વારસા તરીકે પસંદ કરી છે તેને ધન્ય છે!


કારણ, દુષ્ટોના હાથ ભાંગી નંખાશે, પરંતુ પ્રભુ નેકજનોને નિભાવી રાખશે.


જો કે તે ઠોકર ખાય, તો યે તે પડી જશે નહિ, કારણ, પ્રભુ તેનો હાથ પકડી લઈને તેને ટેકો આપશે.


મારી પ્રામાણિક્તાના ફળસ્વરૂપે તમે મને ધરી રાખ્યો છે, માટે તમે મને સદાસર્વદા તમારી સન્મુખ સ્થાન આપો છો.


સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)


સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)


હું તમને વળગી રહું છું, અને તમારો જમણો હાથ મને સંભાળે છે.


હે અમારા ઉદ્ધારક ઈશ્વર, અમારા ઉદ્ધારને માટે ભયાનક કામો કરીને તમે અમને ઉત્તર આપો છો. પૃથ્વીની સીમાઓએ વસેલા લોકો અને દરિયાપારના નિવાસીઓ તમારો જ આશરો લે છે.


હે ઈશ્વર, શક્તિશાળી અને ન્યાયપ્રિય રાજા, તમે ઇઝરાયલમાં નિષ્પક્ષતાની સ્થાપના કરી છે; અને યાકોબના દેશમાં ઇન્સાફ અને નેકીના ધોરણ ઠરાવ્યાં છે.


મોશેએ જવાબ આપ્યો, “ગભરાશો નહિ. મક્કમ રહો, અને તમારો બચાવ કરવા પ્રભુ આજે શું કરશે તે તમે જોશો.


મોશેએ કહ્યું, “ગભરાશો નહિ; કારણ, ઈશ્વર માત્ર તમારી ક્સોટી કરવા જ આવ્યા છે; જેથી તમે તેમનો ડર રાખો અને પાપ ન કરો.”


ઈશ્વર મારા ઉદ્ધારક છે. હું તેમના પર વિશ્વાસ રાખીશ અને બીશ નહિ. યાહ મારું સામર્થ્ય અને સ્તોત્ર છે. તે મારા ઉદ્ધારક બન્યા છે.”


ઉચાટ દિલવાળાને કહો, ‘દઢ થાઓ અને બીશો નહિ! જુઓ, તમારા ઈશ્વર આવે છે.’ તે તમારા દુશ્મનો પર વૈર વાળશે અને બદલો લેશે. તે પોતે તમારો બચાવ કરશે.


ત્યારે યશાયાએ તેમને કહ્યું, “તમારા માલિકને આમ જણાવો. પ્રભુ કહે છે, ‘આશ્શૂરના રાજાના અધિકારીઓએ મારી વિરુદ્ધ ઉચ્ચારેલા શબ્દોથી તું ગભરાઈશ નહિ.


“તું બીશ નહિ, હું તારી સાથે છું. હું તારા વંશજોને પૂર્વમાંથી લાવીશ અને તમને પશ્ર્વિમમાંથી લાવીને તમારા વતનમાં એકઠા કરીશ.


હું પ્રભુ તારો સર્જનહાર છું, ગર્ભસ્થાનમાં તને ઘડનાર હું જ તારો મદદગાર છું. હે યાકોબ, મારા સેવક, મારી પસંદ કરેલી પ્રજા યશુરૂન, તું ડરીશ નહિ.


પ્રભુ પોતાના ઇઝરાયલી લોકને કહે છે, “મારી કૃપા દાખવવાના નિયત સમયે હું તારું સાંભળીશ અને મુક્તિના દિવસે તને સહાય કરીશ. હું તારું રક્ષણ કરીશ અને લોકો સાથેના મારા કરાર તરીકે તારી નિમણૂક કરીશ. હું દેશનો પુનરોદ્ધાર કરીશ અને ઉજ્જડ થઈ પડી રહેલાં વતનોને વહેંચી આપીશ.


પ્રભુ પરમેશ્વર પોતે મારો બચાવ કરશે, તો પછી મને કોણ દોષિત ઠરાવશે? મારા બધા પ્રતિવાદીઓ કીડાઓએ કોરી ખાધેલા વસ્ત્રની જેમ ક્ષીણ થઈ જશે.


વધામણીની વાત લઈ આવી રહેલા સંદેશકના પગ પર્વતો પર કેવા સુંદર લાગે છે! તે તો શાંતિની જાહેરાત કરે છે, શુભસંદેશ લાવે છે, ઉદ્ધાર પ્રગટ કરે છે અને સિયોનને કહે છે, ‘તારા ઈશ્વર રાજ કરે છે!’


હવે પછી તને પ્રકાશ આપવા દિવસે સૂર્યની કે રાત્રે ચંદ્રની જરૂર પડશે નહિ; કારણ, હું પ્રભુ તારો કાયમનો પ્રકાશ બની રહીશ. હું તારો ઈશ્વર તારું ગૌરવ બની રહીશ.


તમે મને જવાબ આપતાં કહ્યું, “બીશ નહિ.”


ત્યાર પછી તેણે કહ્યું, “હે દાનિયેલ, ડરીશ નહિ. સમજશક્તિ મેળવવા તેં નમ્ર બનવાનો નિર્ણય કર્યો તેના પહેલા જ દિવસથી ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. હું તારી પ્રાર્થનાઓના જવાબ માટે જ આવ્યો છું.


તેથી રાજાએ હુકમ કર્યો એટલે તેમણે દાનિયેલને લાવીને સિંહોની ગુફામાં નાખ્યો. તે વખતે રાજાએ દાનિયેલને કહ્યું, “તારા ઈશ્વર, જેમની તું વફાદારીપૂર્વક સેવા કરે છે તે તને બચાવો!”


પ્રભુએ હોશિયાને કહ્યું, “તેનું નામ લો-આમ્મી એટલે ‘મારા લોક નથી’ પાડ; કારણ, ઇઝરાયલના લોક મારા લોક નથી અને હું તેમનો ઈશ્વર નથી.”


પછી હાગ્ગાયે લોકોને પ્રભુનો સંદેશો જણાવ્યો: “મારું વચન છે કે હું તમારી સાથે રહીશ.”


તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે જ મેં તમને વચન આપ્યું હતું કે હું સદા તમારી સાથે રહીશ; માટે ગભરાશો નહિ.


હું મારા લોકને બળવાન બનાવીશ; તેઓ મારી ભક્તિ કરશે અને મને આધીન રહેશે.” પ્રભુ પોતે એ બોલ્યા છે.


“હું યહૂદિયાના લોકોને બળવાન બનાવીશ, હું ઇઝરાયલના લોકોને છોડાવીશ. હું તેમના પર કરુણા કરીશ અને તેમને તેમના વતનમાં પાછા લાવીશ. મેં તેમનો જાણે ક્યારેય ત્યાગ કર્યો ન હોય તેવા તે બનશે. હું તેમનો ઈશ્વર પ્રભુ છું. હું તેમની પ્રાર્થનાઓનો જવાબ આપીશ.”


બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”


પણ દૂતે તેને કહ્યું, “ઝખાર્યા, ગભરાઈશ નહિ, ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે, અને તારી પત્ની એલીસાબેતને પુત્ર થશે. તારે તેનું નામ યોહાન પાડવું.


દૂતે તેને કહ્યું, “મિર્યામ, ગભરાઈશ નહિ;


આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે, તો આપણી વિરુદ્ધ કોણ?


પણ તેમણે મને કહ્યું, “મારી કૃપા તારે માટે પૂરતી છે. કારણ, તારી નિર્બળતામાં મારું સામર્થ્ય સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે.” મારી કોઈપણ નિર્બળતામાં ગર્વ કરતાં હું આનંદ અનુભવું છું; એ માટે કે મારા પરના ખ્રિસ્તના પરાક્રમના રક્ષણનો મને અનુભવ થાય.


હું ઈશ્વર પાસે માગું છું કે તે તેમના મહિમાની સંપત્તિમાંથી તેમના પવિત્ર આત્માની મારફતે તમને બળ આપે; જેથી તમે આંતરિક રીતે બળવાન થાઓ,


“જ્યારે તમે તમારા શત્રુઓ સામે લડવા જાઓ અને તમે ઘોડાઓને, રથોને અને તમારા લશ્કર કરતાં વિશાળ લશ્કરને જુઓ, ત્યારે તેમનાથી ડરી જશો નહિ; કારણ, તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કરનાર તમારા ઇશ્વર પ્રભુ તમારી સાથે છે.


ખ્રિસ્ત મને સામર્થ્ય આપે છે અને તેથી હું સઘળું કરી શકું છું.


યાદ રાખ, મેં તને બળવાન તથા હિમ્મતવાન થવાની આજ્ઞા આપી છે; ગભરાઈશ નહિ કે હતાશ થઈશ નહિ. કારણ, જ્યાં કહીં તું જાય ત્યાં હું પ્રભુ તારો ઈશ્વર તારી સાથે છું.”


પ્રભુએ જવાબ આપ્યો, “તું એમ કરી શકીશ; કારણ, હું તારી સાથે છું. એક માણસને મારતો હોય તેમ તું બહુ સહેલાઈથી મિદ્યાનીઓનો કચ્ચરઘાણ વાળી દઈશ.”


Lean sinn:

Sanasan


Sanasan